ભાસ્કર વિશેષ:એનાઉન્સમેન્ટ અને જાહેરાતોથી યાત્રીઓ કંટાળતા હોવાથી હવે સુરત એરપોર્ટને નોઈઝ ફ્રી બનાવાશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાત્રીઓની વસ્તુ ગુમ થવા કે સિક્યોરિટી જેવી ઇમરજન્સીમાં જ એનાઉન્સમેન્ટ કરાશે
  • હવે એરપોર્ટ પર એનાઉન્સમેન્ટ કરવામાં નહીં આવે, કર્મચારીઓ મદદ કરશે

સુરત એરપોર્ટને આગામી સમયમાં નોઈઝ ફ્રી એટલે કે સાઇલન્ટ એરપોર્ટ બનાવવાનો નિર્ણય કરાયો છે. ડિરેક્ટર અમન સૈનીએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર જાહેર સૂચનાઓ કે એડવર્ટાઈઝમેન્ટના એનાઉન્સમેન્ટ થતા રહે છે. જેને કારણે એરપોર્ટ પર નોઈઝ પોલ્યુશન ઊભું થાય છે અને અવર જવર કરતા પેસેન્જરો માટે ત્રાસરૂપ બને છે.

જેથી નોઈઝ પોલ્યુશન ઘટાડવાની સાથે પેસેન્જરોને શાંતિ મળે તેવું વાતાવરણ એરપોર્ટ પર ઊભું કરવા જઇ રહ્યા છીએ. અમે એરપોર્ટને સંપૂર્ણપણે નોઈઝ ફ્રી બનાવશું. એરપોર્ટ પર ટાંકણી પડે અને પેસેન્જરોને સંભળાય એવી સ્થિતિનું નિર્માણ કરવા, પરંતુ પેસેન્જરોને શાંતિ મળે એવું વાતાવરણ બનવું જરૂરી છે.

સુરત, રાજકોટ, ભુજ, સહિતના 20 એરપોર્ટ પ્લાસ્ટિક ફ્રી બન્યા
ભારતમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનું અભિયાન ચલવાઈ રહ્યું છે. આવું પ્લાસ્ટિક ફરી ઉપયોગમાં લઈ શકાતું ન હોવાથી પર્યાવરણ માટે હાનિકારક છે. દેશના 55 એરપોર્ટ પર આવાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકાયો છે. જેમાં સુરત, રાજકોટ, જામનગર, ભુજ સહિત 20 એરપોર્ટનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ઔરાંગાબાદ, જબલપુર, બેલગામ, જોધપુર, ખજૂરાહો, લેહનો પણ સમાવેશ થાય છે.

એરપોર્ટ પર હવે કોઇ પણ પ્રકારની સૂચના, ફ્લાઇટ મોડી પડવાની કે રદ થવાની અને ગેટ ચેન્જ સહિતનું એનાઉન્સમેન્ટ નહીં કરાય. તેના માટે પોલીસ, એરપોર્ટ અને એરલાઇન્સના કર્મચારીઓ પેસેન્જરોને સૂચના આપવામાં મદદ કરશે. પાસપોર્ટ ગુમ થયું હોય, મુસાફરો ફ્લાઇટમાં ચડવાના રહી ગયા હોય કે પછી સિક્યુરિટી સહિતની ઇમરજન્સી હશે તો જ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...