ભાસ્કર વિશેષ:સુરતનો બાસ્કેટબોલ ખેલાડી વિવેક ગોટી ભારતીય નૌકાદળની સર્વિસ ટીમ વતી નેશનલ ગેમ્સમાં રમશે

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેલાડી વિવેક ગોટી, કોચ રાજેશ ભાલાવાલા - Divya Bhaskar
ખેલાડી વિવેક ગોટી, કોચ રાજેશ ભાલાવાલા
  • આગામી દિવસોમાં ગુજરાતમાં 36મી રાષ્ટ્રીય ખેલસ્પર્ધા 2022નું આયોજન કરાશે

સુરતમાં બાસ્કેટબોલ શીખી આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચનાર 6 ફૂટ 8 ઇંચ ઊંચાઇ ધરાવતો વિવેક ગોટી આગામી દિવસોમાં પોતાના વતન ગુજરાતમાં રમતો જોવા મળશે. 36મી રાષ્ટ્રીય ખેલ સ્પર્ધા ગુજરાતમાં યોજાશે. ત્યારે ભારતીય નૌકાદળમાં તેનાત વિવેક સર્વિસ ટીમ વતી રમશે. વિવેકની ટીમ છેલ્લાં 1 મહિનાથી દિલ્હીમાં પ્રેક્ટિસ કરી રહી છે.

29 સપ્ટેમ્બરે વિવેકની ટીમ ભાવનગર પહોંચશે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં વિવેકે જણાવ્યું કે, તેમણે સુરતથી રમવાની શરૂઆત કરી હતી. બાદમાં ભાવનગરમાં ધો-12માં પાસ કરી સુરત આવ્યો. સુરતમાં બાસ્કેટ બોલના કોચ રાજેશ ભાલાના નેતૃત્વમાં 2 વર્ષ સુધી પ્રેકટિસ કરી. વર્ષ 2010માં વિવેકને ગુજરાતની ટીમમાંથી રમવાનું મળ્યું જેમાંથી તેણે એશિયન ચેમ્પિયનશિપમાં રમવાની તક મળી હતી. ગુજરાતની ટીમ ટોપ-8માં નથી જ્યારે તેની ટીમ સર્વિસ ટીમ ટોપ -7માં છે.

લાલભાઈ સ્ટેડિયમ પર રમવા આવ્યો ત્યારે કોચે પસંદગી કરી
વિવેકને શરૂઆતમાં કોચિંગ આપનાર રાજેશ ભાલાવાલાએ જણાવ્યું કે, લાલભાઇ સ્ટેડિયમ પર મેચ ચાલી રહી હતી ત્યારે એક ખેલાડીએ જણાવ્યું કે સર, એક લાંબો ખેલાડી આવ્યો છે, મે વિવેકને બોલાવ્યો અને કહ્યું કે તું બાસ્કેટબોલ રમશે ? તેણે હા પાડતા યુનિવર્સિટીના મેદાનમાં બાસ્કેટબોલ રમવાનું શરૂ કર્યું.

બાસ્કેટબોલ એસો.ના અધ્યક્ષે કહ્યું આ છોકરો મને આપી દો
બાસ્કેટબોલ એસોસિએશનના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જ્યારે વિવેકને બાસ્કેટબોલ રમતો જોયો ત્યારે તેમણે તેના કોચ રાજેશ ભાલાવાલાને કહ્યું કે આ છોકરો મને આપી દો.

અન્ય સમાચારો પણ છે...