ભેદ ઉકેલાયો:સુરતમાંથી બે રીઢા વાહનચોર ઝડપાયા, MD ડ્રગ્સના નશાની તલપ પુરી કરવા વાહનચોરીને હરતા ફરતાં

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડ્રગ્સના નશો કરી વાહન ચોરતા બે રીઢા આરોપીને પોલીસે ઝડપી લઈ વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. - Divya Bhaskar
ડ્રગ્સના નશો કરી વાહન ચોરતા બે રીઢા આરોપીને પોલીસે ઝડપી લઈ વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
  • ઝડપાયેલા આરોપીઓ પાસેથી અન્ય વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાવાની શક્યતા

સુરતમાં દિવસે દિવસે વાહનચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ક્રાઈમ બ્રાંચ દ્વારા બે રીઢા વાહનચોરોને ઝડપી લઈને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વાહનચોરી કરતાં બન્ને રીઢા ગુનેગારો MD ડ્રગ્સના નશાના રવાડે ચડ્યાં બાદ MD ડ્રગ્સના નશાની તલપ પુરી કરવા માટે વાહનચોરી કરતાં હતાં. વાહનચોર્યા બાદ વાહનમાંથી પેટ્રોલ-ડીઝલ ખૂટે એટલે વાહનને જે તે જગ્યાએ છોડી દઈને અન્ય વાહન ચોરીને હરવા ફરવાનો શોખ પૂરો કરતાં હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે રીઢા ગુનેગાર પાસેથી 5 વાહનો કબ્જે કરીને 5 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

આરોપી ચોરીનું વાહન જે તે સ્થળે છોડીને નાસી જતા હતા.
આરોપી ચોરીનું વાહન જે તે સ્થળે છોડીને નાસી જતા હતા.

બાતમીના આધારે ઝડપાયા
ડીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમીના આધારે અગાઉ વાહનચોરીમાં ઝડપાયેલા ભીંડી બજાર ખાતે રહેતા જિશાન ઉર્ફે રિક્કી મઝહર શેખ અને તેના સાગરીત સૌયદ એઝાજ સૈયદ નૂરમોહમદ સૈયદને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેઓની પાસેથી બે વાહનો કબ્જે કરી તેઓની પૂછપરછ કરી હતી. જેમાં પોલીસ તપાસમાં તેઓએ અન્ય ત્રણ વાહનો પણ ચોરી કરી પાંડેસરા સ્થિત સિદ્ધાર્થ નગર નહેર પાસે બિન વરસી હાલતમાં મૂકી દીધા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ત્યાંથી ત્રણ વાહનો કબ્જે કર્યા હતાં. આમ પોલીસે કુલ 5 વાહનો કબ્જે કર્યા છે.

આરોપીઓ પાસેથી વધુ વાહનચોરીના ગુનાના ભેદ ઉકેલાઈ તેવી પોલીસને આશંકા છે.
આરોપીઓ પાસેથી વધુ વાહનચોરીના ગુનાના ભેદ ઉકેલાઈ તેવી પોલીસને આશંકા છે.

આરોપી ડ્રગ્સના શાના આદી
પોલીસ તપાસમાં વધુ જાણવા મળ્યું હતું કે, આરોપીઓ MD ડ્રગ્સનો નશો કરે છે અને નશો કર્યા બાદ રખડવા માટે વાહનો ચોરી કરતા હતાં. પેટ્રોલ પૂરું થયા બાદ પાંડેસરા સિદ્ધાર્થ નગર પાસે મૂકી ફરાર થઈ જતા હતા.પોલીસે કુલ 5 વાહનો કબ્જે કરી સલાબતપુરા પોલીસ મથકના બે ગુનાના ભેદ, ખટોદરાનો એક, લાલગેટ અને ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા એક ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.ઝડપાયેલો આરોપી જિશાન ભૂતકાળમાં 8 વખત વાહનચોરીના ગુનામાં તેમજ પાંચમા મહિનામાં 2021માં પાસા હેઠળ ડિટેઇન કરી અમદાવાદ મધસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.