ડાયવર્ઝન અપાયું:વિસરવાડી ખાતે ડાયવર્ઝન ધોવાતાં સુરત-ધુલિયા નેશનલ હાઈવે બંધ

નવાપૂર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરફણી નદીમાં નવા પુલની કામગીરીને પગલે ડાયવર્ઝન અપાયું હતું

સુરત ધૂલિયા નેશનલ હાઈવે પર વિસરવાડી ખાતેથી પસાર થતી સરફણી નદી પર નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે,જેને લઈને ડાયવર્ઝન અપાયું હતું. આ ડાયવર્ઝન ફરી પાણીમાં ગરક થયું હતું. જેથી ધૂલિયા નેશનલ હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. સોમવારે પુલ પરથી પાણી ફરી વળ્યા હતાં, ત્યાર બાદ પાણી ઉતરતાં મંગળવારે સમારકામ શરૂ કર્યું હતું.

બુધવારે સવારે વાહન વ્યવહાર શરૂ થયો હતો, પરંતુ સાંજે જંગલ વિસ્તારમાં મુશળધાર વરસાદને કારણેે ફરી ડાયવર્ઝન ધોવાયું હતું. સુરત ધૂલિયા નેશનલ હાઇવેનું કામ ચાલી રહ્યું છે ત્યારે વિસરવાડી ગામે સરફણી નદી પર જૂનો પુલ તોડી નવો પુલ બનાવવાની કામગીરી ચાલુ છે. જેથી વાહનો માટે ડાયવર્ઝન અપાયુંં છે. મુશળધાર વરસાદને કારણે ડાયવર્ઝન પર પાણી ફરી વળતાં ધોવાઈ ગયુ હતું. જેથી નેશનલ હાઈવે બંધ કરાયો હતો.

આ માર્ગ પરથી પસાર થતાં ભારે વાહનો દહિવેલ, નંદુરબાર અને નિઝર ઉચ્છલ દ્વારા ફેરાવો કરવો પડે છે. 2 દિવસ અગાઉ પણ પાણી ફરી વળતાં હાઈવે બંધ કરવામાં આવ્યો હતો, પાણી ઉતરતા સમારાકામ શરૂ કર્યું હતું. બુધવારે ઉપવાસમાં ફરી મુશળધાર વરસાદ થતાં ફરીથી ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. જેથી ફરી નેશનલ હાઈવે બંધ કરાવની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...