હત્યાનો પ્રયાસ:સુરતના વરાછામાં અસામાજિકતત્વોએ ફ્રૂટની લારી ધરાવતા યુવકને ચપ્પુના ઘા માર્યા, ભાગદોડ મચી ગઈ

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકની હાલત હાલ સાધારણ. - Divya Bhaskar
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકની હાલત હાલ સાધારણ.
  • હુમલાનું કોઈ કારણ નહીં મળતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા લક્ષમણ નગરમાં કેટલાક અસામાજિકતત્વોએ ફ્રૂટની લારી ધરાવતા ઇસમને ચપ્પુના બે ઘા મારી પતાવી દેવાનો પ્રયાસ કરતા ભાગદોડ મચી ગઇ છે. યુપીવાસી ફુલચંદ પર થયેલા હુમલાનું કોઈ કારણ નહીં મળતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે. ફુલચંદને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

હુમલાનું કારણ અકબંધ
સંતોષ (ઇજાગ્રસ્ત ફુલચંદનો મિત્ર) એ જણાવ્યું હતું કે, યુપીવાસી ફુલચંદ ફ્રુટનો નાનો વેપારી છે. ભાઈ વિજય સાથે રહે છે. પરિવારમાં પત્ની, બાળક અને માતા-પિતા વતનમાં રહે છે. હુમલા પાછળનું કોઈ કારણ ખબર પડી નથી. ઘટના સોમવારની રાત્રે 11 વાગ્યા આજુબાજુની છે.

કેટલાક ઈસમોએ ગાળો આપી હુમલો કરી દીધો
વધુમાં જણાવ્યું હતું કે ફુલચંદ રાત્રે ઘર નજીક દુકાન પર સામાન લેવા ગયો હતો. પરત ફરતા કેટલાક ઈસમોએ ગાળો આપી હુમલો કરી દીધો હતો. નામથી તો નહીં પણ ચહેરાથી ઓળખતો હોવાનું જણાવ્યું હતું. સિવિલ લઈ આવ્યા બાદ ઓપરેશનમાં લેવાયો હતો. પોલીસ હુમલાખોરોને શોધી રહી છે. ફુલચંદની હાલત સાધારણ છે.