• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat City Police Appeals To Citizens To Be Careful, Help Of Police Can Also Be Taken In Taking Large Sums Of Money During Diwali.

દિવાળી પહેલા પોલીસ સજ્જ:સુરત પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ, દિવાળી સમયે મોટી રકમની લેતીદેતીમાં પોલીસની પણ મદદ લઈ શકાશે

સુરત2 મહિનો પહેલા
દિવાળીના તહેવાર દરમિયાન રોકડ રૂપિયા અને ઘરેણા પહેરીને જતી વખતે સાવધ રહેવું.

દીવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સુરત જેવા ઔદ્યોગિક શહેરની અંદર મોટી સંખ્યામાં રૂપિયાની લેતી દેતી થતી હોય છે. સુરત શહેરમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ હોવાને કારણે વેપાર અર્થે રૂપિયાનું જોખમ લઈને પણ ઘણા લોકો એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય છે. આવી સ્થિતિમાં સુરત પોલીસ લોકોને રહેવા માટે પણ સૂચન કરી રહી છે સાથે સાથે અલગ અલગ વેપારીઓ સાથે બેઠકો પણ કરી રહી છે.

દિવાળી પહેલા સુરત પોલીસ એક્શનમાં
સુરત શહેરની અંદર ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ હોવાને કારણે અહીં રૂપિયાનો વ્યવહારો પણ ખૂબ મોટા પ્રમાણમાં થતા હોય છે. વેપારીઓ એકબીજાને પેમેન્ટ ચૂકવવા માટે જોખમ લઈને ફરતા હોય છે. બેંકમાંથી રૂપિયા ઉપાડીને અન્ય સ્થળ પર લઈ જવા અથવા તો અન્ય સ્થળેથી બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે પણ ઘણા વેપારીઓ જતા હોય છે. લોકો પણ એ રીતે જોખમ લઈને ફરતા હોય છે. આવી સ્થિતિમાં લોકોએ સાવધાન રહીને બને તેટલું જોખમ ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. વેપારીઓ સાથે સતત મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ડાયમંડ અને ટેક્સટાઇલના વેપારીઓને કેવી રીતે સાવચેત રહેવું તે અંગેની સમજણ પણ આપવામાં આવી રહી છે.

વેપારીઓ સાથે સતત મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
વેપારીઓ સાથે સતત મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

લેભાગુ તત્વોથી સાવધાન
દિવાળીના તહેવાર દરમિયાન બજારોમાં જતા લોકોએ પણ પોતાની પાસેની રોકડ રકમ સાવચેતીપૂર્વક રાખવી જોઈએ. મહિલાઓ પણ બજારમાં જાય તો પોતાના સોનાના દાગીના સાચવીને રાખવા જોઈએ અથવા તો પહેરવાનું પણ ટાળવું જોઈએ. અમુક લેભાગુ તત્વો તમારી નજર ચૂકવવાની રાહ જોતા હોય છે અને તમને ગેરમાર્ગે દોરીને તમારી વસ્તુ ચોરી પણ શકે છે. શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસનો સંપર્ક કરવો જોઈએ. બજારમાં કે તમારી આસપાસ જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તમે પોતે પણ એલર્ટ થઈ જવું જોઈએ.

બજારમાં કે તમારી આસપાસ જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તમે પોતે પણ એલર્ટ થઈ જવું જોઈએ.
બજારમાં કે તમારી આસપાસ જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તમે પોતે પણ એલર્ટ થઈ જવું જોઈએ.

મોટી રકમની આપલેમાં પોલીસની મદદ પણ લઈ શકશે
ડીસીપી રાજન સુશારાએ જણાવ્યું કે દિવાળી દરમિયાન એકબીજાને પેમેન્ટ ચૂકવવાનું રહેતું હોય છે ત્યારે સ્વભાવિક રીતે જ એક સ્થળેથી બીજા સ્થળે મોટી રકમ લઈને અવર-જવર કરવી પડતી હોય છે. જો વધારે પડતી મોટી રકમ હોય તો પોલીસને તે બાબતે જાણ પણ કરી શકાશે અને પોલીસની મદદ પણ લઈ શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વેપારીઓએ પણ તેમની આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા યોગ્ય રીતે ચાલુ રહે અને તેનો ડેટા પણ જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...