મેઘ મહેર:બે દિવસ બાદ ફરી મેઘરાજાની સવારી શરૂ, વલસાડના ઉમરગામમાં 3 ઈંચ વરસાદ

સુરતએક વર્ષ પહેલા
ભારે વરસાદના પગલે નવસારી બજાર સહિતના રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા પાલિકાની ટીમ કામે લાગી હતી.
  • નવસારીના જલાલપોરમાં 73મીમી વરસાદ વરસ્યો

દક્ષિણ ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વલસાડના ઉમરગામમાં 79 મીમી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વાહનચાલકોને વરસતા વરસાદમાં હેડ લાઈટ ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી છે. દક્ષિણ ગુજરાતના પાંચેય જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ઉકાઈના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં પાણીની આવક ઓછી થઈ હોવા છતાં ડેમની સપાટી રૂલ લેવલથી વધીને 335.15 પર પહોંચી છે.

ભારે વરસાદ વચ્ચે કામ ધંધે જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદ વચ્ચે કામ ધંધે જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતના 30 તાલુકામાં વરસાદ
દક્ષિણ ગુજરાતમાં મધરાત બાદ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં સુરત શહેરમાં સૌથી વધુ 70 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઓલપાડમાં 3 મીમી છે જ્યારે કામરેજમાં 59 મીમી અને મહુવામાં 57 તથા ચોર્યાસીમાં 62મીમી વરસાદ નોંધાયો છે. વિતેલા 24 કલાક દરમિયાન નવસારીમાં 84મીમી વરસાદ અને જલાલપોરમાં 73 તથા વાંસદામાં સૌથી ઓછો 10મીમી વરસાદ પડ્યો છે. ડાંગના વઘઈમાં વરસાદ પડ્યો નથી જ્યારે સાપુતારામાં 24મીમી વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 79 મીમી અને કપરાડામાં 40મીમી વરસાદ પડ્યો છે. તાપીના વાલોડમાં 33મીમી અને નિઝરમાં 01 મીમી વરસાદ નોંધાયો છે.

ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ છે. ડેમમાંથી હાઈડ્રો મારફતે 17810 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ છે. ડેમમાંથી હાઈડ્રો મારફતે 17810 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઈની સપાટી રૂલ લેવલને પાર
ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર કરીને 335.15 ફૂટ પર પહોંચી ગઈ છે. શનિવારે સવારે દસ વાગ્યે ઉકાઈ ડેમમાં પાણીની આવક 33,604 ક્યુસેક નોંધવામાં આવી છે. ઉકાઈમાંથી હાલ હાઈડ્રો મારફતે કેનાલમાં 17,810 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ હોવાથી તંત્ર પણ વિમાસણમાં છે કે પાણી ભરવું કે નહી કારણે છોડવામાં આવે અને વરસાદ ન પડે તો ડેમ ખાલી રહે અને સપ્ટેમ્બર મહિનામાં ડેમના રૂલ લેવલમાં વધારો થવાનો છે ત્યારે મહિનાની આખરમાં તંત્ર વરસાદ વચ્ચે મૂંજવણમાં મુકાયું છે.

રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો પોતાના વાહનો BRTS રૂટમાં ચલાવવા મજબૂર બન્યા હતાં.
રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો પોતાના વાહનો BRTS રૂટમાં ચલાવવા મજબૂર બન્યા હતાં.