તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયરનું સન્માન:સુરતના DCP સરોજકુમારીને નવી દિલ્હીમાં 'મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો' એવોર્ડ એનાયત

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફૂટપાથ પર તેમજ બ્રિજ નીચે મળી આવતા લોકો ભૂખ્યા ન રહે એ માટે 'પોલીસ કિચન' શરૂ કર્યું હતું. - Divya Bhaskar
ફૂટપાથ પર તેમજ બ્રિજ નીચે મળી આવતા લોકો ભૂખ્યા ન રહે એ માટે 'પોલીસ કિચન' શરૂ કર્યું હતું.
  • પોલીસ ફરજ સાથોસાથ કોરોનાકાળમાં પ્રશંસનીય સેવાકાર્ય માટે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કરાયું બહુમાન
  • 'કમ્યુનિટી પોલિસીંગ' દ્વારા સ્વજનની જેમ સેવા અને મદદની ભાવનાથી કોરોનાની કટોકટીમાં લોકો માટે સતત કાર્યરત રહ્યાં

કોરોના મહામારી દરમિયાન કોરોના વોરિયર્સની અવિરત મહેનત અને જનતાના સાથ સહકારથી દેશ કોરોના સામે સફળતાપૂર્વક લડત લડી રહ્યો રહ્યો છે. જેને પગલે કોરોનાના અંતનો આરંભ થઈ ચૂક્યો છે, ત્યારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના 29મા સ્થાપના દિવસ- 31મી જાન્યુઆરીએ મહિલા કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કોરોના મહામારી તેમજ લોકડાઉનમાં પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યભરમાંથી એકમાત્ર સુરતના ડી.સી.પી. સરોજકુમારીને નવી દિલ્હી ખાતે 'મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીના હસ્તે સરોજકુમારીનું બહુમાન
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રતનલાલ કટારિયા અને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્માની ઉપસ્થિતિમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે સરોજકુમારીને એવોર્ડ આપી બહુમાન કરાયું હતું. દેશભરમાંથી પોલીસ, આરોગ્ય અને સ્વચ્છતા એમ ત્રણ કેટેગરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર દેશભરના ચુનિંદા મહિલા કોવિડ યોદ્ધાઓને સન્માનિત કરાયા હતાં.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે સરોજકુમારીને એવોર્ડ આપી બહુમાન કરાયું હતું.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે સરોજકુમારીને એવોર્ડ આપી બહુમાન કરાયું હતું.

કોરોના કાળમાં વડોદરામાં જરૂરિયાતમંદોને રાતદિવસ ભોજન પૂરૂ પાડ્યું
આઈ.પી.એસ. સરોજકુમારીએ બાહોશ પોલીસ અધિકારી તરીકે ફરજની સાથોસાથ સામાજિક કાર્યો માટે પણ નામના મેળવી છે. વડોદરા શહેર ખાતે તત્કાલિન નાયબ પોલીસ કમિશનર (વહીવટ અને મુખ્ય મથક)ની ફરજ દરમિયાન કોરોના મહામારી તેમજ લોકડાઉનમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં પ્રશંસનીય કામગીરી કરી હતી. ત્યાર બાદ તેઓ 6 ઓગસ્ટ 2020ના રોજ વડોદરાથી ટ્રાન્સફર થઈ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે નાયબ પોલીસ કમિશ્નર, (વહીવટ અને મુખ્ય મથક) તરીકે ફરજ બજાવે છે. વડોદરા શહેરમાં લોકડાઉન દરમિયાન શ્રમજીવી, ગરીબો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, ફૂટપાથ પર તેમજ બ્રિજ નીચે મળી આવતા લોકો ભૂખ્યા ન રહે એ માટે 'પોલીસ કિચન' શરૂ કરી પોલીસ ટીમની મદદથી તેમણે રાતદિવસ ભોજન પૂરૂ પાડ્યું હતું.

'કમ્યુનિટી પોલિસીંગ' એટલે કે પોલીસ દ્વારા ભાવનાત્મક અભિગમ દ્વારા સ્વજનની જેમ સેવા અને મદદની ભાવનાથી કોરોના કટોકટીમાં લોકો માટે સતત કાર્યરત રહ્યાં હતાં. તેમની દોરવણી હેઠળ વડોદરા શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી બહેનો જ રસોઈ બનાવતી અને વિવિધ સ્થળોએ જાતે જ ભોજન વિતરણ કરતી. નોકરીનો સમય પૂર્ણ થયાં બાદ પોલીસ બહેનો પોતાના ઘર-પરિવારની જવાબદારી સાચવવાની સાથે વડોદરા પોલીસ હેડ ક્વાર્ટર, પ્રતાપનગર ખાતે આવીને પોલીસ કિચનમાં 400 થી 500 લોકોનું ભોજન બનાવતી હતી.

'સમજ સ્પર્શ' પ્રોજેક્ટ હેઠળ દરરોજ 800 લોકોને ભોજન વિતરણ કર્યું
સરોજ કુમારી જેટલી નિષ્ઠાથી પોલીસ અધિકારી તરીકે કામ કરે છે, તેટલી જ નિષ્ઠાથી તેઓ સમાજિક કામો પણ કરે છે. તેમની કાબેલિયતને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસે 'સમજ સ્પર્શ' નામનો પ્રોજેક્ટ સોંપ્યો હતો. સમજ સ્પર્શ ટીમ દ્વારા અનલોક જાહેર થયું ત્યાં સુધી સ્લમ વિસ્તારમાં રહેતાં ગરીબ, મજુર વર્ગના 800 લોકોને દરરોજ ભોજન વિતરણ કર્યું હતું.

શ્રમિકોની હેરફેર અને સિનિયર સિટીઝન્સની સેવા કરવાની તક મળીઃ સરોજ કુમારી
આ અંગે સરોજકુમારી જણાવે છે કે, 'ગુજરાત પોલીસ દ્વારા મારી ફરજ અને કામગીરીને ધ્યાને લઈને એવોર્ડ માટે મારૂ નામ મોકલવામાં આવ્યું હતું. એવોર્ડ મેળવીને એટલી જ ખુશી મળે છે જેટલી લોકડાઉન અને કોરોના દરમિયાન જરૂરિયાતમંદોની સેવા કરવામાં મળતી હતી. કાયદો અને વ્યવસ્થાના પાલન સાથે લોકો સુરક્ષિત રહે, કોરોનામુક્ત રહે અને ભયનો માહોલ દૂર થાય એ અમારી પ્રાથમિકતા હતી. સાથોસાથ ગરીબો અને વંચિતો સુધી ભોજન પહોંચાડવા, શ્રમિકોની હેરફેર અને સિનિયર સિટીઝન્સની સેવા કરવાની તક મળી હતી. વડોદરા પોલીસના સહયોગથી ફરજના ભાગરૂપે સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા આપવામાં આવતાં માસ્ક, દવા, ભોજન વગેરે પણ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવ્યા હતાં

સિનિયર સિટીઝન્સને મુશ્કેલી ન પડે તે માટે સિનિયર સિટીઝન સેલ શરૂ કરી
સરોજકુમારીએ વધુમાં જણાવ્યું કે, સિનિયર સિટીઝન્સને મુશ્કેલી ન પડે એ માટે વરિષ્ઠ નિર્ભયમ સેલ (સિનિયર સિટીઝન સેલ) શરૂ કરી એક મોબાઈલ નંબર જાહેર કર્યો. અને કોઈ પણ વરિષ્ઠ નાગરિક સીધા આ મોબાઈલ પર કોલ કરીને મદદ મેળવી શકે એવી વ્યવસ્થા કરી. જેમાં આશરે ચાર હજાર વૃદ્ધોને મદદ પૂરી પાડી હતી. જરૂરિયાત ધરાવતા સિનિયર સિટિઝનોને કરિયાણું, ટિફીન, દવા, મેડિકલ સારવાર પણ આપી. ઘણા સિનિયર સિટીઝન્સ એકલતા અનુભવતા હોય અને કોરોના ભયથી માનસિક રીતે હતાશ થયાં હોય તેમને સાંત્વના અને મદદ માટે એમ.એસ.યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક વિભાગના પ્રોફેસરો, કર્મચારીઓ અને કાઉન્સેલિંગ સ્ટાફની મદદ લેવામાં આવી હતી. ખાનગી રિધમ હોસ્પિટલે સેવાયજ્ઞમાં સહકાર આપી શારીરિક સમસ્યા, બિમારીઓની વિનામૂલ્યે સારવાર આપી હતી.

પોલીસ જવાનો કે પરિવારજનો સંક્રમિત ન થાય તે માટે તમામને જરૂરી વસ્તુઓ પુરી પાડી
તેઓ જણાવે છે કે, 'પોલીસ પરિવાર અભિયાન હેઠળ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના સહયોગથી પોલીસ કંટ્રોલ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા ફરજ પરના પોલીસ જવાનો કે પરિવારજનો કોરોના સંક્રમિત ન થાય તે માટે તમામને સેનેટાઈઝર, માસ્ક, ફેસ શિલ્ડ, PPE સુટ ફાળવવામાં આવ્યાં. સમયાંતરે હેલ્થ ચેક અપ, ન્યુટ્રીશનલ ભોજન, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક- હોમિયોપેથીક દવાઓ, વિટામિન સીના પાઉચ, વિટામિન ટેબ્લેટ આપી તેમને કાર્યક્ષમ બનાવવા સાથે મનોબળ જળવાઈ રહે એ માટે ખાસ પગલા લેવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો