કોરોના સુરત LIVE:સિટીમાં 8 અને જિલ્લામાં 1 કેસ સાથે પોઝિટિવ કેસનો આંક 143760 પર પહોંચ્યો, વધુ 4 દર્દી ડિસ્ચાર્જ થયા

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
તેજ ગતિએ ચાલતાં વેક્સિનેશન અભિયાનને બ્રેક લાગી ગઈ છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
તેજ ગતિએ ચાલતાં વેક્સિનેશન અભિયાનને બ્રેક લાગી ગઈ છે.(ફાઈલ તસવીર)
  • એક્ટિવ કેસની સંખ્યા વધીને 76 થઈ ગઈ

શહેરમાં ફરી કોરોનાનો સળવળાટ વધી રહ્યો હોય પાલિકાનું આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. જ્યાં કેસ આવે છે તે વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે. આજ રોજ શહેરમાં 08 અને જિલ્લામાં 01 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 09 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143760 થઈ ગઈ છે.

એક્ટિવ કેસની સંખ્યા વધીને 76 થઈ
ગત રોજ શહેરમાં 08 અને જિલ્લામાં 01 કેસ નોંધાયાં છે. જેથી શહેર અને જિલ્લામાં કુલ 09 કેસ નોંધાતા કુલ કેસ 143760 થયા છે. બીજી તરફ શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. ગત રોજ શહેરમાંથી 04 અને જિલ્લામાંથી 00 મળી કુલ 04 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141569 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 76 થઈ ગઈ છે.

રસીકરણ વળી મંદ પડ્યું
સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકો પહેલા અને બીજા ડોઝની રસી મેળવી શકે તે માટે કોરોના વેક્સિન માટેના સેન્ટરની સંખ્યા વધારી દેવામાં આવ્યાં છે. જો કે, આજે પણ કોવિશિલ્ડના ડોઝ ન આવતાં માત્ર કોવેક્સિનની રસી જ 30 સેન્ટર પર આપવામાં આવી રહી છે.