માનસિકતા:સુરતમાં ભાજપના વોર્ડ નં.11ના વોટસએપ ગ્રુપમાં અશ્લિલ વીડિયો મુકાતા મહિલા સહિતના સભ્યો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના હોંદ્દેદારે ગ્રુપમાં વીડિયો મુક્યા બાદ છોકરાએ આવું કર્યાનો ખુલાસો કર્યો હતો. - Divya Bhaskar
ભાજપના હોંદ્દેદારે ગ્રુપમાં વીડિયો મુક્યા બાદ છોકરાએ આવું કર્યાનો ખુલાસો કર્યો હતો.
  • છોકરાએ ભૂલથી અપલોડ કર્યા હોવાનો વિજય મોદીનો બચાવ

ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ કાર્યકરો અને નેતાઓને ટેક્નોલોજીનો ઉપયોગ વધારે કરવા પર ભાર મૂકી રહ્યાં છે ત્યારે સુરત શહેર ભાજપના વોર્ડ નં.11ના વોટસએપ ગ્રુપમાં અશ્લિલ વીડિયો મૂકાયા છે. જેથી ધારાસભ્ય સહિત મહિલા કોર્પોરેટર અને આગેવાનો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા છે. વીડિયો મૂકનાર વિજય મોદીએ જણાવ્યું હતું કે, છોકરાએ ભૂલથી વીડિયો અપલોડ કર્યા છે.

સ્ક્રિનશોટ વાઈરલ થયા
ભાજપના વોર્ડ નં.11ના વોટસએપ ગ્રુમાં અશ્લિલ વીડિયો મુકાતા હોબાળો મચવાની સાથે સાથે સ્ક્રિન શોર્ટ વાઈરલ થયા હતાં. શિસ્તબદ્ધ પક્ષ ભાજપના જ બક્ષીપંચ મોરચના હોદ્દાદાર વિજય મોદીએ ગ્રુપમાં ત્રણ અશ્લિલ ક્લિપ મૂકી હતી. જેથી ગ્રુપમાં રહેલા સભ્યો અચંબામાં મુકાઈ જવાની સાથે શરમજનક સ્થિતિમાં આવી ગયા હતાં.

છોકરાએ ભૂલ કરી-વિજય મોદી
લાલગેટ વિસ્તારમાં કરિણાયાની દુકાન ચલાવતા અને વોર્ડમાં હોદ્દેદાર એવા વિજય મોદીએ કહ્યું કે, મારો મોબાઈલ ફોન છોકરા પાસે હતો. મેં કોંગ્રેસ કાર્યાલયનો ફોટ ગ્રુપમાં શેર કર્યો હતો. બાદમાં મોબાઈલ ફોન છોકરા પાસે હોવાથી તેનાથી ભૂલમાં વીડિયો અપલોડ થઈ ગયા છે.

માનસિકતા છતી થઈ
સોશિયલ મીડિયામાં સ્ક્રિન શોટ વાઈરલ થતાં અમૂક લોકોએ કોમેન્ટ કરી હતી કે, ભાજપના નેતાની આ માનસિકતા છતી થઈ ગઈ છે. નારી ગૌરવની વાત કરનારા નેતાઓ અને ધારાસભ્યો તથા મહિલાઓ વાળા ગ્રુપમાં વીડિયો મુકાયો તેના કરતાં તેના ફોનમાં એ પ્રકારનું સાહિત્ય હોય તે શું સાબિત કરે છે તેવા સવાલો પણ સોશિયલ મીડિયામાં ઉઠાવવામાં આવ્યાં હતાં.