જનજાગૃતિ:સુરત સિટી પોલીસે લોકોમાં જાગૃતિ લાવવા માટે કોવિડ હોસ્પિટલ બહાર પત્રિકાઓ વહેંચી સમજ અપાઈ

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેર પોલીસ દ્વારા જનજાગૃતિ માટે પત્રિકાઓ વહેચવામાં આવી હતી. - Divya Bhaskar
શહેર પોલીસ દ્વારા જનજાગૃતિ માટે પત્રિકાઓ વહેચવામાં આવી હતી.
  • સાવચેતીના ક્યા ક્યા ઉપાયો કરવા તે અંગે લોકોને સમજ અપાઈ

સુરત શહેરમાં કોરોના કેસ વધતા સુરત સિટી પોલીસે કોવિડ હોસ્પિટલ બહાર લોકોને પેમ્પ્લેટ વહેંચી જાગૃત કરવાનો અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. દર્દીઓના પરિવારજનોને કોરોના બીમારીથી બચવાના ઉપાય અને સાવચેતીના ભાગ રૂપે જાગૃત કરતા પેમ્પ્લેટ વેચી પોલીસે હવે જાગૃતતા એ જ આ બીમારીનો વિકલ્પ છે એવો સંદેશો આપ્યો હતો. સુરત ટ્રાફિક પોલીસ વિભાગના એસીપી અશોક સિંહ ચૌહાણે લોકો વચ્ચે જઇ જાગૃત થયા અપીલ કરી છે.

પોલીસ અધિકારીએ લોકોને પત્રિકાઓ આપી જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો.
પોલીસ અધિકારીએ લોકોને પત્રિકાઓ આપી જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો.

સમતોલ આહાર લેવો જોઈએ
અશોકસિંહ ચૌહાણ (ACP ટ્રાફિક) એ જણાવ્યું હતું કે, સંક્રમણ સમયમાં હંમેશા સમતોલ આહાર લેવો જોઈએ. બહારના ખોરાકથી બચવું જોઈએ. રોગ પ્રતિકારક ક્ષમતા વધારે તેવો આહાર વાપરવી તંદુરસ્ત રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. કોરોનાના લક્ષણ દેખાય તો તરત જ ચેકઅપ કરાવવું જોઈએ. રિપોર્ટ પોઝીટીવ આવે તો કોરન્ટીન સમય સુધી ઘરમાં જ આરામ કરવો જોઈએ. આપણા ઘરના બધા જ સભ્યોના રીપોર્ટ કરાવી લેવા જોઈએ. સમયસર બધાની સારવાર થવાથી પરિવાર સંપૂર્ણ સ્વસ્થ થઈ શકાય છે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોરોનામુક્ત રહેવા સમજ ફેલાવવા પ્રયાસ કરાયો હતો.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોરોનામુક્ત રહેવા સમજ ફેલાવવા પ્રયાસ કરાયો હતો.

ઘરગથ્થુ ઉપાયો કરી શકાય
ઘરમાં ગુગલનો ધુપ કરવો જોઈએ. સફાઈ રાખવી જોઈએ. બહારથી આવીને બધી ચીજ-વસ્તુઓ કપડા સહિત સારી રીતે સેનિટાઈઝર કરવી જોઈએ. કપડા ધોવામાં નાખી તરત જ સ્નાન કરી લેવુ જોઈએ. સૂતા પહેલા અને સવારે ઉઠ્યા બાદ હળદર-મીઠાવાળા ગરમ પાણીથી કોગળા કરવા જોઈએ. નાક બંધ થઈ જાય તો તરત ઓકિસજનની બોટલ માટે ભાગવું નહી જોઈએ. નીલગીરી અજવાઈન, તેલની વરાળ લેવી જોઈએ, લીંબુના બે ટીપાં બન્ને નાકમાં સવાર સાંજ નાખવા જોઈએ. ઓટોવિન નોઝલ એનો ઉપયોગ કરવો જોઈએ. ગરમ પાણી સાથે લીંબુનો રસ પીતા રહેવુ જોઈએ. બંધ નાક અને ગળું ખુલી જાય ત્યાં સુધી આનું સેવન કરતા રહેવું જોઈએ. ગોળ, ચાયપત્તી, કાળા મરી, આદુની ચા બનાવી તેમાં લીંબુ નાખી દિવસમાં 2-3 વાર પીવું જોઈએ, બહાર જાવ ત્યારે અજમો 5 ગ્રામ + કપુર ગોટી 2 નંગ + લવિંગ 2-3 ની કપડાની પોટલી બનાવી સાથે રાખવી અને સુંધતા રહેવું જોઈએ, વિટામીન ડી, સી અને ઝીંકની ગોળીઓનો પ્રયોગ (ડૉકટરની સલાહ મુજબ) કરવો. ડૉક્ટર પોલીસ આપની મદદ માટે છે, તેમને સમ્માન અને સહકાર આપવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...