એક્સિડન્ટ:બારડોલીના ધૂલિયા ચાર રસ્તા પર ટ્રક પલટીને કાર પર પડ્યો, ટ્રક નીચે દબાયેલા કાર ચાલકનો આબાદ બચાવ,ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો

સુરત2 વર્ષ પહેલા
ટ્રકની કેબિન નીચે કાર દબાઈ જતાં કારનો કડૂસલો વળી ગયો હતો. - Divya Bhaskar
ટ્રકની કેબિન નીચે કાર દબાઈ જતાં કારનો કડૂસલો વળી ગયો હતો.
  • પોલીસ અને લોકોએ ક્રેઈર્નની મદદથી ટ્રક ઉંચક્યો તો કારચાલક ઈજાગ્રસ્ત જીવિત હાલતમાં મળ્યો

સુરત જિલ્લાના બારડોલીના ધૂલિયા ચાર રસ્તા પાસે ગમબ્વાર અકસ્માત સર્જાયો હોય છે. જેમાં 10 વ્હિલ વાળા ટ્રકે પલટી મારી દીધી હોય છે. ભારે વજન ધરાવતો અને ફૂલ સ્પીડમાં દોડતો ટ્રક પલટીને આગળ જતી કાર પર પડે છે. જેથી કારમાં સવારના રામ મરી ગયા હોવાનું સ્થાનિકો માની બેસે છે. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જાય છે. પોલીસ કાફલો પણ દોડી આવે છે. એક્સિડન્ટના પગલે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. બાદમાં ક્રેઈર્નની મદદથી ટ્રકને કાર પરથી ઉંચકવામાં આવે છે. ત્યારે કારમાં સવાર વ્યક્તિ જીવિત હોવાનું અને બચાવ થયો હોવાનું સામે આવે છે. જેથી તમામ હાશકારાની લાગણી અનુભવે છે.બાદમાં ઈજાગ્રસ્ત કાર ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવે છે.

કાર ટ્રક નીચે દબાઈ ગઈ હોવા છતા સદનસીબે કારના ચાલકનો જીવ બચી ગયો હતો.
કાર ટ્રક નીચે દબાઈ ગઈ હોવા છતા સદનસીબે કારના ચાલકનો જીવ બચી ગયો હતો.

ચાર રસ્તા પર જ એક્સિડન્ટ
ઘુલિયા ચાર રસ્તા પર સર્જાયેલા અકસ્માતમાં કાર નીચે રહી ગઈ હતી અને ઉપર ટ્રકની કેબિન સહિતનો ભાગ આવી ગયો હતો. જેથી કાર ચગદાઈ ગઈ હોય સ્થાનિકો માનતા હતા કે કાર ચાલક મૃત્યુ પામ્યો હશે જો કે સદનસીબે એવું ન થયું અને તાત્કાલિક તેને સારવાર માટે બારડોની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

એક્સિડન્ટના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં.
એક્સિડન્ટના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં.

કેબિનેટ મંત્રી દોડી આવ્યા
અકસ્માતની જાણ થતાં કેબિનેટ મંત્રી દોડી આવ્યાં હતાં. લોકોના ટોળા વચ્ચેથી કાર ચાલક જીવિત હોવાનું સામે આવતાં તમામ લોકોએ ખુશીની લાગણી વ્યકત કરી હતી. બાદમાં ટ્રક અને કારને હટાવીને રસ્તો સાફ કરવામાં આવ્યો હતો. જેથી વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.