તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તકેદારી:સુરતના વરાછા વિસ્તારમાં હીરા ઉદ્યોગમાં સંક્રમણ ફેલાતા પાલિકા દ્વારા કોરોના સામે તાકીદ કરતા હોર્ડિંગ્સ લગાવાયા

સુરતએક વર્ષ પહેલા
વરાછા-કતારગામ વિસ્તારમાં પાલિકા દ્વારા લોકોને કોરોના સામે તકેદારીના પગલાં દર્શાવતા બેનર લગાવવામાં આવ્યાં છે. - Divya Bhaskar
વરાછા-કતારગામ વિસ્તારમાં પાલિકા દ્વારા લોકોને કોરોના સામે તકેદારીના પગલાં દર્શાવતા બેનર લગાવવામાં આવ્યાં છે.
  • કારખાનામાં કારીગરોએ શું ધ્યાનમાં રાખવું તે સહિતની સૂચનાઓ લખવામાં આવી

શહેરમાં સંક્રમણ અટકવાનું નામ નથી લેતું. હીરા ઉદ્યોગમાં એકવાર સંક્રમણ ફેલાયા બાદ કારખાના બંધ કરી દેવાયા પછી ફરી શરૂ કરાયા છે. હાલ હીરા ઉદ્યોગમાં કામ કરતાં લોકોમાં કોરોના સંક્રમણે માથું ઊંચક્યું હોય તેવું સામે આવી રહ્યું છે. કારીગરોમાં સંક્રમણ વધતાં કારખાના બંધ કરી દેવા સુધીના પગલાં પાલિકા દ્વારા લેવામાં આવી રહ્યાં છે. જો કે સંક્રમણ આગળ ન વધે તે માટે લેવાના તકેદારીના પગલા અંગે હોર્ડિંગ્સ લગાવીને પાલિકા દ્વારા સૂચના આપવામાં આવી રહી છે. વરાછા વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર હોર્ડિંગ્સ દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યાં છે.

નિયમોનું પાલન થાય તે જરૂરી
વરાછા સહિત ડાયમંડ બજારમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ફરી વધી રહ્યાનું સામે આવી રહ્યું છે. પાલિકા દ્વારા લોકોને તાકીદ કરવામાં આવી રહી છે. વરાછા વિસ્તારમાં પાલિકા દ્વારા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. વધી રહેલા કેસો સામે સાવચેતી રખાવવા હોર્ડિગ્સ દ્વારા અપીલ કરવામાં આવી છે. કોરોના સામે રક્ષણ મેળવવા અલગ અલગ નિયમોનું પાલન કરવા હોર્ડિંગ્સમાં સૂચના આપવામાં આવી રહી છે.

વધારે અવર જવર ધરાવતા રસ્તાઓ પર બેનર લગાવવામાં આવ્યાં છે.
વધારે અવર જવર ધરાવતા રસ્તાઓ પર બેનર લગાવવામાં આવ્યાં છે.

સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે જાળવવું તે સમજાવાયું
કતારગામ અને વરાછા વિસ્તારમાં હીરાઉદ્યોગમાં કામ કરતાં રત્નકલાકારોએ સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે રાખવું તે પણ હોર્ડિંગ્સ દ્વારા સમજાવવામાં આવ્યું છે. જમવા બેસતી વખતે અંતર જાળવવાની સામે એકબીજા સામે મોં ન રાખતા દિવાસ સામે ચહેરો રાખવા જણાવાયું છે. માસ્ક પહેરવું ફરજીયાત હોય વાતચીત કરતી વખતે પણ માસ્ક પહેરી રાખવા લખવામાં આવ્યું છે.ટેસ્ટ કરાવવા અને એક ઘંટી પર બે જ રત્નકલાકારોને બેસાડવા પણ હોર્ડિંગ્સમાં સૂચના લખવામાં આવી છે.