તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત:સુરત-શહેર જિલ્લા કોંગ્રેસ કમિટીના મંત્રી ગુલાબરાવ વરસાવેનું રાજીનામુ, 500 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુલાબરાવ વરસાવેની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ગુલાબરાવ વરસાવેની ફાઈલ તસવીર.
  • રાહુલ ગાંધી વિચાર મંચ દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ પદેથી પણ રાજીનામુ આપી દીધું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને લઈને તમામ પક્ષમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે સુરત-શહેર જિલ્લા કોંગ્રેસ કમિટીના મંત્રી ગુલાબરાવ વરસાવેનું રાજીનામુ આપી દીધું છે. આ સાથે રાહુલ ગાંધી વિચાર મંચ દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ પદેથી પણ રાજીનામુ પણ આપી દીધું છે. જ્યારે ગુલાબરાવ વરસાવેએ જણાવ્યું હતું કે, 500 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે.

પત્ની માટે ટિકિટ માગી છતાં ન આપતા નારાજ
ગુલાબરાવ વરસાવેએ જણાવ્યું હતું કે, 14 વર્ષ જુનો કાર્યકર્તા છું. 2015માં ડિંડોલી વોર્ડ નંબર 27માં કોંગ્રેસને મજબૂત બનાવવાનો શ્રેય લીધો હતો. 2021માં આ વોર્ડમાં આયાતી ઉમેદવારની પસંદગી કરાઈ એનાથી નારાજ છું. હારી ગયેલી મહિલાઓને ટીકીટ આપવામાં આવી છે. એનસીપીમાંથી આવેલાઓને ટિકિટ આપી છે. કોંગ્રેસનો પહેલો અક્ષર શું હોય એ ખબર નથી એવી મહિલાને ટીકીટ આપી એનાથી હું નારાજ છું. મેં મારી પત્ની માટે ટિકિટ માગી હતી તેને પણ ન આપીએ મારું અપમાન કહી શકાય.

તમામ પદ પરથી રાજીનામુ આપી કોંગ્રેસમાંથી મુક્ત
વધુમાં જણાવ્યું હતું કે, હું એજ્યુકેટેડ છું અને એલઆઈસીમાં એડવાઇઝર તરીકે કામ કરૂં છું. ડિંડોલીમાં રહું છું અહીંયા કોંગ્રેસના પ્રચારથી લઈ કોંગ્રેસને મજબૂત બનાવવાનું કામ કરતો આવ્યો છું. આજે હું તમામ પદ પરથી રાજીનામુ આપી કોંગ્રેસમાંથી મુક્ત થાઉં છું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો