તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:સુરતના અમરોલીમાં યુવકે લગ્નની લાલચે અવાર નવાર શારીરિક સંબંધ બાંધી યુવતીને તરછોડી ધમકી આપી

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવતીનું શારીરિક શોષણ કરી તરછોડી દેનાર યુવક સામે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
યુવતીનું શારીરિક શોષણ કરી તરછોડી દેનાર યુવક સામે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • લગ્ન કરવાનો વાયદો ન પાળતાં યુવતીએ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ કરી

અમરોલી વિસ્તારમાં રહેતી એક યુવતીને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. વિશ્વાસમાં આવી ગયેલી યુવતી પર યુવકે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં યુવતીએ લગ્નનું કહેતા યુવક નાસી ગયો હતો અને જતા જતાં ધમકી આપી હતી કે કોઈને કહીશ તો મારી નાખીશ. જેથી યુવતીએ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું
અમરોલી પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર અમરોલી કોસાડ આવાસ ખાતે અનિલ કાળુ માંગુકીયા રહે છે. તેણે પોતાના જ વિસ્તારમાં રહેતી યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવતીને લગ્ન કરવાની લાલચ તથા વિશ્વાસમાં લઈને અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

લોકડાઉન બાદ દુષ્કર્મ ગુજાર્યું
અનિલ માંગુકીયાએ વિશ્વાસ સંપાદીત કરી લીધા બાદ યુવતીને પોતાનું મન થાય ત્યારે અને મરજી પ્રમાણે અલગ અલગ જગ્યાએ લઈ જતો હતો ત્યાં તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. લોકડાઉન બાદ સપ્ટેમ્બર 2020થી અત્યાર સુધીમાં અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પીડિતાએ પોલીસ ફરિયાદમાં લખાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો