તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત APMC શરૂ:શાકભાજીનું વેચાણ શરૂ થતાં વેપારી-ખેડૂતોને હાંશકારો, કેરીનું 6 સ્પોટ પર વેચાણ

સુરત9 મહિનો પહેલા
સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે એપીએમસી માર્કેટ શરૂ
 • શહેરીજનોએ કેરીની ખરીદી માટે અટવાવું નહીં પડે તે માટે એપીએમસીની તૈયારી
 • છુટક કેરીની જગ્યાએ 10 કે 20 કિલોના બોક્સમાં કેરીનું વેચાણ કરવામાં આવ્યું

એપીએમસી માર્કેટ શરૂ થઈ ગયું છે. માર્કેટ શરૂ થતાં દક્ષિણ ગુજરાત અને ગુજરાતના બહારના ખેડૂતોને યોગ્ય વળતર મળી જતાં હાંશકારો થયો છે. શહેરીજનોને કેરી ખરીદી કરવા માટે એપીએમસી સુધી લાંબાં નહીં થવું પડે, ઉપરાંત ખેડૂતોના પાકનું પણ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે માટે 6 સ્પોટ પર કેરીનું વેચાણ શરૂ કરાયું છે.

અન્ય જિલ્લામાંથી કેરીના પાકના પ્રવેશને લઈને હજુ પણ સમસ્યા

એપીએમસી ચેરમેન રમણ જાની અને વાઈસ ચેરમેન સંદીપ દેસાઈ જણાવે છે કે, એપીએમસી માર્કેટ શરૂ થઈ ચૂક્યા છે. વેપારીઓ અને ખેડૂતો શાકભાજી લઈને આવવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે કેરીનું પણ યોગ્ય રીતે વેચાણ થાય તે માટે અમે 6 સ્થળોએ કેરીના પાકના વેચાણ માટેની વ્યવસ્થા શરૂ કરી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ખેડૂતો અને વેપારીઓ સહિત વિક્રેતાઓને અપીલ કરી છે. જોકે, અન્ય જિલ્લામાંથી કેરીના પાકના પ્રવેશને લઈને હજુ પણ સમસ્યા નડી રહી છે. જેના માટે અમારી રજૂઆતો સતત ચાલું છે. કેરીના છુટક વેચાણની જગ્યાએ તેને 10 કે 20 કિલોના પેકિંગમાં જ વેચાણ કરવાનું પાલિકા કમિશનરના સૂચનને પાલન કરવામાં આવી રહ્યું છે.

કેરીના વેચાણ માટે નક્કી કરાયેલા 6 સ્થળો

 • રાધાકૃષ્ણ મંદિર, પીપલોદ
 • એસએમસી ઓપન પ્લોટ, વી.આઈ.પી રોડ, વેસુ
 • જેલીબા ફાર્મ વૈભવ રેસિડેન્સીની બાજુમાં, પુણા
 • લેઉઆ પાટીદાર સમાજની વાડી, સારોલી
 • એસએમસી ઓપન પ્લોટ, ગોકુલધામ રો-હાઉસની સામે, રાધે ચોક, વરાછા
 • કૃષિ બજાર, રીંગરોડ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો