વિચિત્ર અકસ્માત:સુરતના ડિંડોલીમાં સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવતાં કાર ઘસડાઈને દુકાન સાથે અથડાઈ,એક્સિડન્ટ CCTVમાં કેદ

સુરત9 મહિનો પહેલા
બેકાબૂ બની દુકાનમાં અથડાયેલી કારના દ્રશ્યો CCTVમાં કેદ થયાં હતાં.
  • રામી પાર્ક ખાતે સર્જાયેલા અકસ્માતના CCTV સોશિયલ મીડિયામાં વાઈરલ

સુરતના ડિંડોલીમાં સોમવાર મોડી રાત્રે સર્જાયેલો એક અકસ્માત ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ સંભવતઃ આ અકસ્માતમાં એક પોલીસ કર્મચારી જવાબદાર હોવાની વાત બાદ ડિંડોલી પોલીસે આગળની તપાસ કરવા મજબુર બની હોવાનું સામે આવ્યું છે. બેફામ આવતી કાર દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતમાં હજી સુધી કોઈપણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં ન આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. જયારે આખી ઘટનાના CCTV સામે આવતા સોશિયલ મીડિયામાં વાઈરલ થયાં છે.

અકસ્માત બાદ સ્થાનિક લોકો દોડી આવ્યાં હતાં.
અકસ્માત બાદ સ્થાનિક લોકો દોડી આવ્યાં હતાં.

લોકોના ટોળાં એકઠાં થયાં
ડિંડોલીના રામીપાર્ક વિસ્તારમાં બેફામ આવી રહેલી કારના ચાલકના સ્ટીયરિંગ પર અચાનક કાબુ ગુમાવીને દુકાનમાં ઘુસી જતા ભારે હોબાળો થયો હતો. એટલુ જ નહીં પણ જોરદાર ધડાકા સાથે સર્જાયેલા અકસ્માતમાં જોત જોતામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

અકસ્માત બાદ ઘટના સ્થળેથી કારના તૂટેલા કાચ મળી આવ્યાં હતાં.
અકસ્માત બાદ ઘટના સ્થળેથી કારના તૂટેલા કાચ મળી આવ્યાં હતાં.

પોલીસ કામગીરી પર સ્થાનિકોમાં રોષ
સ્થાનિકો લોકોના જણાવ્યા અનુસાર ઘટના સ્થળે પહોંચેલી પોલીસને જ્યારે કાર ચાલક પોતે પોલીસ કર્મચારી હોવાનું અને રાજાપાઠમાં હોવાની બહાર આવતા આખે આખા પ્રકરણ પર પડદો પાડવાની કોશિષ કરી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. 48 કલાક બાદ પણ સમગ્ર પ્રકરણમાં ડિંડોલી પોલીસ દ્વારા કાર ચાલક વિરૂદ્ધ કોઈપણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં ન આવી હોવાને કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રામી પાર્ક ખાતે સર્જાયેલા આ અકસ્માતનો વીડિયો હવે સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં લોકો પણ ડિંડોલી પોલીસ મથકની કહેવાતી કામગીરી પર શંકા - કુશંકા વ્યક્ત કરી રહ્યા છે.