બેદરકારી કે બાળકીઓને તરછોડી?:સુરત સિવિલ હોસ્પિટલના  NICUમાં તાજી જન્મેલી જોડિયા બાળકીને સારવાર માટે મૂકી ગુમ થયા બાદ 17 કલાકે હાજર થયા

સુરત17 દિવસ પહેલા
બાળકીઓને તરછોડી પરિવાર ક્યાંય ચાલી જતાં ડોક્ટરો આશ્ચર્યમાં પડી ગયા હતાં.
  • કેસ પેપર કઢાવવા મોકલેલા પરિવારના સભ્યો ફોન ઉપાડે છે, પણ હાજર થતા નહોતા
  • ખાનગી હોસ્પિટલમાં બાળકીઓનાં જન્મ બાદ રિફર નોટ સાથે બાળકીઓને લવાઈ હતી

સુરત સિવિલ હોસ્પિટલના NICUમાં જોડિયા બાળકીને 17 કલાક પહેલાં તરછોડી પરિવાર ક્યાંય ચાલી જતાં ડોક્ટરો આશ્ચર્યમાં પડી ગયા હતો. ડોક્ટરો કહેતા કે ફોન કરીએ તો કહે છે કે' હમ બહાર હી હૈ, બસ આ રહે હે' એવી વાત કરતા પરિવારની બન્ને દીકરી ઓછા વજનને લઈ ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ રિફર કરાઈ હતી.બાળકીઓને સારવાર માટે મૂકી ગયાના 17 કલાકે પરિવાર હોસ્પિટલ આવ્યો હતો.

ઓછું વજન હોવાથી જોડિયા બાળકીને સારવાર માટે NICUમાં લઈ આવ્યા હતા.
ઓછું વજન હોવાથી જોડિયા બાળકીને સારવાર માટે NICUમાં લઈ આવ્યા હતા.

બાળકીઓનું વજન ઓછું
બાળ-નિષ્ણાત રેસિડેન્ટ તબીબ વિદ્યાર્થિની ચાર્મીએ જણાવ્યું હતું કે વાત ગુરુવારની મોડી સાંજની છે. એક પુરુષ ઓછું વજન હોવાથી જોડિયા બાળકીઓને સારવાર માટે NICUમાં લઇ આવ્યો હતો. બાળકીઓ ખાનગી હોસ્પિટલમાં જન્મી હોવાનું અને રિફર નોટ્સ સાથે આવી હતી. પરિવારને કેસ પેપર કઢાવવા મોકલવામાં આવ્યો હતો. ત્યાર બાદ 17 કલાકે પરિવાર આવ્યું હતું.

બાળકીઓ ખાનગી હોસ્પિટલમાં જન્મી હોવાનું અને રિફર નોટ્સ સાથે આવી હતી.
બાળકીઓ ખાનગી હોસ્પિટલમાં જન્મી હોવાનું અને રિફર નોટ્સ સાથે આવી હતી.

અજાણી બાળકી તરીકે કેસ પેપર કઢાયા
રેસિડેન્ટ ડોક્ટરો પણ બન્ને માસૂમ નવજાત તાજી જન્મેલી બાળકીના પરિવારને શોધવા NICU બહાર વારંવાર ગયા હતા. બૂમો પાડી હતી છતાં કોઈ આવ્યું નહિ. છેવટે RMOને જાણ કરી બન્ને બાળકીના અજાણી બાળકી તરીકે કેસ પેપર આજે સવારે કાઢવામાં આવ્યા હતા. બન્ને બાળકીનું વજન 1 કિલોને 200 ગ્રામ ઉપર છે. એકને 12 કલાક ઓક્સિજન પર રાખ્યા બાદ તબિયત સારી છે. આજે સવારે રિફર નોટ્સ પર લખેલા 2 ફોનનંબર પર જાણ કરતાં સંબંધીઓએ ફોન ઉપાડ્યો હતો અને પરિવાર પ્રસૂતાનું નામ જણાવી રહ્યા છે. એટલું જ નહીં, પરિવાર 'બહાર હી બેઠા હૈ, એવી વાત કરી આ રહા હૈ' બસ, એમ જ કહેતા રહે છે.