કોરોના સુરત LIVE:કોરોનાના કેસમાં નજીવો વધારો, બીજા ડોઝની કામગીરી તેજ કરાઈ, આજે 162 સેન્ટર પર રસીકરણ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તમામ લોકોને બન્ને ડોઝ ઝડપથી મળી રહે તે માટેની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
તમામ લોકોને બન્ને ડોઝ ઝડપથી મળી રહે તે માટેની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 62 થઈ

સુરત શહેર જિલ્લામાં કોરોના કેસમાં નજીવો વધારો થયો છે. હાલ સુરત શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 62 થઈ ગઈ છે. ત્યારે પાલિકા દ્વારા બીજા ડોઝની કામગીરી તેજ કરવામાં આવી છે. આજે 76 જેટલા સેન્ટર પર બીજા ડોઝની રસી આપવામાં આવશે. આ સાથે કુલ 162 સેન્ટર પર રસી આપવામાં આવી રહી છે.

પોઝિટિવ કેસનો કુલ આંક 143881 થયો
શહેરમાં 4 અને જિલ્લામાં 00 કેસ સાથે શહેર જિલ્લામાં ગતરોજ કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143881 થઈ ગઈ છે. ગતરોજ શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. ગતરોજ શહેરમાંથી 2 અને જિલ્લામાંથી 0 સહિત 2 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141704 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. ગતરોજ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 62 થઈ છે.

162 રસીકરણ સેન્ટર જાહેર
આજે 29 કોવિશિલ્ડ રસીકરણ કેન્દ્ર પર પ્રથમ ડોઝ અને 76 કેન્દ્ર પર બીજા ડોઝની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કોવિન પોર્ટલ પર ઓનલાઇન એપોઇમેન્ટ લીધી હોઇ તેના માટે અલગથી 37 સેન્ટર, કોવેક્સિનના 18 સેન્ટર અને વિદેશ જતા નાગરિકો માટે 2 સેન્ટર કાર્યરત રહેશે. રસીકરણ કેન્દ્રની યાદી પાલિકાની વેબસાઇટ પરથી શહેરીજનો મેળવી શકે છે.