ઠગાઈ:સુરતમાં પરિણીતાને સુમુલ ડેરીની એજન્સી અપાવવાના વાયદા આપી ઘરે દૂધ આપવા આવતાં ઠગે 16 લાખ પડાવી લીધા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલા સાથે છેતરપિંડી થતાં પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
મહિલા સાથે છેતરપિંડી થતાં પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • નોટરી અને સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી ટુકડે ટુકડે રૂપિયા પડાવ્યાં

સુરતના જહાંગીરપુરાની પરિણતાને ઘરે દૂધ આપવા આવતો ઠગબાજ સુમુલ ડેરીની એજન્સી અપાવવાના વાયદા આપી પરિણીતા પાસે થી નોટરી ઉપર તથા સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી ટુકડે ટુકડે રૂપિયા 16 લાખ પડાવી લીધા હતા. જોકે ત્યારબાદ પૈસા પરત ન આપવા પડે તે માટે સુમુલ ડેરીની એજન્સી મળી ગઇ હોવાના ખોટી રસીદ તથા ડિપોઝીટ પણ જમા થઈ ગયા હોવાની ખોટી રસીદ બનાવી પરિણીતા સાથે ઠગાઈ કરી હતી. પરિણીતાએ ગતરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 16 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાથે વેપાર કરવાની લાલચ આપી હતી
દિલીપભાઈ મણિલાલ પટેલ (રહે જહાંગીરપુરા આશ્રમ રોડ ૫૨ આવેલ શરણમ રેસિડેન્સી) એ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી રાંદેર મોરાભાગળ દેવ આશિષ સોસાયટી માં રહેતા પ્રિયાંક હસમુખભાઈ મેથીવાળા દૂધ આપવા માટે આવતા હતા. આ દરમિયાન પ્રિયાંક રેખાબેન ને જણાવ્યું હતું કે તેઓની સુમુલ ડેરીમાં ઓળખાણ છે અને જો તેઓ પૈસાનું રોકાણ કરે તો સાથે મળીને દૂધનો વેપાર કરીએ. પ્રિયાંકએ રેખાબેન લાલચ આપી હતી કે તેઓ પૈસાનું રોકાણ કરી એજન્સી મેળવે અને બાદમાં પ્રિયંક એજન્સી ચલાવશે. ત્યારબાદ 2019 માં ઓગસ્ટ મહિનાથી જાન્યુઆરી 2020ના સમયગાળા દરમિયાન પ્રિયાંક રેખાબેન ને સુમુલની એજન્સી અપાવવાના બહાને ટુકડે ટુકડે કુલ 16 લાખ રૂપિયા લીધા હતા.

બોગસ રસીદ અપાઈ હતી
રેખાબેનને વિશ્વાસ અપાવવા માટે પ્રિયાંક એ પોતાના ઘરે કમ્પ્યુટરમાં સુમુલ ડેરીના બોગસ રસીદ બનાવી આપી હતી. જેમાં રેખાબેન ને સુમુલ ડેરી ની એજન્સી મળી ગઇ હોવાની રસીદો તથા તેમની રૂપિયા 16 લાખની ડિપોઝિટ સુમુલ ડેરીમાં જમા થઈ ગઈ હોવાની રસીદો બનાવી આપી હતી. જોકે આ રસીદો બનાવ્યા બાદ પણ રેખાબેન એજન્સી ન મળતા તેઓએ સુમુલ ડેરીમાં ચકાસણી કરી હતી. જયાં તમને ખબર પડી હતી કે આવી કોઈ પણ એજન્સી તેમને આપવામાં આવી નથી અને પ્રિયંકા દ્વારા તેમની સાથે ઠગાઈ કરવામાં આવી છે. જેથી આખરે બનાવને પગલે રેખાબેન ગતરોજ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 16 લાખની છેતરપિંડીનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.