દેખાવ:સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા શાળા-કોલેજની ફી માફ કરવાના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયુ

સુરતએક વર્ષ પહેલા
આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
  • શાળા સંચાલકોની જોહુકમી સામે સરકારે શરણાગતિ સ્વિકાર્યાનો આક્ષેપ

કોરોનાની મહામારી વચ્ચે શાળાઓ અને કોલેજ બંધ છે ત્યારે તેની ફી માફ કરવાના મુદ્દે આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આપના કાર્યકરો અને નેતાઓ દ્વારા સરકારની નીતિઓ અને શાળા સંચાલકોની જોહુકમી સામે શરણાગતિ સ્વિકારવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓ - વાલીઓ ફી ભરી શકવાની સ્થિતિમાં નથી.સરકારમાં બેઠેલાઓ પૈકી કેટલાક સંચાલકોની ભૂમિકામાં પણ છે. એટલે સરકાર ફી નિર્ધારણ બાબતે તેમજ ફી ઉઘરાવવા બાબતે અસમંજસમાં છે. હાઈકોર્ટના આદેશ બાદ પણ યોગ્ય નિર્ણય લેવાયો નથી. જેથી ઝડપથી આ અંગે સરકાર નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે.

ત્રણ માંગો કરવામાં આવી

-શિક્ષણ નહીં તો ફી નહીં. - સંચાલકોએ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે વિદ્યાર્થીઓની શિક્ષણ ફી જતી કરવી. - સરકારે ખાનગી શાળાઓને નિભાવ ખર્ચ પુરે પુરો ચૂકવવો.

પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કરાયો
આમ આદમી પાર્ટી દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડના ગેટ પાસે પ્રદેશ અઘ્યક્ષ કિશોર દેસાઇની અઘ્યક્ષતામાં ધરણા પ્રદર્શન યોજાયુ હતું. જેમાં વિદ્યાર્થી-વાલીઓની માંગ સાથે હાઈકોર્ટના નિર્ણયને વધાવતા બેનરો, પોસ્ટરો કે પ્લેકાર્ડ તૈયાર કરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે 300 વધુની સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહીને દેખાવો યોજ્યા હતાં.શહેર પ્રભારી રામ ધડૂકે કહ્યું કે, શિક્ષક સાથે ચેડા કરતી સરકારને નહી ચલાવી લેવાય.

અન્ય સમાચારો પણ છે...