તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈ:સુરતના મોટા વરાછામાં OLX પર વેચવા મુકેલો મોબાઇલ જોવાના બહાને લઈને ગઠિયો રફુચક્કર થઈ ગયો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમરોલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
અમરોલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. (ફાઈલ તસવીર)
  • વિદ્યાર્થીનો વિશ્વાસ કેળવી મોબાઈલ બિલ અને મોબાઇલ લઇ ઠગે મોપેડ પુરઝડપે હંકારી મુક્યુ

શહેરના મોટા વરાછા વિસ્તારમાં વિદ્યાર્થીએ OLX પર વેચવા મુકેલો મોબાઇલ ફોન ખરીદવાની લાલચ આપીને ઠગે મોબાઈલની ચીલઝડપ કરી હતી.મોબાઇલ જોવાના બહાને મોપેડ સવાર એમ્બ્રોડરી કારખાનેદારના પુત્રને વિશ્વાસમાં લઇ ફોન અને બિલ લઇ ભાગી જતા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

24 હજારમાં ફોન ખરીદવાની વાત કરી હતી
અમરોલી પોલીસના જણાવ્યા મુજબ મોટા વરાછાની હંસ સોસાયટીમાં રહેતા એમ્બ્રોડરી કારખાનેદાર હિંમત લાલજી કથેરીયા (ઉ.વ.45 મૂળ રહે. નસેડી, તા. સાવરકુંડલા, જિ. અમરેલી) ના ધોરણ 11માં અભ્યાસ કરતા પુત્ર જીલ (ઉ.વ. 16) એ માતાનો સેમસંગ નોટ 9 મોબાઇલ ફોન 9 ડિસેમ્બરના રોજ OLX પર વેચવા મુકયો હતો. 10 ડિસેમ્બરે મોબાઇલ પરથી કોલ આવ્યો હતો અને 24 હજારમાં ફોન ખરીદવાની વાત કરી બિલ, ઇયર ફોન અને મોબાઇલ બતાવવાનું કહ્નાં હતું. ફોન કર્યાના ગણતરીના કલાકોમાં જ એક યુવાન જીલની રહેણાંક સોસાયટીના નાકા પર મોપેડ પર આવ્યો હતો.

વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી
યુવાને જીલ પાસેથી ઇયર ફોન અને ચાર્જર ચેક કરી પરત આપ્યા અને ત્યાર બાદ ફોન અને બિલ જોવા માંગ્યા હતા. જીલે બિલ અને મોબાઇલ યુવાનના હાથમાં આપતા વેંત યુવાન મોપેડ સ્ટાર્ટ કરી પુર ઝડપે હંકારીને ભાગી ગયો હતો. આ બાબતની જાણ જીલે તેના પિતા હિંમતભાઈ કથેરીયાને કરતા તેઓએ તેમના સારોલી ખાતેના એમ્બ્રોડરી કારખાનેથી પરત ઘરે દોડી આવ્યા હતા અને શરીરે મજબુત બાંધાના મોપેડ સવારની શોધખોળ કરી હતી. પરંતુ યુવાનનો ક્યાંય પત્તો મળ્યો ન હતો. જેથી આ અંગે કારખાનેદારે અમરોલી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો