હુમલો:તું મને કેમ સાથે રાખતી નથી તેમ કહી પતિએ ચારિત્ર્યની શંકા રાખી પત્નીને ચપ્પુના ઘા ઝીંકી દીધા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતિએ ચપ્પુથી હુમલો કરતાં પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
પતિએ ચપ્પુથી હુમલો કરતાં પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • સિટીલાઈટ વિસ્તારમાં ઈજા પહોંચાડીને પતિ નાસી ગયો, પત્નીને હોસ્પિટલ લઈ જવાઈ

સિટીલાઈ વિસ્તારમાં આવેલી અશોક પાન સેન્ટરની ગલીમાં જાહેરમાં પતિએ પત્ની પર હુમલો કર્યો હતો. સાથે દારૂ પીને સતત માથાકૂટ કરતાં પતિથી દૂર રહીને બીજાના ઘરના કામ કરતી પત્ની પર હુમલો થયો હતો. પતિએ ચારિત્ર્યની શંકા રાખીને કહ્યું કે, તું મને સાથે કેમ નથી રાખતી, આવું બોલીને પતિએ ચપ્પુના ઘા ગળા અને ચહેરાના ભાગે ઈજા પહોંચાડી નાસી ગયો હતો. બીજી તરફ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સિવિલમાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

લોકડાઉનમાં પતિને છોડી પત્ની અલગ રહેવા જતી રહેલી
પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર ફરિયાદી પિયુષ વિનોદભાઈ બેંગાનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ઘરે કામ પર આવતી મહિલા અને તેના પતિ અને બાળકો નવી બાંધકામવાળી જગ્યાએ રહેતા હતાં. મહિલાના પતિ વિજયસિંગને દારૂ પિવાની આદત હોવાથી તે તેની પત્નીને અવારનવાર માર મારતો અને ઝઘડા કરતો હતો. જેથી લોકડાઉન દરમિયાન તેની પત્ની બાળકોને લઈને પત્રકાર કોલોની સર્કલની પાસે પાંડેસરા હાઉસિંગ જતી રહી હતી. આ સાથે તે લોકોના ઘરકામ કરતી હતી.

ગળા અને મોઢાના ભાગે ઈજા પહોંચાડી
મહિલા રોજ પિયુષભાઈના ઘરે કામ કરવા આવતી હતી. સાંજે કામ કરીને તે જઈ રહી હતી તે દરમિયાન વિજયસિંગે જાહેરમાં તેની પત્નીને અટકાવીને કહ્યું કે તુ કેમ મને સાથે નથી રાખતી આટલું કહીને બોલાચાલી બાદ ઝઘડો કરવા લાગ્યો હતો. ચારિત્ર્યની શંકા રાખીને ધારદાર છરાથી ગળાની જમણી બાજુ તથા મોઢાના ભાગે બે ઘા તથા હાથમાં ઘા મારવા લાગતા લોહી નીકળવવા લાગતા આસપાસથી લોકો દોડી આવતાં આરોપી નાસી ગયો હતો. બાદમાં મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સમગ્ર બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી ખૂનની કોશિષનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.