હુમલો:સુરતના અમરોલીમાં જૂના ઝઘડાની અદાવતમાં યુવકને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકાતા હાલત ગંભીર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જતી વખતે ઈજાગ્રસ્તે હુમલાખોરો અંગે નિવેદન આપ્યું હતું. - Divya Bhaskar
ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જતી વખતે ઈજાગ્રસ્તે હુમલાખોરો અંગે નિવેદન આપ્યું હતું.
  • ઈજાગ્રસ્તનું 8 કલાક ઓપરેશન કરીને જીવ બચાવી લેવાયો

સુરતના અમરોલીથી સિંગણપોર જતા બે મિત્રોને અધવચ્ચે આંતરી એકને ઉપરા ઉપરી ચપ્પુના અનેક ઘા મારી બાઇક સવાર હુમલાખોરો ભાગી જતા અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે. રત્નકલાકાર રાજાને જૂના ઝઘડાની અદાવતમાં પતાવી દેવાના ઇરાદે જ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. ખાનગી હોસ્પિટલમાં 8 કલાકના ઓપરેશન બાદ ભાનમાં આવેલા રાજાએ હુમલાખોરોની ઓળખ આપતા પોલીસે માલ્યા બંધુઓની શોધખોળ હાથ ધરી છે.

પેટના ભાગે 3 ઘા ઝીંકાયા
મનોરાજ નદનરાજ (ઈજાગ્રસ્તના પિતરાઇ ભાઈ) એ જણાવ્યું હતું કે, હુમલો કોસાડ નજીક ચાર ભુજા સર્કલ પાસે થયો હતો. ભાઈ રાજ ઘનશ્યામ બનસુ ઉ.વ. 34 (રહે સિંગણપોર અગિયારી છાપરી) ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. અમરોલી આવાસમાં થયેલા ઝગડાની અદાવતમાં હુમલો કરાયો હતો. ભાઈ રાજા એના મિત્ર રાજુ સાથે ઘરે જતો હતો. ત્યારે ચારભુજા પાસે મોન્ટુ અને ઉત્તમ માલિયાએ રસ્તે આતરી રાજાને પતાવી દેવા પેટના ભાગે ત્રણ ઘા માર્યા બાદ પગમાં બે ઘા માર્યા હતા. એટલું જ નહીં પણ નજરે જોઈ રહેલા મિત્ર રાજુ જીવ બચાવી ભાગતા એની પાછળ દોડી એને પણ ઘા મારવાનો પ્રયાસ કરાયો હતો.

8 કલાક બાદ જીવ બચ્યો
લાલુ (ઇજાગસ્તનો મિત્ર) એ જણાવ્યું હતું કે મને રાજુ નો ફોન આવ્યો, અમારી ઉપર હુંમલો થયો છે. રાજા લોહી લુહાણ થઈ ગયો છે. 108 ને જાણ કરી છે. બસ આ સાંભળી હું દોડી ગયો હતો. રાજા એ 108 માં વીડિયો રેકોર્ડીંગ કરી હુમલાખોરો ની ઓળખ આપી હતી. માલ્યા બંધુઓએ જીવથી મારી નાખવાના ઇરાદે જ હુમલો કર્યો હતો. ખાનગી હોસ્પિટલમાં 8 કલાકના ઓપરેશન બાદ રાજનો જીવ બચાવવામાં ડોક્ટરો સફળ થયા હતા. આજે પગનું ઓપરેશન પણ બે કલાક ચાલ્યું હતું.અમરોલી પોલીસે રાજા પર થયેલા હુમલા પ્રકરણ માં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.