તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સ્વાસ્થ્ય:કોરોના દર્દીઓનાં ફેફસાં મજબૂત કરવા સુરત સિવિલના તબીબોએ અપનાવી 'સ્પાઇરોમેટ્રી કસરત’

સુરત3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફ્રાઈબ્રોસિસની અસર થઈ હોય તેવા દર્દી માટે ‘સ્પાઈરોમેટ્રીની કસરત’ સંજીવની સમાન હોવાનું તબીબો કહી રહ્યા છે.
  • એક માસ સુધી સ્પાઇરોમેટ્રી કસરત કરવાથી સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થાય છે: ડો. અજય પરમાર

નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓનાં ફેફસાંને મજબૂત કરવા ‘સ્પાઈરોમેટ્રીની કસરત’ની પદ્ધતિ અપનાવી છે. સ્પાઈરોમીટર નામના મશીન દ્વારા કસરત કરાવવાના કારણે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સુગમ બને છે અને ફેફસાંને ઓક્સિજન પૂરતી માત્રામાં મળી રહે છે. તબીબી વિશ્વમાં બ્રિધિંગ એક્સરસાઈઝ તરીકે પ્રચલિત આ પ્રકારની કસરતને નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીઓનાં ફેફસાં મજબૂત કરવા માટે અપનાવવામાં આવી છે.

સ્પાઈરોમીટર નામના મશીન દ્વારા કસરત કરાવવાના કારણે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સુગમ બને છે.
સ્પાઈરોમીટર નામના મશીન દ્વારા કસરત કરાવવાના કારણે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સુગમ બને છે.

સ્પાઇરોમેટ્રીની કસરત ફેફસાં માટે ઉત્તમ- ડોક્ટર
સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડો. અજય પરમારે જણાવ્યું હતું કે કોરોના વાઇરસ ફેફસાંને અસર કરે છે, અને શ્વસનમાં મુશ્કેલી ઊભી કરે છે. પરિણામે, વાયુકોષોની વાયુની આપ-લે કરવાની ક્ષમતા રહેતી નથી, જેને તબીબી ભાષામાં 'પલ્મોનરી ફાઈબ્રોસિસ' થયું તેમ કહેવાય છે. ફેફસાંના જેટલા ભાગના વાયુકોષોમાં ફાઈબ્રોસિસ થાય છે તેટલો ભાગ નિષ્ક્રિય બની જાય છે. ફેફસાંનું મુખ્ય કાર્ય શ્વસનનું છે, જેના દ્વારા ઓક્સિજન મેળવી લોહી દ્વારા સંપૂર્ણ શરીરનાં કોષોને પહોંચાડે છે. કોરોનાથી ફેફસાં નબળાં થયાં હોય અને ફ્રાઈબ્રોસિસની અસર થઈ હોય તેવા દર્દી માટે ‘સ્પાઈરોમેટ્રીની કસરત’ સંજીવની સમાન સાબિત થાય છે. જે દર્દીઓને ઓક્સિજન લેવામાં મુશ્કેલી પડતી હોય તેમણે એક મહિના સુધી સ્પાઈરોમેટ્રી કસરત ચાલુ રાખવાથી નોંધપાત્ર સુધારો જોવા મળે છે.

કસરતથી ફેફસાંને ઓક્સિજન પૂરતી માત્રામાં મળી રહે છે.
કસરતથી ફેફસાંને ઓક્સિજન પૂરતી માત્રામાં મળી રહે છે.

માંડવીના માર્ગ અને મકાન વિભાગના કર્મચારી આ કસરતથી સાજા થયા
માંડવીના રહેવાસી અને માંડવીના માર્ગ અને મકાન વિભાગમાં પ્યુન તરીકે ફરજ નિભાવતા 56 વર્ષીય નટવરભાઈ મોરેને આ કસરત નિયમિતપણે કરાવવાથી તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. અને ઝડપી રિકવરી લાવવામાં ફાયદો થયો છે. કોરોનાની 24 દિવસની સારવાર બાદ તેમને સિવિલમાંથી રજા આપવામાં આવી છે. આ પ્રકારના ઘણા દર્દીઓને આ કસરત કરાવવામાં આવે છે, જેનાં સારાં પરિણામો મળ્યાં છે.

ઘણા દર્દીઓને આ કસરત કરાવવામાં આવે છે, જેના સારાં પરિણામો મળ્યાં હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
ઘણા દર્દીઓને આ કસરત કરાવવામાં આવે છે, જેના સારાં પરિણામો મળ્યાં હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

શું છે સ્પાઈરોમીટર?
કોરોનાના ગંભીર કેસોમાં શ્વાચ્છોશ્વાસની ક્રિયામાં રુકાવટ થતાં શરીરને મળતો ઓક્સિજન પુરવઠો અટકવાથી જીવિત રહેવું શક્ય બનતું નથી. એટલે દર્દીને શ્વસનક્રિયા સુગમ બને એ માટે સ્પાઈરોમીટર ઉપયોગી બને છે. આ એક ખાસ બનાવટનું મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે ફેફસાં દ્વારા વેન્ટિલેશન, શ્વાસ અને ઉચ્છવાસમાં લેવાયેલી હવાની ગતિને માપે છે અને ધીમા અને ઊંડા શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો