કોરોના સુરત LIVE:સિટીમાં 3 અને જિલ્લામાં વધુ 1 કેસ, પોઝિટિવ કેસનો આંક 143801 થયો, વધુ 8 દર્દી ડિસ્ચાર્જ

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં વેક્સિનેશનની ગતિ પાલિકાએ જાળવી રાખી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
શહેરમાં વેક્સિનેશનની ગતિ પાલિકાએ જાળવી રાખી છે.(ફાઈલ તસવીર)
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસ વધીને 88 થયાં

શહેર અને જિલ્લામાં ધીમા પગલે કોરોના સંક્રમણ આગળ વધી રહ્યું છે. ત્યારે કોરોનાને કાબૂમાં રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. આજ રોજ શહેરમાં 3 અને જિલ્લામાં 1 કેસ મળી 4 કેસનો વધારો થયો છે. જેથી પોઝિટિવ કેસનો આંક 143801 પર પહોંચી ગયો છે.

એક્ટિવ કેસની સંખ્યામાં વધારો
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેરમાં આજ રોજ 3 અને જિલ્લામાં 1 કેસ સાથે કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી કુલ સંખ્યા 143801 થઈ છે. એક પણ મોત ન થતાં મૃત્યુઆંક 2115 પર યથાવત છે. 8 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા રજા અપાઈ હતી. કુલ 141602 દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 84 થઈ ગઈ છે.

વેક્સિનેશનમાં સુરત અવ્વલ
સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન મહા અભિયાનને લઈને પહેલાથી જ ખૂબ જ સક્રિય રીતે આયોજન કરવાનું શરૂ રાખ્યું હતું. જેને પરિણામે આજે સુરત મહાનગરપાલિકા રાજ્યની અન્ય મોટા મહાનગરપાલિકાની સરખામણીએ સૌથી પહેલા 100% વેક્સિનેશન કરાવવામાં સફળ રહી છે. કોરોના રસીના બે ડોઝ લેવા ફરજિયાત છે. જેમાં સુરત શહેરના તમામ લોકોને ફર્સ્ટ ડોઝ આપવામાં સુરત મહાનગરપાલિકા સફળ રહી છે.

આજે 189 સેન્ટર પર રસીકરણ
શહેરમાં આજે કોરોના વિરોધી રસીકરણ 189 સેન્ટર પર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 123 સેન્ટર પર કોવિશિલ્ડ અને 2 સેન્ટર વિદેશ જનારા માટે ફાળવવામાં આવ્યાં છે. જ્યારે 49 સેન્ટર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર માટે ફાળવાયાં છે. જ્યારે 11 સેન્ટર પર કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે.

વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ