ભાસ્કર એક્સક્લુસિવ:સુરતમાં સાડીની સાથે રેઇન કોટનું કાપડ બનાવવાની પણ શરૂઆત, યુરોપ સહિત 10થી વધુ દેશોમાં નિકાસ

સુરત5 દિવસ પહેલાલેખક: જલ્પેશ કાળેણા
  • કૉપી લિંક
  • મેનમેડ ફાઈબરમાંથી કાપડ બનાવવાની ટેક્નોલોજી

સુરતમાં ડિફેન્સ માટેનનું કાપડ, છત્રીનું કાપડ સહિતના વિવિધ ટેક્નિકલ ટેક્સટાઈલ બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરતના ટેક્ષટાઈલ ઉદ્યોગકારો દ્વારા હવે રેઈનકોટનું કાપડ બનાવવાની પણ શરૂઆત કરી દિધી છે. જેમાં વિવિંગ, કોટિંગ અને ડિમાન્ડ પ્રમાણે કલર આપ્યા બાદ પીવીસી કોટિંગ કરવામાં આવે છે. ભારતમાં આ કાપડમાંથી રેઈનકોટ બનાવાવમાં આવે છે. પરંતુ થર્ડ પાર્ટી દ્વારા યુરોપ સહિતના દેશોમાં એક્સપોર્ટ પણ કરવામાં આવે છે.

હાલમાં મુંબઈ-દિલ્હીના ગારમેન્ટ હાઉસ મારફત એક્સપોર્ટ શરૂ કરાયું
રેઈનકોટનું કાપડ સામાન્ય વિવિંગ મશીનમાં બનતું નથી. જેથી રેઈનકોટના કાપડનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે સુરતના ટેક્ષટાઈલ ઉદ્યોગકારો દ્વારા મશીનરી આયાત કરવામાં આવી છે. જેમાં વિવિંગ, પ્રોસેસિંગ, અને પીવીસી કોટિંગ કરવામાં આવે છે.

હાલ થર્ડપાર્ટી એક્સપોર્ટ, ભવિષ્યમાં સીધી નિકાસ કરાશે
હાલ ડાયરેક્ટ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું નથી. પરંતુ મુંબઈ અને દિલ્હી શહેરમાં વિદેશની કંપનીઓના ગાર્મેન્ટ હાઉસ હોય છે. તેઓ રેઈનકોટના કાપડની ખરીદી કરીને રેઈનકોટ તૈયાર કરવામાં આવી છે. ત્યાર બાદ યુરોપ સહિતના 10થી વધુ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.

વીવિંગ, પ્રોસેસિંગ, કલર કોટિંગ સહિતનું બધુ સ્થાનિક
લક્ષ્મીપતિ સાડીના ઓનર સંજય સરાઉગી કહે છે કે, ‘ટેક્નિકલ ટેક્સટાઈલ પર અમે કામ કરી રહ્યાં છીએ. એટલે અમને આઈડિયા આવ્યો કે, રેઈનકોટનું કાપડ પણ બનાવી શકાય એમ છે. અમે અત્યારથી જ એક્સપોર્ટ કરી શકાય તે લેવલનું રેઈનકોટનું કાપડ બનાવી રહ્યા છીએ, જેમાં વિવિંગ, પ્રોસેસિંગ અને ત્યાર બાદ જે કલરની ડિમાન્ડ હોય તે પ્રમાણે તૈયાર કરીને પીવીસી કોટિંગ કરવામાં આવે છે.’

અન્ય સમાચારો પણ છે...