તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:સિવિલ હોસ્પિટલની મહિલા ડોક્ટર અને પાડોશીઓનો ઝઘડો પોલીસ સુધી પહોંચ્યો, સામસામે આક્ષેપ

સુરત8 મહિનો પહેલા
ડાબેથી મહિલા ડોક્ટર અને પાડોશીની પત્ની
  • પડોશીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
  • પાડોશીની પત્નીએ તમામ આરોપી નકારી કાઢ્યા

અડાજણ વિસ્તારમાં રહેતી અને નવી સિવિલિ હોસ્પિટલની મહિલા ડોક્ટર અને પાડોશીઓ વચ્ચે થયેલો ઝઘડો પોલીસ સુધી પહોંચ્યો છે. મહિલા ડોક્ટરે પાડોશી પર કોરોના બાબતે ધમકાવતા હોવાનો આક્ષેપ કરી વીડિયો વાઈરલ કર્યો હતો. ત્યારબાદ અડાજણ પોલીસ દ્વારા પાડોશી યુવકની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પાડોશી યુવકની પત્નીએ તમામ આરોપો નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે, મહિલા ડોક્ટરે આખી વાત ગેર માર્ગે લઈ જઈ તેમના પતિની ખોટી રીતે કસ્ટડી કરાવી છે 

મહિલા ડોક્ટરના પાડોશી પર આક્ષેપ
અડાજણ સંજીવકુમાર ઓડિટોરિયમની બાજુમાં રાજહંસવ્યુમાં રહેતી નવી સિવિલની મહિલા ડોકટર સંજીવની પાનીગ્રહીને તેના પડોશી ચેતન મહેતા કહ્યું કે તમે હોસ્પિટલમાં નોકરી કરો છો તો તમને કોરોના તો નથી ને એવું કહી શનિવારે ધમકાવવા હોવાનો આરોપ મૂક્યો હતો. રવિવારે સાંજે ચેતન મહેતાની પત્ની તેના ફલેટ પાસેથી જતી હતી તે સમયે મહિલા ડોકટરે પાળેલું ડોગી ભસવા લાગ્યું હતું. જેથી ચેતનની પત્નીએ બૂમાબૂમ કરી માથાકૂટ કરવા લાગી હતી. જોતજોતામાં ચેતન મહેતા પણ ત્યાં આવી ગયો હતો અને તેણે મહિલા ડોકટર સાથે ઝધડો કરવા લાગ્યો હતો. મહિલા ડોકટરે પડોશી ચેતન મહેતાનો ઝઘડો કરતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. મહિલા ડોકટરે ઘારાસભ્યને જાણ કરી હતી. જેથી અડાજણ પોલીસ ત્યાં દોડી આવી હતી. અડાજણ પોલીસે ડોકટરની ફરિયાદ લઈ ચેતન મહેતાની સામે અટકાયતી પગલા લીધા હતા.

પાડોશી યુવકની પત્નીના મહિલા ડોક્ટર પર આક્ષેપ
કૂતરાને લઈ થયેલા ઝઘડાને ડોક્ટર કોરોના વાઇરસ સુધી લઈ ગયા હોવાનું પોલીસ કસ્ટડીમાં બંધ ચેતનભાઈની પત્નીએ જણાવ્યું છે. 25મી માર્ચના રોજ થયેલા ઝઘડા બાદ ફરી ડોક્ટરનું શ્વાન તેમની ઉપર એટેક કરતા બુમાબુમ કરવી પડી હતી અને તેમના પતિ ચેતનભાઈ દોડી આવ્યા બાદ શ્વાન ડોક્ટરના ઘરમાં ઘૂસી ગયો હતું એટલે મારા પતિએ પાડોશી ડોક્ટરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડોક્ટરે આખી વાતને કોરોના વાઇરસ ઉપર લઈ ગઈ હતી. જેથી આખું કોમ્પ્લેક્ષ ભેગું થઈ ગયું હતું. વાઇરલ થયેલા વીડિયોમાં મહિલા ડોક્ટર સાથે દૂર વ્યવહાર અને મારવાનો પ્રયાસ કરવાની વાત તદ્દન ખોટી છે. ડોક્ટરના પાલતુ શ્વાનને લઈ ઝઘડો ઉગ્ર બન્યો હતો. ચેતનભાઈની પત્નીએ જણાવ્યું હતું કે, વાઇરલ થયેલો વીડિયો ડોક્ટરે બનાવ્યો હતો અને વાઇરલ પણ એમને જ કર્યો છે. જેને લઈ સમાજમાં બદનામી થઈ રહી છે. આખા કોમ્પલેક્સમાં કોઈ પણ વ્યક્તિને આવી મહામારી સામે કામ કરતી ડોક્ટર સામે વાંધો નથી પણ ડોક્ટરે આખી વાત ગેરમાર્ગે લઈ જઈ તેમના પતિની ખોટી રીતે કસ્ટડી કરાવી છે આ બાબતે અમે ન્યાય અને સન્માન માટે લડીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો