તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ત્રાસ:સુરતના અડાજણમાં દહેજ માટે દિયરે પરણિતાને છેડતી કરી સસરાએ દિવાલમાં માથું ભટકાવી ઘરેથી કાઢી મુકી

સુરત3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પરણિતાને ત્રાસ અપાતા આખરે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.(પ્રતિકાત્મક તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે)
  • પરણિતાએ દહેજ માટે ત્રાસ અપાતો હોવાની પોલીસ ફરિયાદ કરી

અડાજણ વિસ્તારની પરણિતા પાસે દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાની ફરિયાદ કરી છે. જેમાં સસરાએ દિવાલ સાથે માથું ભટકાડવાની સાથે દિયરે પરણિતાનો હાથ પકડી અશ્લીલ હરકત કરી માર મારવા સાથે પોતાની પત્નીને સહકાર આપવા અને પરિવાર વિરુદ્ધ જતા સાસરિયાઓએ પરણિતાને તો ઠીક પણ પોતાના પુત્રને ઘરની બહાર કાઢી મુક્તા પરણિતાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

લગ્નના એક વર્ષ પછી ત્રાસ શરૂ થયો
અડાજણ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી અને નાનપુરા ખાતે આર્કીટેક્ટ તરીકે કામ કરતી પરણિતાના લગ્ન એક યુવાન સાથે વર્ષ 2017માં થયા હતા. લગ્ન પૂર્વે યુવાન હજીરાની એસ્સાર કંપની, દુબઇ અને કુવૈત તથા પલસાણાની કંપનીમાં આસિસટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો અને તેની આવકમાંથી પાલનપુર વિસ્તારમાં મકાન ખરીદયું હતું. લગ્નના એકાદ મહિના બાદ પરિણીતાને તેની સાસુ લલીતાબેન, સસરા ગોવિંદભાઇ અને દિયર જતીને અપશબ્દો ઉચ્ચારી શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું અને દહેજ પેટે મોટી રકમ પિયરમાંથી લાવવા દબાણ કરતા હતા અહીંયા સાસરિયા કહેવું હતું કે, લોહીના સંબંધ કરતા વધુ રૂપિયા છે જેને લઈને સતત માનસિક ત્રાસ આપતા હતાં.

અડાજણ પોલીસે તપાસ આદરી
દહેજની માંગણી સામે પરણિતાએ સાસરિયાનો ત્રાસ સહન કરવાનું મુનાસીબ માન્યું હતું. પરંતુ સસરાએ સામાન્ય બાબતમાં અપશબ્દો ઉચ્ચારી દિવાલ સાથે માથું ભટકાડી દેતા પરણિતા અને તેનો પતિ ભાડાના ઘરમાં રહેવા ચાલ્યા ગયા હતા. પરંતુ દિયર જતીનના લગ્ન નિહારીકા નામની યુવતી સાથે નક્કી કરતા વડીલોની દરમ્યાનગીરીથી પરણિતા પતિ સાથે રહેવા સાસરે ગઇ હતી. પરંતુ દિયરના લગ્ન બાદ પણ સાસુ-સસરાએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું અને રસોડામાં એકલતાનો લાભ લઇ દિયર જતીને પરણિતાનો હાથ પક્ડી અશ્લીલ હરકત કરી હતી અને સસરાએ ખૂન કરાવી લોહીની નદી વહેવડાવી દેવાની ધમકી આપતા છેવટે પરિણીતા એ સાસુ-સસરા, દિયર અને દેરાણી વિરૂધ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસે આ મામલે પરણિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો