તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાગવા જતા મોત મળ્યું:સુરતમાં પોલીસના જાપ્તામાં રહેલો કોરોનાનો દર્દી હોસ્પિટલ લઈ જતી વખતે એમ્બ્યુલન્સમાંથી કુદ્યો, સારવાર દરમિયાન મોત

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાત્રિ દરમિયાન એમ્બ્યુલન્સમાં કુદી ગયેલાનું સારવાર દરમિયાન સિવિલમાં મોત નીપજ્યું હતું. - Divya Bhaskar
રાત્રિ દરમિયાન એમ્બ્યુલન્સમાં કુદી ગયેલાનું સારવાર દરમિયાન સિવિલમાં મોત નીપજ્યું હતું.
  • માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી

અમરોલી પોલીસના જાપ્તા વચ્ચે કોરોનાગ્રસ્ત આરોપી ગઈકાલે રાત્રે ચાલુ એબ્યુલન્સમાંથી કુદી પડતાં આજે સવારે સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ હતું. વાહન ચોરીના આરોપમાં ઝડપાયેલા ઈસમની ધરપકડ બાદ તેનો રિપોર્ટ કઢાવવામાં આવતાં આરોપી કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. જેને પગલે ગત રાત્રે તેને પોલીસ બંદોબસ્ત વચ્ચે 108 એમ્બુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમ્યાન નાસી છૂટવાનો પ્રયાસ કરતાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને આજે સવાર દરમ્યાન મોત નીપજયું હતું.

પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
મોટા વરાછા ખાતે સનરાઈઝ કોમ્પલેક્ષ પાસે રહેતા 24 વર્ષીય દિવાન નાથુભાઈ ભાંભોરને વાહન ચોરીના આરોપસર પોલીસે ઝડપી પાડ્યો હતો. રિમાન્ડ સહિતની તજવીજ હાથ ધરતાં પહેલા પોલીસ દ્વારા દિવાન ભાંભોરનો કોરોના રિપોર્ટ કઢાવવામાં આવતાં તે પોઝિટિવ નીકળ્યો હતો.જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાદમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.

કુદી ગયેલાને માથાના ભાગે ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું.
કુદી ગયેલાને માથાના ભાગે ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું.

ગંભીર ઈજા થતા મોત
પોલીસ દ્વારા ગત રાત્રે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસ જાપ્તા વચ્ચે આરોપીઓ નાસી છૂટવા માટે કતારગામ નિલમ પેટ્રોલ પાસે ચાલુ એબ્યુલન્સમાંથી કુદકો મારી દીધો હતો. જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો.