કોરોના સુરત LIVE:સંક્રમણના ધીમા પગરવ વચ્ચે વેક્સિનેશન તેજ, બીજા ડોઝ માટે વધુ સેન્ટર ફાળવાયાં, આજે 173 સેન્ટર પર રસીકરણ

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
બીજા ડોઝ માટે વેક્સિનેશન વધારવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
બીજા ડોઝ માટે વેક્સિનેશન વધારવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર)
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસ વધીને 88 થયાં

શહેર અને જિલ્લામાં ધીમા પગલે કોરોના સંક્રમણ આગળ વધી રહ્યું છે. ત્યારે કોરોનાને કાબૂમાં રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. ગત રોજ શહેરમાં 3 અને જિલ્લામાં 1 કેસ મળી 4 કેસનો વધારો થયો છે. જેથી પોઝિટિવ કેસનો આંક 143801 પર પહોંચી ગયો છે.બીજી તરફ પાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી વધારી દેવામાં આવી છે. બીજા ડોઝ માટે આજે 88 સેન્ટર ફાળવવામાં આવ્યાં છે.

એક્ટિવ કેસની સંખ્યામાં વધારો
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેરમાં ગત રોજ 3 અને જિલ્લામાં 1 કેસ સાથે કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી કુલ સંખ્યા 143801 થઈ છે. એક પણ મોત ન થતાં મૃત્યુઆંક 2115 પર યથાવત છે. 8 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા રજા અપાઈ હતી. કુલ 141602 દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 84 થઈ ગઈ છે.

વેક્સિનેશનમાં સુરત અવ્વલ
સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન મહા અભિયાનને લઈને પહેલાથી જ ખૂબ જ સક્રિય રીતે આયોજન કરવાનું શરૂ રાખ્યું હતું. જેને પરિણામે આજે સુરત મહાનગરપાલિકા રાજ્યની અન્ય મોટા મહાનગરપાલિકાની સરખામણીએ સૌથી પહેલા 100% વેક્સિનેશન કરાવવામાં સફળ રહી છે. કોરોના રસીના બે ડોઝ લેવા ફરજિયાત છે. જેમાં સુરત શહેરના તમામ લોકોને ફર્સ્ટ ડોઝ આપવામાં સુરત મહાનગરપાલિકા સફળ રહી છે.

આજે 173 સેન્ટર પર રસીકરણ
શહેરમાં આજે કોરોના વિરોધી રસીકરણ 173 સેન્ટર પર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 88 સેન્ટર પર બીજો ડોઝ કોવિશિલ્ડ,37 સેન્ટર પર પ્રથમ ડોઝ કોવિશિલ્ડ અને 2 સેન્ટર વિદેશ જનારા માટે ફાળવવામાં આવ્યાં છે. જ્યારે 36 સેન્ટર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર માટે ફાળવાયાં છે. જ્યારે 10 સેન્ટર પર કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે.

વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ