તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળબંબાકારની તસવીરી ઝલક:સુરતમાં 3 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બની ગયા નદી, ગરનાળાઓમાં કેડસમા પાણી ભરાયાં

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોધમાર વરસાદના કારણે પાલ વિસ્તારમાં ભૂવો પડ્યો

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ અને આજે સવારથી અત્યાર સુધીમાં વધુ 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. ડભોલી અને પુણા વિસ્તારમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.

કેટલીક જગ્યાએ તો ઘૂંટણસમા પાણી ભરાયાં
સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને વાહનચાલકોને હાલાકી પડી હતી. એટલું જ નહીં કેટલીક જગ્યાએ તો ઘૂંટણસમા પાણી પણ ભરાઈ ગયા હતા અને આ પાણી ભરાતા કેટલાક લોકોના વાહનો પણ વરસાદી પાણીમાં બંધ પડી ગયા હતા.

સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિની તસવીરી ઝલક

1. પુણા વિસ્તારના રસ્તીઓ નદી બની ગયા.
1. પુણા વિસ્તારના રસ્તીઓ નદી બની ગયા.
2. લિંબાયતના ગરનાળામાં કેડસમા પાણી ભરાયાં.
2. લિંબાયતના ગરનાળામાં કેડસમા પાણી ભરાયાં.
3. વરાછામાં સહજ પેલેસ પાસે પાણી ભરાયા.
3. વરાછામાં સહજ પેલેસ પાસે પાણી ભરાયા.
4. ડભોલી રોડ પર પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલી થઈ.
4. ડભોલી રોડ પર પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલી થઈ.
5. હજીરા હાઈવે પર પાણી ભરાયા.
5. હજીરા હાઈવે પર પાણી ભરાયા.
6. પાલનપુર વિસ્તારની સોસયટીઓમાં પાણી ભરાયાં.
6. પાલનપુર વિસ્તારની સોસયટીઓમાં પાણી ભરાયાં.
7. પુણા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા.
7. પુણા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા.
8. વરાછા એલ.એચ રોજ પર પાણી ભરાતાં બાઈક અડધી ડૂબી ગઈ.
8. વરાછા એલ.એચ રોજ પર પાણી ભરાતાં બાઈક અડધી ડૂબી ગઈ.
9. પુણા વિસ્તારમાં પાણી ભરાતા રિક્ષા બંધ પડી ગઈ.
9. પુણા વિસ્તારમાં પાણી ભરાતા રિક્ષા બંધ પડી ગઈ.
10. લિંબાયત ખાડીની બાજુમાં ક્રાંતિ નગર સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં.
10. લિંબાયત ખાડીની બાજુમાં ક્રાંતિ નગર સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં.
11. પાલ વિસ્તારમાં પડેલા ભૂવામાં ટેમ્પો ફસાયો.
11. પાલ વિસ્તારમાં પડેલા ભૂવામાં ટેમ્પો ફસાયો.