ગેંગ ઝડપાઈ:દેશભરમાં અલગ અલગ બેંકના ATM સેન્ટરમાંથી રૂપિયા ઉપાડનારને ટાર્ગેટ કરી છેતરપિંડી કરતી ટોળકીને સુરત સાયબર સેલે પકડી પાડી

સુરત2 મહિનો પહેલા
પોલીસે આરોપીઓને ઝડપી લઈને મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે.
  • એટીએમ કાર્ડ બદલીને ગેંગ દ્વારા ઠગાઈ કરાતી હતી

મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશના અલગ અલગ શહેરોના અલગ અલગ બેંકના એ.ટી.એમ. સેન્ટરમાં રૂપીયા ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરી છેતરપિંડી કરતી ઉત્તર પ્રદેશની ગેગને સુરત સાયબર સેલે ઝડપી પાડી છે. રૂપીયા ઉપાડવામા મદદ કરવાના બહાને લોકોને વાતોમાં લઇ પાસવર્ડ ચોરી કરી એ.ટી.એમ. કાર્ડ બદલી રૂપીયા ઉપાડી છેતરપીંડી કરતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ પાંડેસરા છેતરપિંડી નો કેસ ઉકેલાવામાં પોલીસ ને સફળતા મળી છે.

આરોપીઓ અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ રાખતાં હતાં.
આરોપીઓ અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ રાખતાં હતાં.

પાંડેસરાના યુવક સાથે ઠગાઈ થયેલી
શરદ સિંઘલ (અધિક પોલીસ કમિશનર ટ્રાફિક અને ક્રાઈમ,સુરત)એ જણાવ્યું હતું કે, તા 21 ઓગસ્ટ 2021ના રોજ એક યુવક પાંડેસરા બાટલી બોય બ્રાન્ચ ની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના ATM સેન્ટરમાં પૈસા જમા કરાવતી વખતે પાછળ ઉભેલા બે અજાણ્યા ઇસમોએ પાસવર્ડ જોઈ વિશ્વનાથ રામચંદ્ર મિશ્રા ઉ.વ.50 ધંધો-વેપાર (રહે નં.253, ક્રિષ્ના નગર, વડોદગામ, પાંડેસરા, સુરત, મુળ રહે-ગામ પોસ્ટ-નૌગઢ થાના/જી-ઔરંગાબાદ બિહાર) ખાતામાંથી એ.ટી.એમ કાર્ડની મદદથી 5 તબક્કામાં રૂપિયા 50200 ની રોકડ ઉપાડી લીધી હતી. ત્યારબાદ પાંડેસરા શક્તિ પેટ્રોલીયમ ખાતેથી કાર્ડ સ્વાઇપ કરી તેમજ રૂપિયા 1228નું સુરત અઠવાલાઇન્સ ખાતે આવેલ ધીરજ સન્સ માંથી ખરીદી કરી હતી.

આરોપીઓએ સુરત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ છેતરપિંડી કરી હતી.
આરોપીઓએ સુરત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ છેતરપિંડી કરી હતી.

ઉધનામાં છેતરપિંડી થયેલી
ઉધના ત્રણ રસ્તા ખાતે આવેલ સુરત ગેરેજ/પેટ્રોલ પંપ ખાતેથી સ્વાઇપ કરી રૂપિયા 5000 અને 5400 ઉપાડય હતા. એટલું જ નહીં પણ 7000 અને રૂપિયા 2600 રાજેન્દ્ર એસ. શાહ નામના વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જેને લઈ વિશ્વનાથ મિશ્રાએ રૂપિયા 71438 ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી.ઠગબાજ બન્ને આરોપીઓ પૈકી એકએ લાલ કલરની તથા બીજા ઇસમેં કાળા કલરની ટી-શર્ટ પહેરી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આરોપીઓ પાસેથી મોબાઈલ અને એટીએમ કાર્ડ સહિતનો મુદ્દામાલ ઝડપાયો હતો.
આરોપીઓ પાસેથી મોબાઈલ અને એટીએમ કાર્ડ સહિતનો મુદ્દામાલ ઝડપાયો હતો.

આરોપીઓની પૂછપરછ શરૂ
શરદ સિંઘલએ વધુમાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન શકમંદ હાલતમાં પકડાયેલા (1) તૌફીકખાન ઉર્ફે બબ્બે મુસ્તકીમ ઉ.વ.29 ધંધો-વેપાર રહે.ગામ-બાબુતારા, સગારા સુંદરપુર થાના-લાલગંજ તા.લાલગંજ જી.પ્રતાપગઢ (યુ.પી.) (2) રિયાઝખાન સિરતાઝખાન ઉ.વ.32 ધંધો-ડ્રાયવર રહે.ગામ-બાબુતારા, સગારા સુંદરપુર થાના લાલગંજ તા.લાલગંજ જી.પ્રતાપગઢ (યુ.પી.) (3) હબીબ નવાબ શેખ ઉ.વ.50 ધંધો કડીયાકામ રહે લાલા સરદારનગર ઝુપડપટ્ટી, દેવપુર જી.ધુલીયા મહારાષ્ટ્ર) (4) મોહમ્મદ ઇરફાન મોહમ્મદ મુનીરખાન ઉ.વ.૩૫ ધંધો- ડ્રાયવર રહે ગામ-બાબુતારા, સગરા સુંદરપુર થાના લાલગેજ તા.લાલગેજ જી પ્રતાપગઢ (યુ.પી.)ને શોધી કાઢવામાં આવ્યા છે. જેઓની હજી તપાસ અને પૂછપરછ ચાલી રહી છે.

પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લઈને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.
પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લઈને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.

આરોપીઓ પાસેથી પકડાયેલ મુદ્દામાલ
મોબાઇલ નંગ-05
અલગ અલગ બેંકોના ATM કાર્ડ નંગ-19
રોકડા રૂ.15,000
એક ફોર વ્હીલ ગાડી