દારૂ ઝડપાયો:સુરત ક્રાઈમ બ્રાન્ચે 12 લાખના દારૂ સાથે આઈસર ઝડપી પાડી, 2 આરોપીની ધરપકડ

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડીસીબીએ ટેમ્પાના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી - Divya Bhaskar
ડીસીબીએ ટેમ્પાના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી
  • રૂ. 17 લાખની મત્તા કબજે કરી પોલીસે દારૂ મંગાવનાર અને મોકલનાર 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા

સુરત ક્રાઈમ બ્રાન્ચે કતારગામ ગોટાલાવાડી સર્કલ પાસે વોચ ગોઠવી આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા 12 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ડીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, કેટલાક લોકો આઈસર ટેમ્પામાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે.

પોલીસે કામરેજ ખાતે રહેતા ટેમ્પાના ડ્રાઈવર મહેશ ઘનશ્યામભાઈ મહેતા અને ક્લીનર ચંદન ગુલાબ ગૌતમની ધરપકડ કરી હતી. પોલીસે 5 લાખની કિંમતનો ટેમ્પો, દારૂ, ત્રણ મળી કુલ 17 લાખની મત્તા કબ્જે કરી હતી.

પોલીસે રૂ. 12 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો
પોલીસે રૂ. 12 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા આ દારૂનો જત્થો જીતુ માલિયો નામના ઇસમેં મંગાવ્યો હતો અને વીરેન્દ્ર ઉર્ફે રાજુ પંડિત ઉમા પ્રસાદ મિશ્રાએ મોકલ્યો હતો. જેથી પોલીસે દારૂ મંગાવનાર અને મોકલનાર બંને ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઝડપાયેલો આરોપી મહેશ ઘનશ્યામ મહેતા અને ચંદન ગુલાબ ગૌતમ અગાઉ નવસારી રૂરલ પોલીસ મથકમાં પણ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચુક્યા છે. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...