તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વેક્સિન ખૂટી પડતા આજે સુરતના કેન્દ્રો બંધ રહેશે, પાલિકા પાસે માત્ર 11 હજાર રસીના ડોઝ છે

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પાલિકા પાસે વેક્સિનનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે આજે શહેરના તમામ વેક્સિનેશન સેન્ટરને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હાલ સુરત મહાનગર પાલિકા પાસે 11 હજાર વેક્સિનનો સ્ટોક છે, જેથી વેક્સિન માટે આવનારા લોકોને તકલીફ ન પડે તે માટે બુધવારે તમામ સેન્ટરોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુરૂવારે બપોર પછી અંદાજે 2 લાખ રસીનો સ્ટોક આવી જશે તેથી ફરીથી વેક્સિનેશન સેન્ટરોને ફરીથી ચાલું રાખવાની સૂચના આપવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે શહેરમાં રોજ સરેરાશ 35 હજાર લોકોને કોરોનાની રસી મુકવામાં આવે છે. રવિવારે પણ અડાજણ, કતારગામ, વરાછા, અઠવા, રાંદેર, લિંબાયત સહિતના અનેક રસીકરણ કેન્દ્રો ખાતે રસીનો જથ્થો ખુટી પડ્યો હતો, પરિણામે અંદાજે 30 હજારથી વધુ લોકોને પાછા ફરવાનો વારો આવ્યો હતો. કેટલાક કેન્દ્રોમાં તો 45 વર્ષથી ઓછી વયની વ્યક્તિને રસી અપાતી હોવાનું ધ્યાને આવ્યું હતું, તે બાદમાં પાલિકા દ્વારા બંધ કરાવવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો