તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુરત:કોરોનાથી રત્નકલાકારોની બેહાલ થયેલી આર્થિક સ્થિતિ માટે રાહત પેકેજની માંગ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર અપાયું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રત્નકલાકારોની વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું હતું
  • નવ નિર્માણ સેના દ્વારા ક્લેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી

કોરોનાના કારણે લોકડાઉન અને ત્યારબાદ કોરોના સંક્રમણથી હીરા ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોની હાલત કફોડી થઈ હોવાનું કહેતા નવ નિર્માણ સેના દ્વારા ક્લેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં માંગ કરવામાં આવી છે કે, સરકાર દ્વારા લોકડાઉનમાં પગાર આપવાની વાત કરવામાં આવેલી તેમ છતાં હજુ સુધી કોઈ રત્નકલાકારને એ પગાર અપાયો નથી. સાથે જ લોકડાઉન અને કોરોના કાળમાં આર્થિક સંકડામણના કારણે સાત જેટલા રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે તો તેમના પરિવારને પણ સહાય કરવામાં આવે. કામકાજ દરમિયાન રત્નકલાકારો કોરોનાથી સંક્રમિત થાય ત્યારે જેટલા દિવસો તેઓ સારવાર અને આરામમાં ગુજારે તે દિવસોનો પગાર વેપારીઓ અને સરકાર મળીને આપે તેવી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.

કારીગરોને છૂટા કરી દેવામાં આવે છે
કોરોના કાળમાં પણ હીરા ઉદ્યોગકારો દ્વારા રત્નકલાકારોને છૂટા કરી દેવામાં આવે છે. તેમને જૂના પગાર પણ આપવામાં આવતા નથી કે, છૂટા કરાય ત્યારે ત્રણ મહિનાનો પગાર પણ આપવામાં આવતો નથી. જેથી રત્નકલાકારોને હીરા ઉદ્યોગમાં રક્ષણ મળી રહેવું જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે.

કોરોના સારવારનો ખર્ચ વેપારી ઉઠાવે
ધ્રુવ ડોબરીયાએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં હીરાના કારખાનામાં કામ કરતાં રત્નકલાકારો પણ સંક્રમિત થઈ રહ્યાં છે.આ રત્નકલાકારોની આવક ખૂબ ઓછી હોય છે. બીજી તરફ હોસ્પિટલની ફી ખૂબ છે ત્યારે રત્નકલાકારોને લાગતો હોસ્પિટલનો ખર્ચ સરકારે ઉઠાવી લેવો જોઈએ અથવા તો એવી વ્યવસ્થા હોવી જોઈએ કે કારખાનેદાર આ ખર્ચ ભોગવે જેથી રત્નકલાકારોને આર્થિક રીતે હેરાનગતિ સહન ન કરવી પડે. રત્નકલાકારોને પડતી હાલાકી અંગે સાત દિવસમાં યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો પ્રતિક ધરણા કરવામાં આવશે તેમ વધુમાં તેમણે ઉમેર્યું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો