ભાસ્કર વિશેષ:મુંબઇ એરપોર્ટ વ્યસ્ત રહેતું હોવાથી પાઇલોટ ટ્રેનિંગ માટે સુરત એરપોર્ટ પહેલી પસંદ, 178 ફ્લાઇટ ઓપરેટ થઈ

સુરત4 મહિનો પહેલાલેખક: મિલન માંજરાવાલા
  • કૉપી લિંક
  • ટ્રેનિંગ માટે આવતી એક ફ્લાઇટની લેન્ડિંગ ફી 3 હજાર

સુરત સહિત ગુજરાત, મુંબઇ અને પુણેના પાયલોટ વિદ્યાર્થીઓ માટે સુરત એરપોર્ટ એજ્યુકેશન હબ બન્યું છે. પાયલોટ વિદ્યાર્થીઓ સુરત એરપોર્ટ પર ફ્લાઇટને ઓપરેટ કરવાની ટ્રેનિંગ લઈ રહ્યા છે. છેલ્લા 14 મહિનામાં સુરત એરપોર્ટ પર 178 ટ્રેનિંગ ફ્લાઇટની અવર જવર નોંધાઇ છે. એટલું જ નહીં, 178 ટ્રેનિંગ ફ્લાઇટે રનવે પર 563 ટચ એન્ડ ગો કર્યું છે. એટલે કે ફ્લાઇટને લેન્ડિંગ કરીને ટેકઓફ કર્યું છે. સુરત એરપોર્ટના ડિરેક્ટર અમન સૈની જણાવી રહ્યા છે કે, 1 એપ્રિલ, 2020 થી 30 મે, 2021 દરમિયાન એરપોર્ટ પર 178 ટ્રેનિંગ ફ્લાઇટ ઓપરેટ થઈ હતી.

ગુજરાત સહિત મુંબઇ અને એરફોર્સના નવા પાયલોટ ટ્રેનિંગ માટે આવે છે
સુરત એરપોર્ટ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના જુદા જુદા શહેરોના પાયલોટ વિદ્યાર્થીઓની સાથે મુંબઇના પાયલોટ વિદ્યાર્થીઓ તેમજ એરફોર્સના નવા પાયલોટ પણ રેગ્યુલર ટ્રેનિંગ માટે સુરત એરપોર્ટ આવી રહ્યા છે.

ટ્રેનિંગ ફ્લાઇટથી એરપોર્ટને 18 લાખની આવક થઈ
સુરત એરપોર્ટ ટ્રેનિંગ ફ્લાઇટને ઓપરેટ કરનારા ઇન્સ્ટિટ્યૂટ પાસે ચાર્જ લેતી હોય છે. એક ફ્લાઇટનો ટચ એન્ડ ગોનો ચાર્જ રૂપિયા ત્રણ હજાર જેટલો હોય છે. આમ સુરતને 18 લાખ જેટલી આવક થઇ છે.3

વિદ્યાર્થીઓ એરપોર્ટ પર આ ટ્રેનિંગ લઈ રહ્યા છે

  • ફ્લાઇટને શરૂ-બંધ કરવું
  • એપ્રેન પર પાર્ક કરવું
  • ટેકઓફ અને લેન્ડિંગ
  • ઊંચાઇએ ઉડાવવાની
  • એકલા ઉડાવવાની
  • હવામાં ટર્ન લેવાની
  • ફ્લાઇટને રનવે પરની ILS, વીઓઆર, ડીએમડી જેવા ઇન્સ્ટ્રુમેન્ટની ટ્રેનિંગ

ફેબ્રુઆરીમાં 25 ફ્લાઇટની અવર-જવર થઇ હતી

અવરટચ &
મહિનોવર્ષજવરગો
એપ્રિલ202000
મે202027
જૂન20201029
જૂલાઇ20201643
ઓગસ્ટ20201223
સપ્ટેમ્બર20201546
ઓક્ટોમ્બર20201930
નવેમ્બર20201840
ડિસેમ્બર20201176
જાન્યુઆરી20212466
ફેબ્રુઆરી202125101
માર્ચ20211052
એપ્રિલ202157
મે20211143
અન્ય સમાચારો પણ છે...