તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોઝિટિવ પ્રયાસ:સુરત કોવિડ હોસ્પિટલમાં વૃદ્ધ દર્દીઓએ 'શિરડીવાલે સાંઈબાબા' ગીત પર તાલ મીલાવ્યો, સ્ટાફે પણ સાથ આપ્યો

સુરત16 દિવસ પહેલા
આરજે મેડીના ગીત પર કોરોનાના વૃદ્ધ દર્દીઓ બેડ પર બેઠાં-બેઠાં જ ઝૂમી ઉઠ્યા.
  • કોરોનાના દર્દીએ ખરાબ દિવસો એક દિવસે તો પૂર્ણ થશે તેવો સંદેશ આપ્યો

એક તરફ સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી છે. આવા સમયે દર્દીઓમાં નકારાત્મકતા ન આવે તે માટે સુરતમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને ગીત સંભળાવી પોઝિટિવિટીનો અનુભવ કરાવવાનો પ્રયાસ માય એફએમના આરજે મેડી દ્વારા કરવામાં આવ્યો હતો. આરજે મેડીના 'શિરડીવાલે સાંઈબાબા' ગીત પર કોરોના પોઝિટિવ વૃદ્ધ દર્દીઓએ તાલ મીલાવ્યો હતો. જેમાં સ્ટાફે પણ સાથ આપ્યો હતો.

વૃદ્ધોએ ગીત પર તાલ મીલાવ્યો હતો.
વૃદ્ધોએ ગીત પર તાલ મીલાવ્યો હતો.

કોરોના પોઝિટિવ દર્દીની સ્થિતિ તેઓ જ સમજી શકે
કોરોના પોઝિટિવ આવ્યા પછી વિચારો નેગેટિવ થઈ જતા હોય છે અને ચારે બાજુ નેગેટિવિટી જોવા મળે છે. પરિવારથી દૂર હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓની સ્થિતિ તો માત્ર તેઓ જ સમજી શકે છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ સકારાત્મક અને સકારાત્મક વિચારો થકી કેવી રીતે સારવારનો સમય પસાર કરી શકાય એ અંગે સુરતના કોવિડ હોસ્પિટલમાં દર્દીએ જણાવ્યું છે.

કોવિડ હોસ્પિટલમાં ગીત સાંભળી વૃદ્ધો ખુશ થઈ ગયા હતા.
કોવિડ હોસ્પિટલમાં ગીત સાંભળી વૃદ્ધો ખુશ થઈ ગયા હતા.

લોકોને ગીત સંભળાવી દર્દીઓને આપી હિંમત
છેલ્લા કેટલાક સમયથી સુરતમા કેસો વધી રહ્યા છે અને લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં માય એફએમના આરજે મેડી દ્વારા કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પોઝિટિવિટી આપવા માટે એક પ્રયાસ કર્યો હતો. એક કલાક જેટલો સમય કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ વચ્ચે રહી તેમને ગીતે સંભળાવ્યા હતા. જેથી દર્દીઓ પણ ખુશ થઈ ગયા હતા. ગીત સાથે તેમણે પણ તાલ મીલાવ્યો હતો. આ સાથે જ તેમણે દર્દીઓને હિંમત આપી હતી. આ પ્રયાસમાં અનિસ અને યુથ નેશન સંસ્થાએ સહયોગ આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો