નરાધમને આકરી સજા:સુરતમાં 29 દિવસમાં છેલ્લા શ્વાસ સુધીની જેલ પામેલા નરપિશાચે બાળકી સાથે પાશવી રીતે દુષ્કર્મ આચરતા ગુપ્તાંગમાં પાંચ ટાંકા લેવા પડેલા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર્ટે ત્વરિત ન્યાય આપીને આરોપીને આકરામાં આકરી સજા સાથે દંડ ફટકાર્યો છે. - Divya Bhaskar
કોર્ટે ત્વરિત ન્યાય આપીને આરોપીને આકરામાં આકરી સજા સાથે દંડ ફટકાર્યો છે.
  • દુષ્કર્મ બાદ બાળકીને તત્કાળ સારવાર ન મળી હોત તો જીવ બચાવવો મુશ્કેલ હતો
  • દુષ્કર્મીએ માસૂમનું ગળું દબાવી હત્યા કરવાની કોશિષ કરતાં ગળામાં નખ ઘુસેલા

સુરત જિલ્લા સેશન્સ કોર્ટે જાહેર કરેલા એક ઐતિહાસિક ચૂકાદામાં દુષ્કર્મીને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલવાસ ફટકારવામાં આવ્યો છે. આરોપીએ 12મી ઓક્ટોબરના રોજ જે બેરહેમીપૂર્વક ઘર આંગણેથી રમતી માસૂમ બાળકીને ઉપાડી લઈ જઈ બર્બરતા દાખવી તે રૂંવાડાં ખડા કરી દે તેવી છે. દુષ્કર્મી હનુમાન ઉર્ફે અજય મંગી નિશાદ ( કેવટ )એ બાળકી સાથે પાશવી રીતે દુષ્કૃત્ય આચર્યું હતું. એટલું જ નહીં, પરંતુ ત્યારબાદ બાળકીને ઝાડીઓમાં ફેંકી દીધી હતી. જેથી બાળકી જ્યારે મળી આવી ત્યારે તેના ગુપ્તાંગમાંથી લોહી નીકળ્યું હતું. તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જઈ ત્યાં પાંચ ટાંકા લેવા પડ્યાં હતાં. જો બાળકીને સારવારમાં મોડું થયું હોત તો જીવ પણ બચાવવો મુશ્કેલ થયો હોત.

પોલીસે ટીમ બનાવી બાળકીને ઉગારી
બાળકી ગૂમ થયાના ટૂંકા જ સમયમાં પોલીસે ટીમ બનાવીને બાળકીની શોધખોળ આદરી હતી. જેમાં બાળકી ઝાડીમાંથી મળી આવ્યા બાદ બાળાના ગુપ્તાંગમાંથી લીહી નીકળી રહ્યું હતું. આ દરમિયાન જો સમયસર સિવિલ નહીં લઈ જવાઈ હોત તો બાળકીને બચાવવી મુશ્કેલ બની હોત. સિવિલમાં પણ તત્કાળ સારવાર શરૂ કરતા બાળાના ગુપ્તાંગના ભાગે નીકળતા લોહીને અટકાવા માટે પાંચ ટાંકા લેવા પડયા હતા. જયારે ગળાના ભાગે પણ ગળુ દબાવાની કોશિષમાં આરોપીના નખ તેંણીને ગળામાં ધૂસી ગયા હતા.

દુષ્કર્મી બે બાળકોનો પિતા છે
બાળા પોતાના ઘર પાસે અન્ય બે બાળકો સાથે રમતી હતી એ સમયે આરોપી બે બાળકોના પિતા હનુમાન ઉર્ફે અજય મંગી નિશાદ ( કેવટ ) ( ઉ.વ.38)એ બાળાને મોસંબી અને જયુસ (ફ્રૂટ સલાડ) તથા સમોસા ખવડાવાની લાલચ આપીને જીઆઈડીસીના બાવળની ઝાડી ઝાંખરા વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યાં જઈ બાળા સાથે જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ પાપ છૂપાવા માટે ગળુ દબાવી બાળાને મારી નાંખવાની પણ કોશિષ કરી ફરાર થઈ ગયો હતો.

તાબડતોડ ચુકાદો
પાંચ વર્ષની માસુમ બાળાનું તેના ઘર પાસેથી અપહરણ કરી બળાત્કાર ગુજરાવા તેમજ તેંણીને ગળુ દબાવી મારી નાંખવાના ગુનામાં આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. કોર્ટે ફકત પાંચ દિવસની ટ્રાયલ(સુનાવણી)ને અંતે આરોપીને કોર્ટે સજા ફટકારી છે. આ માટે ગત તા. 28મીના રોજ એક દિવસ કોર્ટ કાર્યવાહી રાત્રે બાર વાગ્યા સુધી ચાલુ રખાઈ હતી.
આ સમગ્ર ચકચારી કેસમાં તાબડતોડ ચુકાદો આવતાં બાળકીને ન્યાય ત્વરિત મળ્યો છે.