તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજનીતિ શરૂ:ઈસુદાન સુરતની મુલાકાતે, કહ્યું-ગુજરાતમાં ત્રીજો પક્ષ સફળ થતો નથી તે સત્ય છે, આ વખતે બીજો પક્ષ આપ છે, કોંગ્રેસ ત્રીજો પક્ષ

સુરતએક મહિનો પહેલા
ઈસુદાન ગઢવીએ મૃતક ગ્રીષ્મા ગજેરાને શ્રદ્ધાંજલી પાઠવી અને 'આપ' પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા માસ્ક વગર નજરે પડ્યા.
 • સરથાણા ખાતે તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાજલિ અર્પી
 • ઈસુદાનની 'આપ'ના કાર્યકર્તા અને નગરસેવકો સાથે બેઠક યોજાશે

પત્રકાર ઈસુદાન ગઢવી બે દિવસ પહેલાં જ આમઆદમી પાર્ટી(આપ)માં જોડાયા છે. આજે તેઓ સુરતની મુલાકાતે પહોંચ્યા છે. સુરતમાં પ્રવેશતાંની સાથે જ તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, જેમાં હાજર રહેલા 'આપ' પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા માસ્ક વગર નજરે પડ્યા હતા, જેને કારણે ઈટાલિયાને માસ્ક પહેરવા માટે સોશિયલ મીડિયામાં કોમેન્ટોનો મારો ચાલ્યો હતો. ઈસુદાને જણાવ્યું હતું કે ગુજરાતમાં 'આપ'નો પાયો સુરતમાં નખાયો, જે ગાંધીનગર સુધી જશે. ગુજરાતમાં ત્રીજો પક્ષ સફળ નથી થતો તે સત્ય હોવાનું કહી ઈસુદાને ઉમેર્યું કે, આપ બીજો પક્ષ છે અને કોંગ્રેસ ત્રીજો પક્ષ રહેશે

અગ્નિકાંડની ઘટનાને લઇને સહાનુભૂતિ વ્યક્ત કરી
ઇસુદાન ગઢવીએ તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને લઇને પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તમામ મૃતક બાળકોને ન્યાય મળે એવા પ્રયાસો કરવાની વાત પણ કરી હતી. ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે સુરતમાં આમઆદમી પાર્ટીએ રાજકીય રીતે ખૂબ જ સારી શરૂઆત કરી છે. આગામી દિવસોમાં સુરતના પ્રશ્નોના હલ કરવા માટે પણ સતત સ્થાનિક નેતાઓને ટીમ અને અમે સૌ મળીને પ્રયાસ કરીશું. લોકોએ વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસને ટકાવી રાખવા માટે અમે પૂરતા પ્રયત્ન કરીશું. ગુજરાતમાં 'આપ'નો પાયો સુરતમાં નખાયો, જે ગાંધીનગર સુધી જશે.

'આપ'ના કાર્યકર્તાઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું
'આપ'ના કાર્યકર્તાઓએ ઈસુદાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આમઆદમી પાર્ટીના વિરોધપક્ષના નેતા તેમજ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ ઇસુદાન ગઢવીને વધાવી લીધા હતા. ઈસુદાન ગઢવીના સમર્થકો તેમને મળવા માટે પહોંચ્યા હતા. રાજકીય પક્ષ સાથે જોડાયેલા કેટલાક લોકો પણ તેમને મળવા માટે આવ્યા હતા. પત્રકાર તરીકેની તેમની કારકિર્દીમાં તેમની સાથે અનેક લોકો જોડાયેલા હતા. બિનરાજકીય સમર્થકો પણ મળવા આવ્યા હતા. મળવા આવનારા લોકોએ તેમને રાજકારણમાં પ્રવેશવા બદલ શુભકામનાઓ પણ આપી હતી અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત જ જીતતા રહેવા માટે વિનંતી પણ કરી હતી.

ઈસુદાનના સ્વાગતમાં કાર્યકર્તાઓ ટોળે વળ્યા.
ઈસુદાનના સ્વાગતમાં કાર્યકર્તાઓ ટોળે વળ્યા.

માસ્ક-સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો
ઈસુદાન ગઢવી તક્ષશિલા આર્કેડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર હતા, જેને કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. જ્યારે ઘણા કાર્યકર્તાઓ સહિત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા માસ્ક વિના જોવા મળ્યા હતા. આપ દ્વારા આ તમામનું સોશિયલ મીડિયામાં લાઈવ પણ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ઈટાલિયાએ માસ્ક ન પહેર્યું હોવાને કારણે કોમેન્ટોનો મારો ચલાવ્યો હતો.

કાર્યકર્તાઓ પણ માસ્ક વગર નજરે પડ્યા.
કાર્યકર્તાઓ પણ માસ્ક વગર નજરે પડ્યા.

વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-આપ વચ્ચે ટક્કર થશે
સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન કરવા તરફ અમારું સૌથી મોટું લખ્યું છે નાનામાં નાનો માણસથી લઈને મોટી વ્યક્તિ પણ આમ આદમી સાથે જોડાય તેના માટે કમર કસી ને કામ કરી રહ્યા છે પાર્ટી કેટલી છે. તે મહત્વનું નથી પરંતુ તેની કાર્યપદ્ધતિ શું છે તે મહત્વની છે. અમે જનતા વચ્ચે જઈને આપની વાત નિષ્ઠાથી મુકીશું.સુરત શહેરમાં સફળ થવા યોગ્ય નથી. અમે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની હાજરી નોંધાવવા માં સફળ થયા છે જિલ્લા અને તાલુકા લેવલે પણ હવે અમે સફળતાના શિખરો સર કરતા આગળ વધીશું. આ વખતે પણ ત્રીજો પક્ષ સફળ થવાનો નથી.કોંગ્રેસ એ ગુજરાતના રાજકીય નકશા ઉપર બીજા ક્રમે છે તેથી હવે કોંગ્રેસ સફળ થવાની નથી ગુજરાતમાં હવે રાજકીય બે જ પક્ષો વચ્ચે સીધી ટક્કર છે ભાજપ અને આ પછી ખરાખરીનો જંગ રહેશે તેમ ઈસુદાને જણાવ્યું હતું..

ઈસુદાને સુરતમાં આપની જીતને પ્રજાની જીત ગણાવી હતી.
ઈસુદાને સુરતમાં આપની જીતને પ્રજાની જીત ગણાવી હતી.

કોર્પોરેટરને ધમકાવવાનું ભાજપ બંધ કરે
ઈસુદાને કહ્યું કે, સુરતની જીત આપની પણ નથી અને પાસની પણ નથી. એક રીતે કહીએ કે પ્રજાની જીત છે. સુરતવાસીઓની જીત છે. પ્રજામાં વિશ્વાસ દાખવ્યો છે, અને પ્રજા એમને વોટ આપ્યા છે, અને અમે આભારી છે. સુરત થી લખાયેલો પાયો હવે ગાંધીનગર સુધી જશે.ભાજપના નેતાઓ અને તેમની કાર્યપદ્ધતિથી સમગ્ર દેશ વાકેફ છે. ભાજપમાં તો બુટલેગર કક્ષાના વ્યક્તિઓ પણ મોટા પદ પર આસીન થઈ ગયા છે. જે આપ સૌ જાણો છો એમાં મારે કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર રહેતી નથી. ધરાવતા લોકોને લાવવાનો આગ્રહ છે. સુરતમાં આપણી સ્થિતિ મજબૂત છે એનો સૌથી મોટો પુરાવો સી.આર.પાટીલ દ્વારા અમારા પક્ષના કોર્પોરેટરોને લોક લાલચ આપીને ધમકાવી રહ્યા છે જે તેમના તરફ આકર્ષવાનો પ્રયાસ સફળ ન થાય તો ધાક ધમકી આપવામાં આવી રહ્યા છે. પરંતુ સી.આર.પાટીલ સમજી લે કે જો આ જ પ્રકારનું વલણ હશે તો અમે તેમનું ઘેરી પણ કરી લઈશું.

આપમાં જોડાવા માગતા તમામ લોકોનું સ્વાગત હોવાનું ઈસુદાને જણાવ્યું હતું.
આપમાં જોડાવા માગતા તમામ લોકોનું સ્વાગત હોવાનું ઈસુદાને જણાવ્યું હતું.

આપમાં તમામનું સ્વાગત
તમામ મુદ્દાઓને અમે લોકો સુધી લઈ જવા માટે રસ્તો ભાજપની સરકાર હોવાથી રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ હોવાથી સી.આર.પાટીલ એ બંનેને કાર્યશૈલી અમે લોકો સમક્ષ મૂકે છે. સી આર પાટીલ ના ઈશારે જ સુરત શહેરમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેનાથી સૌ કોઈ આવડત છે પાટીલ ના કારનામા જેવા છે કે અમારા નિશાના પર તેઓ સ્વભાવિક રીતે જ આવી જાય છે.કોઈપણ રાજકીય પક્ષમાં હોય પરંતુ એ ખરા અર્થમાં રાજ્યની સેવા કરવા માંગતો હોય પ્રજાલક્ષી કામ કરવા માંગતો હોય અને સ્વચ્છ વહીવટ આપવા માંગતો હોય તેવા તમામ લોકોને અમારા પક્ષમાં સ્વાગત છે તેમ ઈસુદાને વધુમાં ઉમેર્યું હતું.

ઈસુદાન ગઢવીએ તક્ષશિલા અગ્નિકાંડની મૃતક ખુશાલી કોઠડીયાને શ્રદ્ધાંજલિ અર્પી.
ઈસુદાન ગઢવીએ તક્ષશિલા અગ્નિકાંડની મૃતક ખુશાલી કોઠડીયાને શ્રદ્ધાંજલિ અર્પી.

તક્ષશિલા અગ્નિકાંડના 22 મૃતકોના નામ

 • એષા રમેશ ખડેલા, ઉ.વ. 17, સમેરૂ રેસિડેન્સી, મોટા વરાછા
 • ક્રિષ્ના સુરેશ ભીકડીયા, ઉ.વ. 21, રાઘે કૃષ્ણ સોસાયટી, સરથાણા જકાતનાકા
 • ખુશાલી કિરીટ કોઠળીયા, ઉ.વ. 17, નવકારા પેલેસ, કઠોદરા રોડ
 • રૂદ્ર ઇશ્વરભાઈ ડોંડા, ઉ.વ. 18, અનમોલ હાઇટ્સ, ઉતરાણ
 • મીત દિલીપ સંઘાણી, ઉ.વ. 17, હરેકૃષ્ણ સોસાયટી, નાના વરાછા
 • ઇશા કાંતિ કાકડીયા, ઉ.વ. 15, શાંતિવન સોસાયટી, સરથાણા જકાતનાકા
 • હસ્તી હિતેશ સુરાણી, ઉ.વ. 18, મણીનગર સોસાયટી, સિમાડાનાકા, સરથાણા
 • જ્હાનવી ચતુર વસોયા ઉ.વ. 17, સંકલ્પ રેસિડેન્સી, સરથાણા
 • અંશ મનસુખ ઠુમ્મર, ઉ.વ. 18, બટુક ભૈરવ એપાર્ટમેન્ટ, એ.કે રોડ
 • જ્હાનવી મહેશ વેકરિયા, ઉ.વ. 17, શ્રદ્ધા રો હાઉસ, સરથાણા જકાતનાકા
 • રૂમી રમેશ બલર, ઉ.વ. 17, વેરોના રેસિડેન્સી, વ્રજચોક, સરથાણા
 • વંશવી જયેશ કાનાણી, ઉ.વ. 18, કાળીદાસ નગર, એલ.એચ.રોડ, વરાછા
 • કૃતિ નિલેશ દયાળા, ઉ.વ. 17, ક્રિષ્ના પાર્ક એપાર્ટમેન્ટ સુદામા ચોક, મોટા વરાછા
 • દ્રષ્ટિ વીનુ ખુંટ, ઉ.વ. 18, નીલકંઠ હાઇટ્સ સરથાણા જકાતનાકા
 • ઋતુ સંજય સાકરીયા, ઉ.વ. 19, સર્વોદય કોમ્પલેક્ષ, ત્રિકમનગર , વરાછા
 • યશવી દિનેશ કેવડિયા, ઉ.વ. 17, સ્વાતિ સોસાયટી, ચીકુવાડી, નાના વરાછા
 • નિસર્ગ પરેશ કાતરોડીયા, ઉ.વ. 17, ઋષિકેશ ટાઉનશિપ, સરથાણા જકાતનાકા
 • ગ્રીષ્મા જયસુખ ગજેરા, ઉ.વ. 22, સરદાર પેલેસ, સરદાર માર્કેટ પાસે, કડોદરા રોડ
 • માનસી પ્રવિણ વરસાણી, ઉ.વ. 17, પ્રમુખ છાયા સોસાયટી, યોગીચોક, સરથાણા
 • હેપ્પી દિપક પાંચાણી, ઉ.વ. 16, ગૌરવ પાર્ક સોસાયટી , સિમાડા નાકા, વરાછા
 • કર્ણવી વિનય સીતાપરા, ઉ.વ. 2.5, સરદાર પેલેસ , સરદાર માર્કેટ પાસે, કડોદરા રોડ
 • ધ્રુવી સંજય રાબડિયા, ઉ.વ. 20, શિવાંતા પેલેસ , મેઘમલ્હાર પાસે, સરથાણા