પસંદગી:સ્માર્ટ વેસ્ટ વોટર મેનેજમેન્ટમાં સુરત- દિલ્હીની પસંદગી કરાઇ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં કેસ જાણવા આ સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો
  • આરોગ્યલક્ષી સમસ્યામાં ધ્યાન આપવા માટે વધુ ઉપયોગી

સ્માર્ટ વેસ્ટ વોટર ઇન્ટેલીજન્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં બે શહેર સુરત અને દિલ્હીની પસંદગી થઇ છે. પાલિકા કમિશનરે જણાવ્યું કે, આ સિસ્ટમથી જે-તે વિસ્તારમાંથી ડ્રેનેજના પાણીના સેમ્પલો લઇ વાયરસ, બેકેટરીયા, બિમારી જાણી શકાશે. પાલિકાએ કોરોનામાં આ સિસ્ટમનો ઉપયોગ કરી ક્યાં વિસ્તારમાં સૌથી વધારે કેસ છે તે જાણવા ડ્રેનેજ પાણીના સેમ્પલ લઇ RTPCR કર્યા હતા. આ સિસ્ટમથી ચોક્કસ વિસ્તારમાં આરોગ્ય લક્ષી સમસ્યા પર ધ્યાન આપી શકાય છે.

ડ્રોનથી જંતુનાશકનો છંટકાવ કરાશે
મ્યુ.કમિશનરે જણાવ્યું કે, ભવિષ્યમાં ડ્રોન કેમેરા પાલિકાને વિવિધ કામો માટે ખૂબ ઉપયોગી નિવડશે. ખાસ કરીને ફાયર ફાઇટીંગ વખતે, વિવિધ પ્રોજેકેટોની વિડીયોગ્રાફીમાં ડ્રોન કેમેરો ઉપયોગી થઇ રહ્યો છે. એટલું જ નહીં ભાઠા જેવા વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્વવ છે ત્યાં ડ્રોન મારફતે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેથી ભવિષ્ય માં પાલિકા ડ્રોન નો ઉપયોગ વધારશે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...