નરાધમોને મોકલાશે મોતને દ્વાર:સુરતમાં માસૂમ સાથે દુષ્કર્મ આચરનારા સામે કોર્ટનું આકરૂં વલણ, બાળકીઓના ત્રીજા નરાધમ ગુનેગારને ફાંસીની સજા ફટકારાઈ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત કોર્ટે નરપિશાચી કૃત્ય આચરનારા નરાધમોને ઝડપથી કડક ચુકાદા આપ્યા છે. - Divya Bhaskar
સુરત કોર્ટે નરપિશાચી કૃત્ય આચરનારા નરાધમોને ઝડપથી કડક ચુકાદા આપ્યા છે.
  • અનિલ યાદવ 2018માં દુષ્કર્મ આચર્યા બાદ ફાંસીની સજા મળી હતી
  • સેશન્સ કોર્ટ દ્વારા બે વર્ષમાં બીજા નરાધમને ફાંસીની સજા અપાઈ છે
  • સેશન્સ કોર્ટે દિનેશ બૈસાણેને પણ કોર્ટે ફાંસીએ લટકાવી દેવાનો હુકમ કર્યો

સુરત સેશન્સ કોર્ટ દ્વારા આજે 10 વર્ષની બાળકી સાથે બદકામ કરીને ઈંટના ઘા મારી મોતને ઘાટ ઉતારનારા આરોપીને આકરી સજા ફટકારતાં ફાંસીનો હુકમ કર્યો છે. આરોપીઓ બાળકી સાથે કરેલા બર્બરતાપૂર્ણ કૃત્યની કોર્ટે નોધ લઈને આરોપીને આકરી સજા અલગ અલગ કલમ અનુસાર ફટકારીને દેહાંતદંડ કર્યો છે. ત્યારે કોર્ટે 10 જ દિવસમાં બીજા એક આરોપીને ફાંસીની સજા ફટકારી સમાજમાં એક દાખલો બેસાડવા અને દુષ્કર્મીઓમાં સજાનો ખોફ બેસાડવા પ્રયાસ કર્યો છે. ત્યારે બાળકીઓ પર દુષ્કર્મ ગુજારનાર ગુડ્ડુ યાદવ, અનિલ યાદવ બાદ દિનેશ બૈસાણેને પણ ફાંસીએ લટકાવવાનો કોર્ટે હુકમ કર્યો છે.જ્યારે મહિના અગાઉ જ હનુમાન નિસાદને આજીવન કેદની સજા ફટકારીને કોર્ટે તત્કાળ ચુકાદાની સાથે દુષ્કર્મીઓ તરફી કડકાઈ દર્શાવી હતી.

8 દિવસમાં ચાર્જશીટ, 7 દિવસ ટ્રાયલ, 33માં દિવસે ચુકાદો
દિવાળીની આગળી રાત્રિ એટલે કે ચોથી નવેમ્બરના રોજ માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને પરપ્રાંતિ એવો ગુડ્ડુ યાદવ બાળકીનું અપહરણ કરીને વડોદ નજીક ઝાડીઝાખરમાં લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ ગુજારી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. આરોપી બે દિવસ બાદ પોલીસ ગીરફતમાં આવ્યો હતો. બાદમાં પાંડેસરા પોલીસે સાત જ દિવસમાં ચાર્જશીટ રૂજ કરી દીધી હતી અને સરકાર પક્ષે દિવસમાં જ ટ્રાયલ પુરી કરી હતી. કુલ 69 સાક્ષી પૈકી સરકાર પક્ષે 42 સાક્ષી જ ચકાસ્યા હતા.

અનિલ યાદવે ચોકલેટની લાલચે દુષ્કર્મ આચરેલું
લિંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની માસુમ બાળકી ને મૂળ બિહારના બક્સર જિલ્લાના વતની 24 વર્ષીય અનિલ સુરેન્દ્રસિંગ યાદવ તા.14-10-2018ના રોજ ચોકલેટ આપવાના બહાને પોતાની સાથે લઈ જઈ બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરી હતી.નરાધમ અનિલ યાદવે ભોગ બનનાર બાળકી પર રેપ કરીને તેની હત્યા કર્યા બાદ લાશને કોથળામાં મુકીને પોતાનો રૃમ બંધ કરીને વતનમાં નાસી ગયો હતો.જેથી ભોગ બનનાર બાળકીના માતાની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે આરોપીની રેપ વિથ મર્ડર તથા પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતા.ચકચારી રેપ વીથ મર્ડર કેસની સાત મહીનાની સ્પીડી ટ્રાયલ ચાલી હતી.જે દરમિયાન આ કેસમાં ખાસ નિયુક્ત મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા તથા એપીપી કુ.રિન્કુ પારેખે 31 સાક્ષીઓની મદદથી ફરિયાદપક્ષનો કેસ નિઃશકપણે પુરવાર કરી આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ અનિલ યાદવને ફાંસીની સજાની માંગ કરી હતી.જેને સુરત એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ માન્ય રાખી ગઈ તા.31મી જુલાઈના રોજ માન્ય રાખી અનિલ યાદવને કેપીટલ પનીશમેન્ટ તથા દંડની સજા ફટકારી હતી.

15 દિવસમાં ચાર્જશીટ રજૂ થઈ
આરોપી દિનેશ બૈસાણેના કેસમાં કોર્ટે સંવેદનશીલતાને જોતાં પોલીસે તમામ તપાસ આટોપીને માત્ર 15 દિવસમાં દિનેશ બૈસાણે સામે 232 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તમામ વૈજ્ઞાનિક પૂરાવા જોતા વડાપાઉંની લાલચ આપીને દુષ્કર્મ આચરનારા દિનેશને કોર્ટે કોઈ જ રહેમ ન રાખીને ફાંસીના માચડે લટાવવાનો હુકમ કર્યો હતો.

29 દિવસમાં છેલ્લા શ્વાસ સુધીની સજા
સુરતની પોક્સો કોર્ટે રેપની ઘટનામાં ઝડપી ચુકાદો આપતા 4 વર્ષની બાળકીના રેપિસ્ટને બનાવના 29 દિવસમાં જ જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદ કરી છે. કોર્ટે માત્ર પાંચ જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને રાત્રે 12 વાગ્યા સુધી કાર્યવાહી ચલાવી આરોપીને આકરી સજા ફટકારી છે. ગત 12-10-2021ના રોજ સચિન જીઆઇડીસીમાં ઝાડી ઝાંખરામાંથી દુષ્કર્મ થયેલી હાલતમાં બાળકી મળી આવી હતી. ત્યારબાદ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ વિભાગોએ જબરદસ્ત સંકલન સાધીને આરોપી હનુમાન નિસાદને આજીવન કેદની સજાની સાથે સાથે દંડ ફટકાર્યો છે.ભોગ બનનાર બાળકી અને તેના પરિવારને સૌથી વધુ 15 લાખ રૂપિયાનું વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...