બે સંતાનો નોધારા:સુરતના સચિનમાં પત્નીની ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ પતિએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો

સુરત4 મહિનો પહેલા
પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું. - Divya Bhaskar
પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું.
  • મહિલાની હત્યા થયાનું પડોશીઓને ખબર પડતા સમગ્ર મામલો સામે આવ્યો

મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતમાં રોજીરોટી માટે સચિન વિસ્તારમાં રહેતા પતિએ પત્નીની ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. મહિલાની લાશ ઘરેથી મળી આવ્યા બાદ સમગ્ર મામલો સામે આવતા સચિન પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

મહિલા ઘરમાંથી મૃત હાલતમાં મળી
ઉત્તર પ્રદેશના વતની અને સુરતના સચિન વિસ્તારમાં રહેતા પરિવારની મહિલા ઘરમાંથી મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પરિવારમાં પત્ની અને બે બાળકો હતા. પત્ની કંચન ઘરમાંથી મૃત મળી આવતાં સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં મહિલાની હત્યા થઈ હોવાની વિગતો સામે આવી હતી.

ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો
પત્નીની હત્યા થઈ હોવાથી પોલીસે મહિલાના પતિની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પતિ નરસિંહે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધા હોવાની વિગતો સામે આવી હતી. પતિએ પત્નીની હત્યા બાદ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધા હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

મૃતક પતિના મૃતદેહને ભાઈ અને સંતાનોએ ઓળખી બતાવ્યો.
મૃતક પતિના મૃતદેહને ભાઈ અને સંતાનોએ ઓળખી બતાવ્યો.

બે સંતાનો નિરાધાર થઈ ગયા
સ્થાનિક લોકોની જણાવ્યા પ્રમાણે પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલતા હતા. કાલે રાત્રે ઉશ્કેરાટમાં પગલાં ભર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે પોલીસે આ બંને મામલે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ વધુ તપાસ શરૂ કરી છે. જોકે, માતા-પિતાના મોતના કારણે બે સંતાનો નિરાધાર થઈ ગયા છે.