તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સુરત ક્લેક્ટર કચેરીએ અકસ્માત સર્જાયો, એક્ટિવા બચાવવા જતા એમ્બ્યુલન્સ દિવાલ સાથે અથડાતા બે લોકો ઈજાગ્રસ્ત

સુરત3 મહિનો પહેલા
એમ્બ્યુલન્સ ક્લેક્ટર કચેરીની દિવાલ સાથે અથડાતા લોકો એકઠા થઈ ગયાં હતાં.
  • ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સે અકસ્માત સર્જ્યો હતો

સુરત ક્લકેટર કચેરી સામે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાર્લે પોઈન્ટ તરફથી આવતી ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સના ચાલકે રસ્તા પર જતી એક્ટિવાને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. એમ્બ્યુલન્સ બે વ્યક્તિને અડફેટે લઈને દિવાલ સાથે અથડાઈ ગઈ હતી. જેથી દિવાલ તૂટી ગઈ હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. એકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરને પણ ઈજાઓ પહોંચી હતી.

દિવાલનો ભાગ એમ્બ્યુલન્સ ભટકાતા પડી ગયો હતો.
દિવાલનો ભાગ એમ્બ્યુલન્સ ભટકાતા પડી ગયો હતો.

ધડાકાભેર અકસ્માત સર્જાયો
ક્લેક્ટર કચેરી સામે જાહેર રસ્તા પરથી પસાર થતી ટ્રાઈ સ્ટાર(ખાનગી હોસ્પિટલ)ની એમ્બ્યુલન્સે એક્ટિવાને બચાવવા જતાં અકસ્માત સર્જ્યો હતો. એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી ન હતાં. જો કે પાર્લે પોઈન્ટ તરફથી એમ્બ્યુલન્સ હોસ્પિટલ તરફ જઈ રહી હતી. આ દરમિયાન દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એક યુવક અને આધેડને ઈજાઓ પહોંચતા તેમને સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.

એમ્બ્યુલન્સના બોનેટના ભાગે ભારે નૂકસાન સર્જાયું હતું.
એમ્બ્યુલન્સના બોનેટના ભાગે ભારે નૂકસાન સર્જાયું હતું.

દિવાલ સાથે અથડાઈ-પ્રત્યક્ષદર્શી
ક્લેક્ટર કચેરીના મુખ્ય ગેટ પર ફરજ બજાવતા શોભાબેને જણાવ્યું હતું કે, હું આજે ગેટ પર ડ્યુટી બજાવતી એ દરમિયાન એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. રસ્તા પરથી એમ્બ્યુલન્સ પાર્લે પોઈન્ટ બાજુથી આવી અને સીધી બે લોકોને અડફેટે લઈને દિવાલ સાથે અથડાઈ ગઈ હતી. જેથી તાત્કાલિક ભેગા થયેલા લોકોએ બચાવ કાર્ય કર્યું હતું. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી. જો કે, એમ્બ્યુલન્સ અને દિવાસને પણ નૂકસાન થયું છે.

ઈજાગ્રસ્તોને સ્ટ્રેચર પર સૂવડાવી એમ્બ્યુન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતાં.
ઈજાગ્રસ્તોને સ્ટ્રેચર પર સૂવડાવી એમ્બ્યુન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતાં.
અન્ય સમાચારો પણ છે...