ચોર્યાસીમા 'નો રિપીટ':સુરત ભાજપમાં ભારે ખેંચતાણ બાદ મહિલા ધારાસભ્યનું પત્તું કપાયુ, સહકારી અગ્રણી સંદીપ દેસાઈને ટિકિટ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
વર્તમાન ધારાસભ્યનું  પત્તું કાપીને સંદીપ દેસાઈને ચોર્યાસી બેઠક ઉપર ઉતારવામાં આવ્યો - Divya Bhaskar
વર્તમાન ધારાસભ્યનું પત્તું કાપીને સંદીપ દેસાઈને ચોર્યાસી બેઠક ઉપર ઉતારવામાં આવ્યો

સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠકો પર જબરજસ્ત ખેંચતાણ બાદ આખરે સુરત જિલ્લાના પ્રમુખ સંદીપ દેસાઈને ટિકિટ ફાળવવામાં આવી છે. જાતિગત સમીકરણ પ્રમાણે ચોર્યાસી બેઠકો પર સંદીપ દેસાઈ ફીટ થતા નથી. પરંતુ ભાજપના સિમ્બોલ ઉપર આ બેઠક સરળતાથી જીતી જાય તેમ છે.

ઝંખના પટેલના કાર્યકાળમાં એવો કોઈ વિવાદ પણ સામે આવ્યો નથી
ઝંખના પટેલના કાર્યકાળમાં એવો કોઈ વિવાદ પણ સામે આવ્યો નથી

ભાજપના આંતરિક અહમનો ભોગ બની ઝંખના પટેલ
સુરત શહેરના મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલની કામગીરી પાંચ વર્ષ દરમિયાન એવી કોઈ વધુ ચર્ચામાં રહી ન હતી. પરંતુ એમને લઈને કોઈ મોટા વિવાદ પણ સામે આવ્યા ન હતા. કોરોનાકાળ દરમિયાન તેમણે પોતાના મત વિસ્તારના લોકોને વધુ મદદરૂપ થયા હતા. હર્ષ સંઘવીને શહેરમાં હર્ષ સંઘવીને બાદ કરતા માત્ર ઝંખના પટેલે પોતાના મતવિસ્તારના મજૂર વર્ગને ખાવાનું પહોંચી રહે તેના માટે સારી વ્યવસ્થા ઉભી કરી હતી. આ વિસ્તારના આજે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો હતા. તેમની સાથે સંકલન ચાલુ કરીને રસોડા પણ શરૂ કર્યા હતા.

ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે પણ સંદીપ દેસાઈને સારા સંબંધો છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે પણ સંદીપ દેસાઈને સારા સંબંધો છે.

રાજકારણ વારસામાં મળ્યું
સુરતની ચોર્યાસી બેઠક ઉપર ધારાસભ્ય ઝંખના પટેલનું પત્તું કપાઈ જતા કોળી પટેલોમાં પણ ગણગણાટ ઉભો થયો છે. ઝંખના પટેલના પિતા સ્વર્ગીય રાજુ પટેલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહી ચૂક્યા છે. કોળી પટેલ સમાજમાં તેમનું જબરજસ્ત પ્રભુત્વ હતું. ઝંખના પટેલે પણ તેમના અવસાન પછી આ બેઠક ઉપરથી મોટી સરસાઈથી વિજય મેળવ્યો હતો. કોળી પટેલ સમાજ ચોર્યાસી બેઠકો પર ભાજપ તરફળમાં વોટીંગ કરતું આવ્યું છે. પિતા ધારાસભ્ય હોવાને કારણે ઝંખના પટેલ પણ રાજકારણમાં તેના અન્ય પરિવારના સભ્ય કરતા વધુ સક્રિય હતી.

સહકારી આગેવાન તરિકે સંદીપ દેસાઈ કામ કરી રહ્યાં છે
સહકારી આગેવાન તરિકે સંદીપ દેસાઈ કામ કરી રહ્યાં છે

કોણ છે સંદીપ દેસાઈ
સંદીપ દેસાઈ એપીએમસી રમણ જાનીનો હાથ પકડીને આગળ વધ્યો હતો. ધીરે ધીરે સહકારી ક્ષેત્રમાં પોતાની પકડ બનાવવાનું શરૂ કર્યું હતું. એપીએમસી અને સુમુલ ડેરીમાં પણ તેણે સહકારી ક્ષેત્રમાં પોતાની ઓળખ ઉભી કરી હતી. હાલ અત્યારે સુરત જિલ્લા શહેરના પ્રમુખ હોવાને કારણે ભાજપમાં સંગઠનમાં પણ તેણે પોતાના માણસો ઊભા કરી દીધા હતા. ઝંખના પટેલ અને સાંસદ વચ્ચેના અહમના કારણે તે ફાવી ગયો હોવાની ચર્ચા છે.

જ્ઞાતિગત સમીકરણમાં સંદીપ દેસાઈ અનફિટ
ચોર્યાસી બેઠક ઉપર સૌથી વધુ મતદારો કોળી પટેલ અને પરપ્રાંતિયો છે. જેમાં ઉત્તર ભારતીયોની સંખ્યા પણ સૌથી વધુ છે. જો આ બેઠક ઉપરથી કોળી પટેલને ટિકિટ આપવામાં ન આવે તો ઉત્તર ભારતીયને આ ટિકિટ આપવામાં આવે એ પ્રકારનું સમીકરણ અહીં ઊભું થાય છે. પરંતુ સંદીપ દેસાઈ કોઈપણ રીતે આ બેઠક ઉપર જ્ઞાતિગત સમીકરણને ધ્યાનમાં રાખ્યો તો ફિટ થાય તેમ નથી છતાં પણ માત્ર સુરત જિલ્લાના ભાજપના પ્રમુખ અને સ્થાનિક સાંસદ સાથેના સારા સંબંધોને કારણે પાર્લામેન્ટરી બોર્ડમાં તેમનું નામ મુકવામાં આવ્યું હતું. જો કે, અંતિમ ઘડીએ સ્થિતિ એવી થઈ ગઈ હતી કે, ઝંખના પટેલનું પત્તું કાપવા માટે તેની સામે કોઈને પણ ઉભો રાખી દેવામાં આવે તો તેની સાથે સહમતિ બતાવે તેવી સ્થિતિ હતી. જેનો સીધો લાભ સંદીપ દેસાઈને મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...