તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપે નામ જાહેર કર્યા:સુરત ભાજપે 120 ઉમેદવારમાંથી 119ના નામ જાહેર કર્યા, વોર્ડ નંબર 11માં વિવાદના કારણે 3 જ નામ જાહેર થયા.14 વોર્ડમાં ચારેય ઉમેદવાર નવા, 95નો સૂર્યોદય, 67નો સૂર્યાસ્ત

સુરત3 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રદેશમાંથી યાદી આવતા સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. - Divya Bhaskar
પ્રદેશમાંથી યાદી આવતા સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.
 • પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહના નામને લઈને છેલ્લી ઘડી સુધી અસંમજસ

ભાજપાએ આખરે પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી આતુરતાનો અંત આણ્યો છે. મહાપાલિકાના કુલ 30 વોર્ડ માં 120 બેઠકો માંથી 119 બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા છે. પરંતુ પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહ ના વોર્ડ-11 અડાજણ-ગોરાટ માં એક બેઠક જાહેર કરવાથી બાકી રાખવામાં આવતાં તર્કવિતર્કો ઉઠ્યાં છે. 95 નવા ઉમેદવારો પર કળશ ઢોળાયો છે, 11 પૂર્વ કોર્પોરેટરોને અને 13 સિટિંગ કોર્પોરેટરોને પણ સમાવી લેવાયા છે તેથી યુવાઓને તક મળી છે. તો 67 જેટલા અનુભવી ત્રણ ટર્મ ભોગવનારા કોર્પોરેટરોને જ પડતાં મુકી દેવાયા છે.

ચોર્યાસી, પશ્ચિમ વિધાનસભા સહિતના વિસ્તારના આ કદાવર કોર્પોરેટરોને જ ત્રણ ટર્મ, ઉંમર બાધ ના નિયમો અમલમાં આવતાં કિનારે કરી દેવાતાં છુપો અસંતોષના વાદળો ઘેરાયા છે. અગાઉ ભાજપાના ભૂતકાળમાં પણ આ જ રીતીનિતી નો-રિપીટેશન જ્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતાં ત્યારે લાવવામાં આવી હતી. તેથી ભારે નારાજગીને લીધે મહાગુજરાત જનતા પાર્ટી (મજપા) અસ્તીત્ત્વમાં આવી હતી. પરંતુ સમય વિતતાં અસંતોષીઓની શું સ્થિતિ થઈ તે પણ તમામ જાણે જ છે. પરિણામે ભાજપાના નવા નિયમો સામે છૂપો અસંતોષ તો પ્રવર્તી રહ્યો છે પરંતુ લાચારીની સ્થિતિ પણ છે.

પાલિકાના 30 વોર્ડની 120 બેઠકોમાંથી 119 બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યા

વોર્ડ નં : 1
ગીતાબેન જીતેન્દ્ર સોલંકી
ભાવિનીબેન ભાવિન પટેલ
અજીતભાઈ ઈશ્વરભાઈ પટેલ
રાજેન્દ્ર ગોવનભાઈ પટેલ

વોર્ડ નં : 2
ઈલાબેન લલીતભાઈ સોલંકી
અરૂણાબેન ભરતભાઈ શિંગાળા
ભૂપેન્દ્રભાઈ સુખદેવભાઈ રાઠોડ
રાજુભાઈ રમેશભાઈ ગૌદાણી

વોર્ડ નં : 3
દક્ષાબેન લવજીભાઈ ખેની
ભાવનાબેન રાજેશભાઈ દેવાણી
ધર્મેશ ગોરધનભાઈ સરસીયા
ભાવેશભાઈ શંભુભાઈ ડોબરીયા

વોર્ડ નં : 4
હંસાબેન મહેશભાઈ ગજેરા
નયનાબેન દિપકભાઈ સંઘાણી
સંજયભાઈ નાગરભાઈ હિંગુ
બાબુભાઈ ધનજીભાઈ જીરાવાલા

વોર્ડ નં : 5
રશ્મિતાબેન વિપુલભાઈ હિરાણી
જયશ્રીબેન મનહરભાઈ વોરા
ચેતનભાઈ પ્રાગજીભાઈ દેસાઈ
ધર્મેશભાઈ ગણેશભાઈ કાકડીયા

વોર્ડ નં : 6
જયશ્રીબેન રાજનભાઈ વરીયા
અનિતાબેન યશોધર દેસાઈ
દક્ષેશકુમાર કિશોરભાઈ માવાણી
ઘનશ્યામભાઈ ગોવિંદભાઈ સવાણી

વોર્ડ નં : 7 જ્યોતિબેન હેમંતભાઈ પટેલ પુજાબેન બાબુભાઈ હરસોરા લલીતભાઈ ઘોસાભાઈ વેકરીયા નરેન્દ્ર નંદલાલ પાંડવ

વોર્ડ નં : 8
મીનાબેન રમેશભાઈ આંબલીયા
સુવર્ણાબેન દિપકભાઈ જાદવ
જીતેન્દ્રભાઈ નાથુભાઈ સોલંકી
ચીમનભાઈ પોપટભાઈ પટેલ

વોર્ડ નં : 9 નેન્સી શશીકાંત શાહ ગૌરીબેન મગનભાઈ સાપરીયા કુણાલ કમલેશભાઈ સેલર રાજન બકુલભાઈ પટેલ

વોર્ડ નં : 10
દિવ્યા કલુભાઈ રાઠોડ (એડવોકેટ)
ઉર્વશીબેન નિરવભાઈ પટેલ
ધર્મેશ રણજીતભાઈ વાણિયાવાલા
નિલેશ સુરેશભાઈ પટેલ

વોર્ડ નં : 11
હેમાલીબેન બોઘાવાલા
વૈશાલીબેન શાહ
કેયુરભાઇ હેમંતભાઇ ચપટવાલા

વોર્ડ નં : 12
હેમલતા ભુપેન્દ્રભાઈ રાવતકા
આરતીબેન એચ. પટેલ
રાકેશભાઈ માળી
કિશોરભાઈ બાબુભાઈ મયાણી

વોર્ડ નં : 13
મનિષા મુકેશ મહાત્મા
રેશ્માબેન આર. લાપસીવાલા
સંજય બંસીલાલ દલાલ
નરેશ મણીલાલ રાણા

વોર્ડ નં : 14
રાજશ્રી સતિષ મૈસુરીયા
મધુબેન મનુભાઈ ખેની
દિનેશભાઈ વાઘજીભાઈ જોધાણી
લક્ષ્મણભાઈ કરમશીભાઈ બેલડીયા

વોર્ડ નં : 15
મનિષાબેન આહિર
રૂપાબેન ભાર્ગવભાઇ પંડયા
રાજેશભાઈ હરજીભાઇ જોળીયા
ધર્મેન્દ્ર હરીભાઈ ભાલાળા

વોર્ડ નં : 16
કોમલબેન પ્રવિણભાઈ પટેલ
મમતાબેન રાજેશભાઈ સુરેજા
ચંદુભાઈ હંસરાજભાઇ મુંગા
દલસુખભાઈ પોપટભાઈ ટિંબડિયા

વોર્ડ નં : 17
શીતલબેન જગદીશભાઈ ભડિયાદરા
મંજુલાબેન હસમુખભાઈ શિરોયા
ભરતભાઈ બાબુભાઈ વાડોદરીયા
હરેશભાઈ નાગજીભાઈ જોગાણી

વોર્ડ નં : 18
દર્શિનીબેન પ્રવિણભાઈ કોઠીયા
અમિતાબેન ભરતભાઈ પટેલ
ગેમરભાઈ હીરાભાઈ દેસાઈ
દિનેશ રૂપાજી પુરોહિત

વોર્ડ નં : 19 લતા વિજય રાણા રમીલાબેન યોગેશભાઈ પટેલ નાગરભાઈ અંબારામભાઈ પટેલ વિજયકુમાર પ્રહલાદરાય ચોમાલ

વોર્ડ નં : 20
ઉષાબેન રાજેન્દ્રભાઈ પટેલ
ભારતીબેન સતીષભાઈ વાઘેલા
જયેશકુમાર મહેન્દ્રભાઈ જરીવાલા
દિપન હિતેન્દ્રભાઈ દેસાઈ

વોર્ડ નં : 21
ડિમ્પલ ચેતનભાઈ કાપડીયા
સુમન નરેન્દ્ર ગડીયા
અશોક ધનેશભાઈ રાંદેરીયા
વ્રજેશ ભરતભાઈ ઉનડકટ

વોર્ડ નં : 22
કૈલાશબેન જીતેશભાઈ સોલંકી
રશ્મિ ગિરધારી સાબૂ
દિપેશકુમાર ચંદુલાલ પટેલ
હિમાંશુ પ્રવિણસિંહ રાઉલજી

વોર્ડ નં : 23
ગીતાબેન ટી. રબારી
ઉર્મિલા શૈલેન્દ્ર ત્રિપાઠી
ડો.દિનાનાથ સંપતરાવ મહાજન
પરેશભાઈ રમેશચંદ્ર પટેલ

વોર્ડ નં : 24
હિનાબેન સુરેશભાઈ કણસાગરા
રોહીણીબેન છોટુભાઈ પાટીલ
ડૉ. બળવંત રતિલાલ પટેલ
સોમનાથ રઘુનાથ મરાઠે

વોર્ડ નં : 25
કવિતાબેન વીરસ્વામી એનગંદુલા
ખુશ્બુ ભુષણ પાટીલ
પ્રકાશભાઈ ગજાનન વાકોડીકર
વિક્રમ પોપટ પાટીલ

વોર્ડ નં : 26
વર્ષાબેન મથરભાઈ બલદાણીયા
અલ્કાબેન અનિલભાઈ પાટીલ
અમિતસિંહ રાજપૂત
નરેન્દ્રભાઈ શાંતારામ પાટીલ

વોર્ડ નં : 27
શશીબેન ધર્માત્મા ત્રિપાઠી
નિરાલાસિંહ બબલુભાઈ રાજપૂત
સુધાકર લોટન ચૌધરી
ભાઈદાસ સિતારામ પાટીલ

વોર્ડ નં : 28
પૂર્ણિમાબેન એચ. દાવલે
દલપતકુંવર નરપતસિંહ દરબાર
શરદ પાટીલ
વિનોદભાઈ મોહનભાઈ પટેલ

વોર્ડ નં : 29
સુધા રાજેશ પાંડે
વૈશાલી રાજેન્દ્ર પાટીલ
બંસુભાઈ જુગુરુભાઈ યાદવ
કનુભાઈ વિઠ્ઠલદાસ પટેલ

વોર્ડ નં : 30
પિયુષાબેન ભરતભાઈ પટેલ
રીનાદેવી અજીતસિંહ રાજપૂત
હસમુખભાઈ શંકરભાઈ નાયક
ચિરાગસિંહ હરેન્દ્રસિંહ સોલંકી

પાટીદાર પાવર : ગઢ જીતવા પાટિલની સ્ટ્રેટેજી, 50 ટકા સીટ પાટીદારોને
મિની સૌરાષ્ટ વરાછા-કતારગામમાં ભાજપાએ પાટીદાર ઇફેક્ટને ખાસ ધ્યાને રાખીને ટિકિટની ફાળવણી કરી છે. તેમાં જોઈએ તો 50 ટકા ટિકિટો તો પાટીદારોને જ ફાળવી દેવામાં આવી છે. પાટીદારનો ગઢ જીતવા માટે પાટિલે સ્ટ્રેટેજી અપનાવી છે કોંગ્રેસે જૂના કોર્પોરેટરોને જ ટિકિટ ફાળવી છે તેની સામે ભાજપામાંથી બાબુ જીરાવાળા, ધર્મેશ સરસીયા, ધર્મેશ કાકડીયા સહિતના પાટીદારોને ટિકિટ ફાળવણી કરી મેદાનમાં ઉતાર્યા છે. પ્રદેશ અધ્યક્ષ પાટિલે 8 પાટિલો સહિત 13 મહારાષ્ટ્રીયન ઉમેદવારોને ટિકિટ ફાળવણી કરી છે.

8 લાખ હિન્દી ભાષી વોટરમાંથી 12ને તક, 3 લાખ મરાઠીમાંથી 13ને ટિકિટ
8 લાખ હિન્દી ભાષી મતદાતા શહેરમાં વસે છે છતાં માત્ર 12 હિન્દી ભાષીઓને જ તક આપવામાં આવી છે. જ્યારે 3 લાખ મહારાષ્ટ્રીયન વોટર વચ્ચે 13 ટિકિટ ફાળવી છે. વોર્ડ નં-23માં 10 હજાર ઉડિયા સમાજના લોકો છે છતાં તેમને વધુ મહત્ત્વ નહીં અપાયું હોવાની તેઓમાં લાગણી પ્રવર્તી રહી છે.

પૂર્વ કાયદા પ્રધાન સ્વ.ચપટવાલાના પુત્રને ટિકિટ મળી, એક બેઠક બાકી
ભાજપને ઉભુ કરવામાં પરસેવો રેડનારા પૂર્વ કાયદા પ્રધાન સ્વ.હેમંત ચપટવાલાના પુત્રને ટિકિટ ફાળવાઇ છે. અગાઉ સ્વ. હેમંતભાઈના પત્નીને પણ એ જ સીટ પર ટિકિટ ફાળવાઈ હતી. ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં વોર્ડ નંબર 11માં હેમાલી બોઘાવાલા અને વૈશાલીબેન શાહને રિપીટ કરાયા છે, પૂર્વ ધારાસભ્ય રહેલા હેમંત ચપટવાલાના પુત્ર કેયુર હેમંત ચપટવાલાને ટિકિટ ફાળવવામાં આવી છે. જ્યારે એક ટિકિટ ફાળવણી બાકી રખાઈ છે. પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહના વોર્ડમાં બાકી રહેલી બેઠક માટે મોડી રાત્રે ખેંચતાણનો માહોલ છે.

ચૂંટણી- મહામંત્રી પદેથી રાજીનામુ આપનાર લલિત વેકરિયાને ટિકિટ
પાર્લામેન્ટરી બોર્ડના નિયમ પ્રમાણે પાર્ટીમાં એક જ હોદ્દો રહે છે. ત્યારે શહેર ભાજપાના મહામંત્રી લલીત વેકરીયાએ ચૂંટણી લડવા માટે ઇચ્છા હોય તેમણે મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે વોર્ડ નંબર-7 કતારગામ-વેડ ખાતેથી ઉમેદવારી નોંધાવવા ઇચ્છા વ્યક્ત કરી હતી. તેથી પક્ષે તેમનુ રાજીનામુ સ્વીકારી લઇ તેમને ટિકિટ ફાળવી છે.

વોર્ડ નં.10માં કોળી સમાજ વધુ હોવા છતાં 2 ટિકિટ પાટીદારોને ફાળવાઇ
વોર્ડ નંબર-10 અડાજણ-પાલ-ઇચ્છાપોરમાં કુલ છ ગામતળ અડાજણ, પાલ, પાલનપુર, ભાઠા, ભાટપોર અને ઇચ્છાપોર છે. જેમાં, કોળી સમાજના 20 હજાર લોકો છે. જ્યારે પાટીદાર સમાજના 10 હજાર લોકો 3 ગામો અડાજણ, પાલ, ઇચ્છાપોરમાં રહે છે. છતાં કોળી સમાજની અવગણના કરીને બે પાટીદારને ટિકિટથી છુપો રોષ છે.

પાલિકાની ચૂંટણી માટે વધુ 426 ફોર્મ વહેંચાયા,13 ઉમેદવારોની નોંધણી
પાલિકા ચૂંટણી માટે ગુરૂવારે વધુ 426 ઉમેદવારી પત્ર વહેંચાયા હતા. 13 ઉમેદાવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. સુરત મહાનગર પાલિકાની 21મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં ઉમેવારી નોંધવાના કામગીરી ચાલી રહી છે. જેના ત્રીજા દિવસે વધુ 426 ઉમેદવારીપત્ર વહેંચાયા છે. પાલિકાના 30 વોર્ડ પર 120 બેઠકો માટે હાલ સુધીમાં 1777 ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારી પાસેથી લોકો લઇ ગયા છે.

કોન્ટ્રોવર્સી, વરાછાથી વેસુ સુધી ભાજપમાં છૂપો વિરોધ

કોંગ્રેસના પાંડવના પુત્રને ભાજપમાં ટિકિટ
કોંગ્રેસના નંદલાલ પાંડવ કે જે ભાજપના પૂર્વમંત્રી નાનુ વાનાણી સામે ચૂંટણી લડ્યા હતાં. તેમના પુત્ર નરેન્દ્રને ભાજપામાંથી વોર્ડ નં-7 કતારગામ-વેડમાંથી ટિકિટ ફાળવાતાં કાર્યકરોમાં અસંતોષ છે. પ્રદેશના મહામંત્રી છતાં તેમના સંબંધીને વોર્ડ-10માં ઉમેદવાર જાહેર કરી દેવાયા છે. વોર્ડ નં-9માં બે પૂર્વ કોર્પોરેટરના પુત્રને ટિકિટ ફાળવાઈ છે. વોર્ડ નં-27માં ગત ટર્મમાં કોર્પોરેટર દક્ષાબેનના પતિ સુધાકર ચૌધરીને અને વોર્ડ-25માં પૂર્વ કોર્પોરેટરના પતિ પ્રકાશ વોકોડીકરને ટિકિટ ફાળવી છે.

મોરા ભાગળમાં સમસ્યાને લઈ વિરોધ
‘કોઈ રાજકીય પક્ષોએ વોટ માંગવા અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં... આ બેનર મોરા ભાગળની દુર્ગાપૂરી સોસાયટી ખાતે લોકોએ લગાડ્યું છે. રસ્તા અને વરસાદી ગટર લાઇન બનાવવાની કામગીરી કરી નહીં હોવાથી સ્થાનિકોમાં શાસકો સામે રોષ હોય બેનર લગાડી વિરોધ પ્રદર્શન હાથ ધર્યું છે.

ઉંમર 60 કરતાં વધુ છતાં ટિકિટ ફાળવાઈ
વોર્ડ-6 કતારગામના માજી કોર્પોરેટર યશોધર દેસાઇની પત્ની અનિતાબેન દેસાઇ સિટિંગ કોર્પોરેટર હતાં અને સ્થાયી સભ્ય હતાં. તેમને ફરી વખત ભાજપામાંથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. એટલે કે રિપીટ કરાયા છે પરંતુ પાલિકાના રેકર્ડમાં તેમની જન્મ તારીખ 4 નવેમ્બર 1960 નોંધાયેલી છે. આ તારીખ પ્રમાણે તેમની ઉંમર 61 વર્ષથી વધુ થાય છે. ભાજપા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે નિયમ અમલી બનાવ્યા છે અને ઘણાં અનુભવીઓને ઉંમર બાધ આગળ ધરીને પત્તુ કાપી નાંખ્યું છે ત્યારે અનિતાબેનને રિપિટ કરાતાં વિવાદ સર્જાયો છે.

CR-કુમારને હોબાળો સંભળાવ્યો
વોર્ડ નંબર 3માં આયાતી ઉમેદવાર સામે કાર્યકરોમાં રોષ ફાટી નીકળતા કાર્યકરોએ હોબાળો મચાવી દીધો હતો. પોતાને અન્યાય થયો હોવાનો બળાપો કાઢ્યો હતો.દરમિયાન કાર્યકરે સીઆર પાટીલ અને મંત્રી કુમાર કાનાણીને કોલ કરી અન્યાય થયો છે ન્યાય આપવો એવી માંગ કરી હતી.

હોબાળા બાદ સીઆર પર પ્રશ્નોનો મારો
વોર્ડ નં-3 વરાછા-સરથાણા-સીમાડા-લસકાણામાં આયાતી ઉમેદવારોને ટિકિટ ફાળવણી સામે સ્થાનિક કાર્યકરે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને ફોન કરી વિરોધ કર્યો હતો.

કાર્યકર: હેલો.. સી.આર. સાહેબ બોલો
પાટીલ: હાજી..
કાર્યકર: વોર્ડ નં-3માંથી બોલું છું કાર્યકર્તા
પાટીલ: હા, બોલો
કાર્યકર: વોર્ડ નં-3 સાથે અન્યાય થયો, એક ઉમેદવાર સ્થાનિક નથી મુક્યો. અત્યારે 500 જણાં કાર્યાલયે ભેગાં થયાં છે. અમારે શું કરવાનું? હોબાળો થાય છે.
પાટીલ: કેમ સ્થાનિક કોઇ આવ્યું નહીં?..
કાર્યકર: સ્થાનિક ઉમેદવાર કોઇ નથી. ચારેય ઉમેદવાર વોર્ડ બહારના છે. તમારે સાંભળવું હોય તો આ ફોન ચાલુ છે. સાંભળો.. ( હાય...નાં સુત્રોચ્ચાર) સ્થાનિકોને ન્યાય અપાવો
પાટીલ: હા ચોક્કસ, તમારાં ધારાસભ્યએ નામ આપ્યાં હોય તેમને મળીને ફોન કરાવો
કાર્યકર: ધારાસભ્ય ફોન નથી ઉપાડતાં

પૂર્વ ડે. મેયર શંકર ચેવલી , પૂર્વ સ્થાયી ચેરમેન રાજેશ દેસાઈને ટિકીટ ન ફાળવાઈ

 • રંજનબેન સરતાનપરા
 • ગીતાબેન પટેલ
 • પિયુષ શિવશક્તિવાળા
 • મૂળજી ઠક્કર
 • સુચિત્રાબેન પેટેલ
 • દયાશંકર સીંગ
 • શંકરલાલ ચેવલી
 • ભવાન સિસારા
 • સુભાષ પાટીલ
 • મંગનાદેવી શુક્લા
 • પ્રવિણ કહાર
 • પુષ્પાબેન પટેલ
 • રશ્મીકાબેન પટેલ
 • મન્જુબેન દૂધાત
 • ડો.રમણ પરમાર
 • પ્રવિણ પટેલ
 • મુળજી ઠક્કર
 • ડો.ડી.એમ.વાનખેડે
 • કાંતીલાલ બલર
 • સુભાષ પાટીલ
 • રાજુ દેસાઈ
 • હિતેન્દ્રકુમાર ગામીત
 • ડો.રમણ પરમાર
 • વર્ષાબેન રાણા
 • રાદડીયા જાદવ રાઘવભાઇ
 • ગીતાબેન દેસાઇ
 • રણજીતકુમાર ચીમના

​​​​​​​આ મોટા માથાઓની બાદબાકી

 • નીતીન ઠાકર (ભજીયાવાળા),(પૂર્વ શહેર ભાજપા અધ્યક્ષ)
 • ડો.જગદીશ પટેલ, (બલર) (પૂર્વ મેયર)
 • નિરવ શાહ, (પૂર્વ ડે.મેયર)
 • અનિલ ગોપલાણી, (પૂર્વ સ્થાયી અધ્યક્ષ)
 • પ્રવિણ પટેલ, (પૂર્વ સ્થાયી સમિતિ સભ્ય)
 • વિનોદ મોરડીયા, (સિટિંગ કોર્પોરેટર-ધારાસભ્ય)
 • રાજેશ દેસાઈ, ( પૂર્વ સ્થાયી ચેરમેન)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો