• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat And Udha Railway Stations Will Be Rejuvenated At A Cost Of Rs. International Level Facilities Will Be Set Up At A Cost Of Rs 1285 Crore

સુવિધા વધારાશે:સુરત અને ઉધના રેલવે સ્ટેશનોનું કાયાકલ્પ થશે,ચાર વર્ષમાં રૂ. 1285 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ લેવલની સુવિધાઓ ઉભી કરાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રેલવે સ્ટેશનોને 'રેલોપોલિસ'માં રૂપાંતરિત કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો - Divya Bhaskar
રેલવે સ્ટેશનોને 'રેલોપોલિસ'માં રૂપાંતરિત કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો
  • ચાર વર્ષની સમયમર્યાદામાં વધુ સારી કનેક્ટિવિટી, મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેશન સુવિધા અપાશે

સુરત, ઉધના અને ઉદયપુર રેલવે સ્ટેશનોના રિડેવલપમેન્ટ માટે તા.14 સપ્ટેમ્બરના રોજ ભારતીય રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન (IRSDC) દ્વારા પ્રી-બિડ બેઠક યોજાઈ હતી. વધુ સારી મુસાફરીના અનુભવ સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અત્યાધુનિક સુવિધાઓ તેમજ રેલવે સ્ટેશનોને 'રેલોપોલિસ'માં રૂપાંતરિત કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલી બેઠકમાં 14 ડેવલપર્સ-કન્સલ્ટન્ટ ઉપસ્થિત રહ્યાં હતાં.

સ્ટેશનોમાં વધુ સારી કનેક્ટિવિટી, મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેશન અને રિટેલ અને રિયલ એસ્ટેટને વેગ મળશે
સ્ટેશનોમાં વધુ સારી કનેક્ટિવિટી, મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેશન અને રિટેલ અને રિયલ એસ્ટેટને વેગ મળશે

વિશ્વસ્તરીય સુવિધાઓ અપાશે
બેઠકમાં IRSDC ના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી એસ.કે. લોહિયાએ જણાવ્યું હતું કે, સુરત, ઉધના અને ઉદયપુર રેલવે સ્ટેશનના પુન:વિકાસ માટેની પ્રી-બિડ બેઠકોને મળેલા અપ્રતિમ પ્રતિસાદથી અમે ઉત્સાહિત છીએ. રૂ.1285 કરોડના ખર્ચે સુરત અને ઉધના રેલવે સ્ટેશનનું ચાર વર્ષની સમયમર્યાદામાં રિડેવલપમેન્ટ થશે. સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા નિયત ધારાધોરણો અનુસાર રિડેવલપમેન્ટ કરાશે. સ્ટેશનોમાં વધુ સારી કનેક્ટિવિટી, મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેશન અને રિટેલ અને રિયલ એસ્ટેટને વેગ મળવા સાથે રોજગારીની વિપુલ તકો પણ ઉભી થશે, જેનાથી સંબંધિત ક્ષેત્રોના સામાજિક-આર્થિક પરિવર્તનની શરૂઆત થશે. આ જ રીતે ઉદયપુર સ્ટેશનને પણ ત્રણ વર્ષમાં રૂ. 132 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.

સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા નિયત ધારાધોરણો અનુસાર રિડેવલપમેન્ટ કરાશે
સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા નિયત ધારાધોરણો અનુસાર રિડેવલપમેન્ટ કરાશે

મનોરંજન સહિતની સુવિધાઓ ઉભી કરાશે
સુરત ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SITCO) દ્વારા સુરત મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH)રેલવે સ્ટેશનને વિકસાવવામાં આવશે. સુરત પ્રોજેક્ટના પ્રસ્તાવિત સુવિધાઓમાં સરળ અને સુવિધાયુક્ત પ્રવેશ, વધુ સારી કનેક્ટિવિટી, સુરતની પૂર્વ બાજુને કનેક્ટિવિટી પૂરી પાડવા માટેનો નવો પૂર્વ-પશ્ચિમ માર્ગ, રેલવે પ્લેટફોર્મ, GSTRC ટર્મિનલને વિના અવરોધ કનેક્ટિવિટી માટે પેસેન્જર ઇન્ટરચેન્જ પ્લાઝાના રૂપમાં સેન્ટ્રલ કોનકોર્સ અને વોકવેનો સમાવેશ થાય છે, મુસાફરો માટે બીઆરટીએસ/સિટી બસ ટર્મિનલ, પ્રસ્તાવિત મેટ્રો, પાર્કિંગ ઝોન, મનોરંજન વિસ્તાર, સરળ ચિહ્નો વગેરે સુવિધાને આવરી લેવામાં આવી છે.

સારી મુસાફરીના અનુભવ સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અત્યાધુનિક સુવિધાઓ સ્થાપિત કરાશે
સારી મુસાફરીના અનુભવ સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અત્યાધુનિક સુવિધાઓ સ્થાપિત કરાશે

બેઠકમાં મોટા ડેવલપર્સ હાજર રહ્યાં
સુરત મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) રેલવે સ્ટેશનના પુન:વિકાસ અંતર્ગત સુરતના એમ.એમ.ટી.એચ. રેલવે સ્ટેશનના વિકાસ માટે કુલ વિસ્તાર 3,40,131 ચોરસ મીટર અને ઉધના રેલવે સ્ટેશન માટે 7,38,088 ચોરસ મીટર ઉપલબ્ધ છે, જે પૈકી સ્ટેશન એસ્ટેટ વિકાસ માટે સુરત MMTH રેલવે સ્ટેશનનો બિલ્ટ અપ એરિયા (BUA) આશરે 4,65,000 ચોરસ મીટર અને ઉધના રેલવે સ્ટેશનનો બિલ્ટ અપ એરિયા માટે 37175 ચોરસ મીટર છે.બેઠકમાં અદાણી ગ્રુપ, કલ્પતરૂ ગ્રુપ, ક્યુબ કન્સ્ટ્રક્શન્સ, JKB ઈન્ફ્રાસ્ટ્રક્ચર, GMR, MBL ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મોન્ટે કાર્લો, G.R. ઈન્ફ્રા, Thoth ઈન્ફ્રાસ્ટ્રક્ચર, PSP પ્રોજેક્ટ્સ, વર્ચ્યુસ રિટેલ સાઉથ એશિયા પ્રા. લિ., સિક્કા એસોસિએટ્સ, Egis ઇન્ડિયા અને એડ્રોઇટ ફાઇનાન્સિયલ જેવા નામાંકિત ડેવલપર્સ-કન્સલ્ટન્ટસએ ભાગ લીધો હતો.