ગૌરવ:વિયેતનામમાં 11મી એશિયન જુનિયર તાઈક્વાઈન્ડો ચેમ્પિયનશીપમાં સુરતના ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યાં

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • ઈન્ડિયન ટીમમાં 10 બોય્ઝ અને 10 ગર્લ્સે એમ 20 સ્ટુડન્ટે ભાગ લીધો હતો

તાઈક્વાઈન્ડોની 11મી એશિયન જુનિયર ચેમ્પિયનશીપનું આયોજન વિયેતનામમાં થયું હતું. 25થી 28મી ઓગસ્ટ દરમિયાન યોજાયેલી સ્પર્ધામાં ઈન્ડિયન ટીમમાં 10 બોય્ઝ અને 10 ગર્લ્સ એમ 20 સ્ટુડન્ટે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સુરતના ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા મળી હતી.

51 કિલો કેટેગરીમાં મેડલ મેળવ્યો
સુરતમાંથી 5 ટેકવોન્ડો પ્લેયર્સ મિહિર નલિયાપરા, નીર્વી હેડ, તેના રાજા, કામ્યા મલ્હોત્રા અને ધ્રુવાંક જૈન ભાગ લીધો હતો. આ ટીમના કોચ તરીકે ડાયનામિક વોરિયર માર્શલ આર્ટ એકેડેમીના પમીર શાહ ની નિમણુંક થઇ હતી. આ ચેમ્પિયનશિપમાં બોય્ઝમાં-51 કિલો કેટેગરીમાં મિહિર નલિયાપરાએ હોંગકોંગ અને ચાઈનાને હરાવી બ્રાન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને નીર્વી હેડએ નેપાળને હરાવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. મિહિર 2 મહિના અગાઉ વર્લ્ડ સ્કૂલ ગેમ, પેરિસમાં પણ ભારત નું પ્રતિનિધિત્વ કરી ચૂકયો છે. નીર્વી પણ 2018-2019માં એશિયન તથા વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે.

2000થી વધુ ખેલાડી તાલિમ લઈ રહ્યા છે
​​​​​​​
મિહિર, નીર્વી, ઝેના અને કામ્યા ગત મહિને વર્લ્ડ જુનિયર તાઇકવાન્ડો ચેમ્પિયનશિપ, બુલ્ગેરિયામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. આ તમામ 5 પ્લેયર્સ સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી COE એકેડેમીમાં એક્સપર્ટ કોચ અમન કુમાર હેઠળ તાલીમ લઇ રહ્યા છે. તાઈક્વાન્ડો એ એક પ્રકારની માર્શલ આર્ટ છે અને ફુલ કોન્ટક સ્પોર્ટસ છે. ટાઈક્વાન્ડો એ ઓલિમ્પિક સ્પોર્ટ્સ છે.તાઈક્વાન્ડો અને જુડો સિવાય બીજી કોઈ પણ માર્શલ આર્ટને ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું નથી તાઈક્વાન્ડો ફુલ કોંટેક્ટ માર્શલ આર્ટ હોવાથી સેલ્ફ ડિફેન્સ માટે ખુબ જ પ્રખ્યાત છે. સુરત શહેરમાં અત્યારે 2000થી વધુ પ્લેયર્સ તાઈક્વાન્ડોની ટ્રેનિંગ લઇ રહ્યા છે. 40થી વધારે સ્કૂલ્સમાં તાઈક્વાન્ડો એક સબ્જેકટ તરીકે શીખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...