તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Became No. 1 In The Country In The Last 55 Days, Surat's Industries Made 200 Million Meters Of Fabric From Bhiwandi In Maharashtra

ભાસ્કર એક્સક્લૂઝિવ:સુરત બન્યું દેશમાં નંબર 1 - ગત 55 દિવસમાં સુરતના ઉદ્યોગોએ મહારાષ્ટ્રના ભિવંડીથી 20 કરોડ મીટર ફેબ્રિક બનાવ્યું

સુરત3 મહિનો પહેલાલેખક: એજાજ શેખ
  • કૉપી લિંક
સુરતમાં લૉકડાઉનમાં એક કરોડ મીટર પ્રતિ દિવસની ઝડપથી કાપડ ઉત્પાદન, ભિવંડીમાં માત્ર 80 લાખ મીટરનું ઉત્પાદન - Divya Bhaskar
સુરતમાં લૉકડાઉનમાં એક કરોડ મીટર પ્રતિ દિવસની ઝડપથી કાપડ ઉત્પાદન, ભિવંડીમાં માત્ર 80 લાખ મીટરનું ઉત્પાદન
  • સુરતમાં હાલ દૈનિક દોઢ કરોડ મીટરથી વધુ કાપડનું ઉત્પાદન
  • નિયંત્રણોના 23 દિવસોમાં પણ 25 કરોડ મીટર કાપડ બનાવ્યું

એક મહિના અગાઉ જ્યારે કોરોનાની બીજી લહેરનો કેર હતો અને મોટાભાગના રાજ્યોમાં લૉકડાઉનના કારણે ફેક્ટરીઓ બંધ હતી ત્યારે પણ ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ થંભી નહોતી. લૉકડાઉનના 23 દિવસોમાં 25 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરીને ગુજરાત દેશમાં નંબર-1 કાપડ ઉત્પાદક રાજ્ય બન્યું છે. કાપડ ઉત્પાદનમાં રાજ્યના સુરત શહેરે મહારાષ્ટ્રાના ભિવંડીને પાછળ રાખી દીધું છે.

ભિવંડીની તુલનામાં સુરતે ગત બે મહિનામાં 20 કરોડ મીટર વધુ કાપડ તૈયાર કર્યું હતું. લૉકડાઉન દૂર થયા બાદ સુરતના કાપડ ઉદ્યોગે પોતાની જૂની ગતિ ફરી મેળવી લીધી છે. દેશમાં મેન મેડ ફેબ્રિકના ક્ષેત્રે સુરત અને ભિવંડી દેશના બે સૌથી મોટા માર્કેટ છે. એમએમએફના ઉત્પાદનમાં ભિવંડીને પાછળ રાખીને સુરત નંબર વન બન્યું છે. કોરોનાની બીજી લહેરના પગલે ગુજરાત સરકારે 28 મેના રોજ આંશિક લૉકડાઉન લાગુ કર્યું હતું. તેમાંથી ઉદ્યોગોને બહાર રાખવામાં આવ્યા હતા.

40થી 50% ઉત્પાદન, બિઝનેટ ઝડપથી પૂર્વવત
કાપડ ઉત્પાદક સંજય સરાવગીએ જણાવ્યું હતું કે અત્યારે 50% એમએમએફનું ઉત્પાદન થઈ રહ્યું છે. કોરોનાના સમયમાં આંશિક લૉકડાઉન દરમિયાન દરરોજ 15થી 20 ટકાનું ઉત્પાદન થતું હતું. અત્યારે આ ઉત્પાદન સામાન્ય દિવસોના 50% સુધી પહોંચી ગયું છે. અત્યારે અમારે સપ્તાહમાં 3 દિવસ મશીન બંધ રાખવા પડે છે. દેશના બજારો ખુલશે તો ઝડપથી બિઝનેસ પૂર્વવત થશે.

વેચાણ શૂન્ય છતાં કાપડનું ઉત્પાદન બંધ કર્યું નહીં
લૉકડાઉન વખતે વેચાણ નહીં હોવા છતાં કાપડાનું ઉત્પાદન જારી રાખવામાં આવ્યું હતું જેથી લેબરને રોજગાર મળતો રહે અને તેમનું પલાયન થાય નહીં. ચેમ્બર ઑફ કોમર્સના ઉપ પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે લૉકડાઉનના કારણે અત્યાર સુધી સુરતમાં કાપડનું 50 ટકા ઉત્પાદન થઈ રહ્યું છે. એક મહિના પહેલા આશરે 1 કરોડ મીટર અને અત્યારે દોઢ કરોડ મીટર કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ કારણોસર હાલ સ્ટોક પણ વધારે છે.

...અત્યારે ભિવંડીમાં દૈનિક 1 કરોડ મીટર કાપડનું ઉત્પાદન
સુરત અને ભિવંડી ઉપરાંત ઈચ્છલ, કરંજી, થ્રીસુર, કોઇમ્બતુર, સાલેમમાં પણ કાપડનું વધુ ઉત્પાદન થાય છે. અમદાવાદ અને ભિવંડીમાં કોટનનું વધુ ઉત્પાદન થાય છે. લૉકડાઉનના 23 દિવસમાં ભિવંડીમાં 18-20 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થયું હતું. ભિવંડીના અગ્રણી વીવર સરોસ ફખરીએ જણાવ્યું હતું કે અત્યારે ભિવંડીમાં માંડ 2 લાખ મશીન દ્વારા 1 કરોડ મીટર કાપડ ઉત્પાદન થાય છે.

લૂમ્સ મશીનોમાં પણ નંબર-1
લૂમ્સ-મશીનોમાં પણ સુરત ટૂંક સમયમાં નંબર વન બનશે. સુરતમાં લૂમ્સ મશીનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભિવંડીમાં 6 લાખ લૂમ્સ છે. જ્યારે સુરતમાં 5.60 લાખ મશીનો છે. ભિવંડીમાં અગાઉ 9 લાખ લૂમ્સ હતી. હવે 6લાખ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...