તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Surat Cannon On Ladakh Border, The First Self contained Cannon To Join The Army K Vajra 9, General Narvane Showed The Green Flag

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીન સામે ભારતનું રક્ષાકવચ:સુરતની તોપ લદાખ બોર્ડર પર, સૈન્યમાં સામેલ થઈ પહેલી આત્મનિર્ભર તોપ Kવજ્ર-9, જનરલ નરવણેએ લીલી ઝંડી બતાવી

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
હઝીરા ખાતે L&Tમાં બનેલી 100મી ‘કે 9 વજ્ર હોવિત્ઝર’ ટેન્કને ગુરુવારે જનરલ નરવણેએ લીલી ઝંડી આપી સૈન્યમાં સામેલ કરી. - Divya Bhaskar
હઝીરા ખાતે L&Tમાં બનેલી 100મી ‘કે 9 વજ્ર હોવિત્ઝર’ ટેન્કને ગુરુવારે જનરલ નરવણેએ લીલી ઝંડી આપી સૈન્યમાં સામેલ કરી.
 • સુરતના હઝીરામાં કોરિયાઈ કંપની સાથે મળીને 100 તોપ બનાવાઈ
 • બોફોર્સનાં 35 વર્ષ પછી સૈન્યના શસ્ત્રાગારમાં આવી હોવિત્ઝર તોપ

ભારતીય સૈન્યને 100મી Kવજ્ર-9 તોપ મળી ગઈ છે. આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેએ સુરતમાં એને લીલીઝંડી આપી સૈન્યમાં સામેલ કરી હતી. લાર્સન એન્ડ ટુબ્રો કંપની દ્વારા ઉત્પાદિત આ તોપનું નિર્માણ ભારતમાં જ કરાયું છે.

આર્મીમાં બોફોર્સની હોવિત્ઝરને સામેલ કર્યા પછી સૌથી વધારે લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ અને મજબૂત 100મી હોવિત્ઝરને આર્મીમાં સામેલ કરવામાં આવી છે. આ હોવિત્ઝરને ટ્રક સાથે ટો કરીને લઈ જવી પડતી નથી. 40 કિલોમીટર સુધી દુશ્મનોને ટાર્ગેટ કરી શકે છે અને ત્યાર બાદ પોતાની જગ્યા બદલી લે છે એટલે દુશ્મનોના નિશાના પર ન આવે તેવી રીતે તેમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 50 ટન વજનની આ તોપ શૂન્ય રેડિયન્સમાં ફરી શકે છે, એટલે કે એને ફરવા માટે જગ્યા જોઈતી નથી. આ પહેલી તોપ છે, જેને ખાનગી ક્ષેત્રમાં ઉત્પાદિત કરાઈ છે.

30 સેકન્ડમાં 40 કિમી સુધી 3 રાઉન્ડ ફાયર કરતી તોપના 80% પાર્ટ્સ ભારતમાં બન્યા છે
Kવજ્ર-9 હોવિત્ઝરમાં 80 ટકાથી વધારે ભારતમાં બનેલા સ્પેરપાર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે અલગ અલગ ટેક્નોલોજીમાં 50 ટકા ભારતમાં બનેલા છે, જેમાં 13 હજાર નાના-મોટા પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુની અલગ અલગ કંપનીઓ પાસે તૈયાર કરાવવામાં આવ્યા છે. એલ એન્ડ ટીના વેપન સિસ્ટમ નિષ્ણાતોની ટીમ દ્વારા સાઉથ કોરિયામાં હાન્વામાં ઓટોમેશની ટ્રેનિંગ લઈને પાંચ સંરક્ષણ ઉત્પાદન એકમોની ટીમને તાલીમ આપવામાં આવી હતી.

ટેન્કમાં સ્વદેશી ટ્રાયલ ગન
આ ટેન્કમાં ભારતમાં જ વિકસાવેલી ટ્રાયલ ગનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને લઈને વર્ઝન Kવજ્ર-9 ટેન્કનો જન્મ થયો છે. ભારતીય સૈન્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ટેન્કને ડિઝાઈન કરવામાં આવી છે. પર્યાવરણીય નિયંત્રણ અને સલામતીનું ધ્યાન રખાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો